જન્મકુંડળી નો આઠમો ભાવ :-

જન્મકુંડળી નો આઠમો ભાવ :-


જન્મ કુંડળી માં 6,8,12 માં ભાવને ત્રિક ભાવ, દુ: સ્થાનો તરીકે ઓળખી એ છીએ. તેમાં છઠા ભાવ ને વધુ અશુભ ગણીએ છીએ. છઠો ભાવ કર્મ સાથે જોડાયેલો છે. સજાગતા થી જીવવાનું શિખવે છે.
અષ્ઠમ ભાવ મૃત્યુ નો ભાવ છે. આયુષ્ય ભાવ કહે છે.
જીવન માં સૌથી વધુ ભય મૃત્યુ નો હોય છે. માટે આ ભાવ ને અશુભ ભાવ કહ્યો છે. આઠમા ભાવને અંધકાર નો ભાવ કહ્યો છે. કેટલીક ના સારી કહેવાય એવી બાબતો આપણી અંદર રહેલી હોય છે. જેને આપણે બીજા સમક્ષ ઉજાગર નથી કરતા, છુપાવીએ છીએ. જેમ કે ગુસ્સો, કેટલીક લાગણીઓ, મનોવ્યથા, આંતરિક યુદ્ધ, સેક્સ વગેરે . આંતરિક કચરો દુર કરવાનું કે, આંતરિક રીતે બદલાવવાનો ભાવ છે. આઠમો ભાવ ટ્રાન્સ્ફરમેશન નો ભાવ છે માટે એ અગત્યનો ભાવ છે. પુર્નજન્મ નો ભાવ છે. બુરાઈ ને સાફ કરી નવા ક્લેવર સાથે ઉભા થવાનો ભાવ છે. માટે મૃત્યુ ભાવ કહ્યો છે.
નૈસર્ગિક કુંડળી માં આઠમાં ભાવમાં વૃશ્ચિક રાશિ આવે છે જળતત્વની, બેકી રાશિ, સ્ત્રી  રાશિ છે. વૃશ્ચિક રાશિ નો અધિપતિ ગ્રહ મંગળ છે. મોક્ષ ત્રિકોણ નો ભાવ છે. પણફર ભાવ છે.
પર્યાય :-
વિનાશ, દેહવિવર, છિદ્ર, ચતુરસ્ત્ર, રન્ધ્ર, આયુ.

બૃહદ્ પારાશર હોરા શાસ્ત્ર મુજબ :-
આયૂરણં રિપું ચાપિ દુર્ગ મૃતધનં તથા |
ગત્યનૂકાદિકં સર્વ પશ્યેદ્ રન્ધ્રાદ્ વિચક્ષણ: ||

આયુ, યુધ્ધ, શત્રુ, કિલ્લો, ડુબી ગયેલું ધન તથા મૃત્યુ પછી ની ગતિ નો વિચાર આઠમા ભાવથી કરાય છે.

