જન્મકુંડળીનો નવમો ભાવ :

જન્મકુંડળીમાં નવમો ભાવ : ધર્મસ્થાન , ભાગ્ય સ્થાન.
નવમ ભાવ  ધર્મ ત્રિકોણનો ભાવ છે. આઠમાં ભાવનો વિચાર કર્યા પછી જીવનમાં ભૌતિકતાથી ઉપર ઉઠીને ઉચ્ચ લેવલ સુધી પહોંચવાની વાત નવમ ભાવ કરે છે. શરીરથી ઉપર ઉઠી ધર્મ, આધ્યાત્મ જર્નીની વાત કરે છે. આમ આ ભાવ સામાન્ય શબ્દોમાં  લાંબી યાત્રા, ઉચ્ચ શિક્ષણ, તીર્થ યાત્રાનું સ્થાન ગણાય છે. મરણ પછીનાં જીવનની વાત કરે છે.  આગળ વધવાનાં રસ્તા બંધ થયાં હોય એવી પરિસ્થિતિ નવમ ભાવથી જોવાતી હોય છે. સાથે સાથે ભાગ્યનો ઉદય પણ આ ભાવથી જોવાય છે. માટે આ ભાવને ભાગ્ય ભાવ પણ કહે છે.
નૈસર્ગિક કુંડળીમાં આ ભાવમાં ધન રાશિ આવે છે. જેનો અધિપતિ ગુરુ છે.
પર્યાયવાચી નામ : ગુરુ, તપ, ત્રિકોણ, ધર્મ, શુભ, નવ, ભાગ્ય.
બૃહદ પારાશર હોરા શાસ્ત્રમાં મહર્ષિ પારાશર કહે છે કે,
ભાગ્યં શ્યાલં છ ધર્મ છે  ભ્રાતૃપત્ન્યાદિકાંસ્તથા |
તીર્થયાત્રાદિકં સર્વ ધર્મસ્થાન્નિરીક્ષયેત ||૯
અર્થાત આ ભાવથી
ભાગ્ય, સાળો, ધર્મ, ભાઈની પત્ની, તીર્થયાત્રા નવમા ભાવથી જોવાય છે.

ઉત્તર કાલામૃત મુજબ નવમ ભાવથી નીચેની બાબતો જોવાય છે. :
દાનં ધર્મસુતીર્થં સેવન તપોગુર્વાદિ ભક્ત્યૌષધા
ચારાશ્ચિત્ત વિશુદ્ધિ દેવભજને વિદ્યાશ્રમો વૈભવ: ||
યાનં ભાગ્ય નયપ્રતાપ સુકથા યાત્રા ભિષેકાદયઃ
પૃષ્ટિ સજ્જનસંગતિઃ શુભપિતૃસ્વ પુત્ર પત્ર્યસ્તથા
અષ્ટૈશ્વર્ય તુરંગનાગમહિષાઃ પટ્ટાભિષેકાલય
બ્રહ્મ સ્થાપન વૈદિક ક્રતુ ધનપેક્ષાઃ સ્યુરંકર્ક્ષતઃ ||
અર્થાત : નવમા ભાવથી નીચેની બાબતો જોવાય છે.
૧)દાન  (૨) પુણ્ય (૩) તીર્થયાત્રામાં પવિત્ર સ્નાન કે નિવાસ  (૪) તપસ્યા (૫) ગુરુજનોંની સેવા કે ભક્તિ(૬) ઔષધિ માટે ઉપયોગી જડીબુટ્ટી (૭)ચારિત્ર , આચરણ  (૮) મનની પવિત્રતા, નિષ્કપટતા કે પવિત્ર મન (૯) દેવ ઉપાસના, પૂજા (૧૦) વિદ્યા પ્રાપ્તિ માટે પરિશ્રમ (૧૧) ધન, વૈભવ (૧૨) વાહન (૧૩) અનેક પ્રકારનું સુખ વૈભવ  (૧૪ )નીતિ-નિયમ  (૧૫) ગૌરવ (૧૬) વિનમ્રતા (૧૭) પ્રતાપ (૧૮) ધાર્મિક પુણ્ય કથાઓ (૧૯) યાત્રા , પર્યટન (૨૦) અભિ‌ષેક કે ધાર્મિક સ્નાન
(૨૧) પુષ્ટિ ,પૌષ્ટિકતા (૨૨) સત્સંગ , શ્રેષ્ઠ અને ગુણીજનને મળવું  (૨૩) સુખ, આનંદ ની પ્રાપ્તિ (૨૪) પિતાનો ધન વૈભવ (૨૫) સંતાન સુખ (૨૬ ) બધા પ્રકારનું સુખ,  ઐશ્વર્ય કે સુખનાં સાધન (૨૭)હાથી ,ઘોડા , ભેંસ કે વાહન સુખ (૨૮) રાજ્યાભિષેક નો સભા મંડપ (૨૯) બ્રહ્મ જ્ઞાનની સ્થાપના (૩૦) વૈદિક યજ્ઞ (૩૧) ધનનું દાન કે ધનનો પ્રવાહ.
ફલદીપિકા અનુસાર
ગુરુ, ઈષ્ટ કે આરાધ્ય દેવતા, પૂજા, ઉપાસના,ધાર્મિક કાર્યો, પિતા, પૂત્ર, પૂર્વ ભાગ્ય, ઉત્તમ વંશ, રાજ્ય કૃપા વગેરેનો વિચાર કરાય છે.
આ ભાવને શુભ, ધર્મ અને ભાગ્ય ભાવ કહે છે.
