જન્મકુંડળી નો સાતમો ભાવ :-

જન્મકુંડળી નો સાતમો ભાવ :-
જન્મ કુંડળી નાં છઠ્ઠા ભાવ સુધી પોતાની જાત ની વાત થઈ.  સાતમો ભાવ થી હવે પોતાની જાત સિવાય બીજા નો પ્રવેશ. પ્રથમ ભાવ નો બિલકુલ સામેનો, વિરુદ્ધ ભાવ. પ્રથમ ભાવ એટલે સ્વ. સાતમો એટલે પાર્ટનર. પાર્ટનર લાઈફ પાર્ટનર હોય કે, પછી બિઝનેસ પાર્ટનર.
કામ ત્રિકોણમાં આવતો ભાવ છે. નૈસર્ગિક કુંડળી માં તુલા રાશિ આવે છે. વાયુ તત્વની, એકી રાશિ, ચર રાશિ છે. શુક્ર તેનો અધિપતિ છે. તુલા રાશિ નું અહીં હોવું બેલેન્સ. શુક્ર આ ભાવનો નૈસર્ગિક કારક છે. ઈન્ડિકેટ કરે છે. ચાઈનીઝ સિમ્બોલ યીન યાન સાથે જોડાયેલું સ્થાન છે. વેદિક સંસ્કૃતિ મુજબ પુરુષ અને પ્રકૃતિ નું સ્થાન છે. સ્ત્રી પુરુષ ની મિક્સ એનર્જી. અપોઝીટ સેક્સ તરફ નું આકર્ષણ આ ભાવથી જોઈ શકાય છે.
સાતમા ભાવને કલત્ર ભાવ તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતી માં ‘કલત્ર’ એટલે સ્ત્રી, પત્ની.

પર્યાય શબ્દો :-
કામ, દ્યૂન, જાયા, અસ્તમય, જામિત્ર,  ગમન,  સમ્પત,  અસ્ત, મદ, કલત્ર.

બૃહદ પારાશર હોરા શાસ્ત્ર મુજબ :-
જાયામધ્વપ્રયાણં ચ વાણિજ્ય નષ્ટવીક્ષણમ્ |
મરણં ચ સર્વદેહસ્ય જાયા ભાવાન્નિરીક્ષયેત્ ||7||

સ્ત્રી, યાત્રા, વ્યાપાર, ડૂબા, ધન, નષ્ટ, વસ્તુ,  પોતાના મૃત્યુ નો વિચાર સાતમાં ભાવ થી કરાય છે.

ઉત્તર કાલામૃત મુજબ :-
ઉદ્ધાહ વ્યભિચાર કામુક જ્યા નષ્ટાંગના દ્વેષતા
માર્ગભ્રંશસુગંધગીત કુસુમા ભૃષ્ટાન્નપાનાદિકમ્||
તાંબુલં ચ પ્રયાણભંગદધિ વિસ્મૃત્યંબરાદ્યાગમો
રેતો ભર્તુ પવિત્રદાર યુગલં ગુહ્ યં ચ મૂત્રગુદ:
વાણિજયં ચ તથા પયોમધુરસૌધ: સૂપકાજ્યાશનં
દાનં શૌર્ય વિનષ્ટ શત્રુ વિજયા સ્થાનાન્તરસ્થં ધનમ્ ||
વાદૌ  મૈથુન  દત્ત  પુત્ર  ધૃતજાસ્વીયાન્યદેશે  તથા
જાયા  માન્મથજં રહસ્યમખિલં ચોર્યં વદેત્સપ્તમાત્ ||