ઉત્તર કાલામૃત મુજબ નીચેની બાબતો નો વિચાર કરાય :-
આયુ: સૌખ્યપરાભવૌ મૃતધનં સંક્લેશવક્ત્રં મૃતિ
ક્લેશો મારણ કારણાન્નકલહો તન્મેહજાડ્ યં વિપત્ ||
ભ્રાતુ:  શત્રુકલત્ર  પીડનકલાપા:  શત્રુદુર્ગસ્થલં
ક્લેશ્શચાલ સરાજદંડન ભય દ્રવ્યક્ષયર્ણપ્રદા: |
અજ્ઞાનાપ્ત પરં  ધનં  ચિરધનં  દુર્માર્ગમત્યાર્ગમ:
પાપં જીવવધોંગહીન કશિરચ્છેદોગ્ર દુ:ખાનિ ચ ||
ચિત્તાસ્વાસ્થ્ય કથોપસર્ગ પરિવારોગ્ર ક્રિયા સૂદ્યમો
યુદ્ધાત્યંત મનોવ્યથે ચ સતતં ભાવાદ્ વદેદષ્ટમાત્ ||
અર્થાત્
(1)  આયુષ્ય (2) સુખ, પ્રસન્નતા (3) અપમાન, અસફળતા, પરાજય (4) વસિયત, વીમા ના પૈસા, કે મૃત વ્યક્તિ નું ધન (5) વિકૃત ચહેરો (6)મૃત્યુ નો ભય, સંબંધી ના મૃત્યુ ને કારણે થતું દુખ કે ક્લેશ (7)  તાંત્રિક પ્રયોગ, મારણ – જારણ સબંધી તંત્ર પ્રયોગ (8) ખેત પેદાશ ને કારણે ઉભા થતા ઝઘડા (9)મૂત્ર રોગ (10)વિપત્તિ (11)ભાઈ કે શત્રુ ( ત્રીજા ભાવનો છઠો ભાવ, ભાઈ ના રોગ શત્રુ તકલીફ નો વિચાર) (12) પત્ની નો રોગ (13)શત્રુ નો ગઢ (14) ચિંતા, ક્લેશ (15)  આળસ, બેકારી, અકર્મણ્યતા (16) રાજ્ય દંડ નો ભય (17) ધન હાનિ, આર્થિક સ્થિતિ (18) ઋણ આપવું, ઉધાર પૈસા આપવા (19)  આકસ્મિક બીજા નું ધન મળવું (લોટરી, દટાયેલું ધન મળવું, શરત જીતવી) (20)  લાંબા સમય થી ફસાયેલું ધન કે જમીન (21)  દુષ્ટ વ્યક્તિ નું મળવું (22)પાપકર્મ (23) જીવ હત્યા (24) અંગ હાનિ, કે અપંગતા (25) ઉગ્ર કષ્ટ, સંતાપ, દુખ થવું (26) મનને ક્લેશ આપનારી દુખદાયક વ્યથા (27) નિરન્તર કષ્ટ મળ્યાં કરવું (28)  ક્રુર કર્મ માં શક્તિ નો અપવ્યય (29) યુધ્ધ
(3) માનસિક તણાવ, ઉદ્વેગ કે સંતાપ.
ફળદિપિકા :-
સ્ત્રીનું સૌભાગ્ય, માંગલ્ય, રંધ્ર – આ ભાવ ને રંધ્ર એટલે કે છિદ્ર ભાવ કહે છે. માનસિક રોગ, ચિંતા, ભય, આયુષ્ય, મૃત્યુ, અપમાન, કલંક, પરાજય, પદચ્યુતિ એટલે કે પદ પર થી ઉતારી દેવું, સૂતક, મળ-મૂત્ર વિસર્જન થાય એ ગુપ્ત અંગ વગેરે ની વિચારણા કરાય છે.
વ્યાવહારિક જ્યોતિષ મુજબ :-
અપમાન, અવનતિ, દુઃખ, વસિયત, વારસો, બીજાનું ધન, ખજાનો, ભેટ – સોગાદ, ઋણ આપવા કે લેવાથી ધન હાની, રાજ્ય દંડ, વિવિધ ટેક્સ, ભય, મૂત્ર રોગ, પતિ કે પત્ની નું કુટુંબ, સ્ત્રી ધન ( સાતમાં થી બીજો) ભાઈ નો વિચાર ( ત્રીજા થી છઠો) દુર્ઘટના, અકસ્માત, ઓપરેશન, જીવહત્યા, લાંબી માંદગી, પત્ની ની પીડા, તંત્ર શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, ગૂઢ વિદ્યા, પરાવિદ્યા, ગૂઢ રહસ્ય, વૈધવ્ય, ભાગીદાર નું ધન (સાતમા થી બીજો ભાવ), અશોભનીય વ્યવહાર, ધીમું મોત વગેરે નો વિચાર આઠમા ભાવથી કરાય છે.
સાયન્ટિફિક રિસર્ચ આઠમાં ભાવથી જોવાય છે.
સ્પિરીચ્યુઅલ રીતે જોઈએ તો શરીરનાં સાત ચક્ર માં નું સૌથી પ્રથમ  ચક્ર મૂલાધાર ચક્ર નું સ્થાન ગણાય છે. ધ્યાન સમાધી નું સ્થાન ગણાય છે. આથી જ ટ્રાસ્ફરમેશનનું પુનર્જન્મનું સ્થાન છે.


મેડિકલ એસ્ટ્રોલોજી મુજબ :-

ગુપ્તાંગ, ગુદા, રંધ્ર (યોની), તથા તે સંબંધી રોગો નો વિચાર કરાય છે.
કે. પી એસ્ટ્રોલોજી મુજબ, પોલિસ વિભાગ, અગ્નિ શામક દળ, ઓડિટ વિભાગ, ટેક્સ વિભાગ, વીમા વિભાગ, જન્મ મૃત્યુ નોંધણી વિભાગ આ ભાવ થી વિચારાય છે.
ઝેર, ઝેરી પદાર્થ, ફુડ પોઈઝનિંગ નો વિચાર આઠમા ભાવથી કરાય છે.
ધંધા વ્યવસાય માટે કરાતી યાત્રા આ ભાવથી જોવાય છે.
કુંડળી મેળાપક માટે આઠમાં ભાવને વિશિષ્ટ મહત્વ અપાયું છે. જેમાં શારીરિક તથા વૈવાહિક માંગલ્ય ને જોવામાં આવે છે.
કેતકી મુનશી
21/2/2020

Author: daveketaki

Always passionate to learn about new aspects of Astrology.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s