(1)વિવાહ (2) વ્યભિચાર (3) અનૈતિક યૌન સંબંધ (4)દુરાચારણી સ્ત્રી (5) જવું હોય તે જગ્યાને બદલે બીજે પહોંચી જવું, રસ્તો બદલાઈ જવો (6) સુગંધ (7) સંગીત (8)પુષ્પ (9) સ્વાદિષ્ટ અને ઉત્તમ ભોજન (10) પાન ખાવું (11) યાત્રા અધુરી રહેવી (12) દહી (13)  સ્મરણ શક્તિ ઓછી હોવી, ભૂલી જવા નો રોગ, ભૂલકણાંપણું 
(14) વસ્ત્ર વગેરે પ્રાપ્ત થવું (15) વીર્ય, પુંસત્વશક્તિ
(16)  પતિ કે પત્ની નું ચરિત્ર કે સ્વભાવ ( 17) બીજી સ્ત્રી ની સંભાવના (18) સ્ત્રી પુરુષ ના ગુપ્તાંગ (19) મૂત્ર (20)ગુદા, મળદ્વાર (21) વ્યાપાર, વાણિજય (22) શરબત,  મીઠું પીણું વગેરે (23) અમૃત, દૂધ, દહીં, ઘી, પૌષ્ટિક ભોજન (24) દાન, ઉપહાર (25) બળ, પરાક્રમ, શૌર્ય (26) શત્રુ નો પરાજય કે નાશ (27) બીજા પાસે રાખેલું ધન, બીજે રાખેલા ધનની પ્રાપ્તિ (28)  વિવાદ (29) મૈથુન,  સંભોગ ક્રિયા (30) ગોદ લીધેલ પૂત્ર (31) મિષ્ઠાન, ઘી થી બનેલી મિઠાઈ  (32) પરદેશ, વિદેશ (33) પત્ની  (34) અનૈતિક સંબંધ (35) ચોરી.

વ્યવહારિક જ્યોતિષ પ્રમાણે :-
પતિ કે પત્ની, કામ ઈચ્છા, વિવાહ, વિદેશ યાત્રા, સામાન્ય સુખ, મૃત્યુ, વ્યાપાર માં ભાગીદારી, રોગ નો ઉપચાર, લોક સંપર્ક, પારિવારિક સંબંધ, આરોપ, ખોવાયેલી વસ્તુ મળવી, પુંસત્વ બળ, હર્નિયા, યૌન રોગ, કામ વાસના, વિદેશ માં સન્માન, વ્યાપાર,  દાંપત્ય સુખ, વ્યાપાર કુશળતા, પ્રશ્ન કુંડળી માં ચોરનું વર્ણન, વિદેશ સંબંધી બાબતો. આંતરિક જનનાંગો, જાહેર વિરોધો, સામો પક્ષ, પ્રશ્ન કુંડળી માં મુસાફર અંગે જાણકારી, જાહેર સામાજીક જીવન, ખુલ્લા દુશ્મનો.
મેડિકલ એસ્ટ્રોલોજી પ્રમાણે સાતમા ભાવે આવતા અંગો :-
આંતરિક જનનાંગો, કીડની, કમર, મૂત્રાશય.
પ્રશ્ન કુંડળી માં સાતમા ભાવનું આગવું મહત્વ છે. એ મુજબ જો તમે ડૉક્ટર તો સાતમો ભાવ પેશન્ટ નો હોય.
જો તમે જોબ નો પ્રશ્ન મૂકો તો તમારા કલીગસ સાતમે આવે.

સાતમો ભાવ તમારી મિરર ઈમેજ તરીકે ઓળખાય છે. તમારા માં જે કંઈ ખૂટે છે એવું લાગે તે સાતમાં ભાવ થી મળી જાય છે.
માતાની માતા, તથા પિતા ના પિતા નો વિચાર સાતમાં ભાવથી કરાય. સાતમા ભાવની રાશિ ને અસ્ત રાશિ કહે છે.  તમે જ્યારે જન્મ્યાં ત્યારે સાતમાં ભાવે રહેલી રાશિ ક્ષિતિજ માં નીચે જતી રહી હતી. એમાં રહેલા ગ્રહો પણ. થોડી હિડન રહે છે એ રાશિ. સાતમે રહેલી રાશિના કારકત્વ માં સમાવેશ થતી વસ્તુ ઓ ની તમને સતત ખોજ રહે છે.


કારક :-
શુક્ર પુરુષ માટે કારક ગ્રહ છે. સ્ત્રી માટે ગુરુ ને કારક ગણવામાં આવે છે. (પહેલા ના સમય માં પિતા નું ઘર છોડ્યા પછી સ્ત્રી ને પતિ દ્વારા સ્પિરીચ્યુઅલ જ્ઞાન મળતું)
કેતકી મુનશી
17/2/2020

Author: daveketaki

Always passionate to learn about new aspects of Astrology.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s