સવાર્થ ચિંતામણિ મુજબ નવમા ભાવથી નીચેની  વિગતોનો વિચાર કરાય.
શુભભવનાદ્ ગુરુભાગ્યં પિતૃ પૌત્ર દયા તપઃ પ્રાપ્તિમ્
ઉરુસ્થાનં સ્વાંતં સહભોક્તૃન્દાન યોગમપિ વિદ્યાત્ ||
ચિંતનીયા ગુરુ સ્વામિપિતૃ ભાગ્યાદિ માતુલાઃ
નવમે સ્વામિસૌમ્યાઢ્ યે શુભા એતેન્યથા (આ) શુભા ||
નવમા કે શુભ ભાવથી ગુરુ, પિતા, પૌત્ર, દયા, (સંવેદના, સાહનુભૂતિ ) તપ ( દોષો કે નબળાઈઓ દુર કરી સમાજ કલ્યાણ કરવું) , કૃપા પ્રાપ્તિ, ઘુટણ, મન, સમુહમાં ભોજનનો આનંદ, દાન કે સેવા, સહાયતા માટે ધન આપવું, ગુરુ, સ્વામી, ઉચ્ચ અધિકારી, પિતા,  સુખ, વૈભવ, ઐશ્વર્ય, મામાનાં સુખનો વિચાર નવમાં ભાવથી કરાય છે.
નવમો ભાવ લાભ ભાવનો ( ૧૧માં ભાવ) લાભ ભાવ છે.માટે ધર્મ જ ભાગ્ય બની શુભતા , કલ્યાણ અને લાભ આપે છે.
વ્યાવહારિક જ્યોતિષ પ્રમાણે :
દાનં, ધર્મ, પિતા, યજ્ઞ, ધ્યાન, જપ,તપ, ભાગ્ય, સંપદા, ઈષ્ટ દેવતા, વિદેશ યાત્રા, યશ, ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ અધિકારી, શોધ , અનુસંધાન, ખોજ, પ્રતિભા, પ્રજ્ઞા, સદાચાર, નૈતિકતા, ધાર્મિક સંસ્થા, મઠ , મંદિરમાં સેવા, ભવિષ્ય માટે પૂર્વાનુમાન , રાજ્યાભિષેક, આધ્યાત્મિક જ્ઞાન , સંન્યાસ, પિતાનું મૃત્યું,  પિતા પર આવતી ઘાત, ગુરુ નો વિયોગ,માતાના રોગ, મોટી ઉંમરે થતાં લગ્ન, બીજું લગ્ન, ધર્મત્યાગ, દરિયાઈ મુસાફરી, પરદેશ ગમન, સંચિત કર્મો, પૂર્વ જન્મના પાપ પુણ્ય.
પતિ/ પત્ની ની લેખન ક્ષમતા આ ભાવથી જજ કરી શકાય.
પ્રશ્ન કુંડળી માં ખોવાયેલી વ્યક્તિ કે મુસાફરે પાછા ફરવા કેટલો માર્ગ કાપ્યો છે તે જાણવા.
મેડિકલ એસ્ટ્રોલોજી મુજબ આ ભાવથી નીચેનાં અંગોનો વિચાર કરાય.
નિતંબ, જાંઘ કે સાથળ, આર્ટ્રિયલ સિસ્ટમ, નર્વસ સિસ્ટમનો વિચાર કરાય છે.
મેદનીય જ્યોતિષ પ્રમાણે નવમો ભાવ ન્યાયીક સિસ્ટમ દર્શાવે છે. જેમકે  કોર્ટ, હાઈકોર્ટ, કાનૂન, વકીલ, જજ, આંતરરાષ્ટ્રીય ન્યાયનો પણ વિચાર કરાય છે. આ ઉપરાંત ધર્મ, નૈતિકતા, રાજદ્વારી બાબતો, વિદેશી મિશન જેવી બાબતો જોવામાં આવે છે.
બધા જ ધર્મોનાં ધર્માલયો, તથા ધર્મગ્રંથો પણ આ ભાવથી જોવાય છે.
લાંબી યાત્રા સંબંધિત સાધનો જેમકે પ્લેન, શીપ, દરિયાઈ મુસાફરી, દરિયાઈ ટ્રાફીક, દરિયાઈ આબોહવા , એક્સપોર્ટ ઈમ્પોર્ટ , ફોરેન એક્સચેન્જ વગેરે.
આ ઉપરાંત યુનાઈટેડ નેશન, વલ્ડ ઓર્ગેનાઈઝેશન, વિદેશી મુદ્રા, રાજદ્વારી બાબતો અને સંબંધો, નેવી, નેવી ને લગતી બાબતો, માનવ અધિકાર પંચ, બંદરોને લગતી બાબતો.
ઉપરાંત પબ્લીસીંગ ઈન્ડસ્ટ્રીઝ, એડવર્ટાઈઝમેન્ટ તથા પબ્લીક રિલેશન જેવી બાબતો જોવામાં આવે છે.
લાંબા અંતરનું વ્યાવસાયિક કોમ્યુનિકેશન તથા તે અંગેનાં સાધનો જેમકે રેડિયો, ટેલિવિઝન વગેરે નો સમાવેશ થાય છે.
આ ભાવ વિષ્ણુ સ્થાન તરીકે ઓળખાય છે.
આ ભાવના કારક ગ્રહો સૂર્ય તથા ગુરુ છે.
આ ભાવમાં રહેલાં સૂર્ય અને ગુરુ ભાવને બગાડતાં નથી. કારકો ભાવ નાશાય નો નિયમ અહી કામ કરતો નથી.
કેતકી મુનશી
૬/૬/૨૦૨૦


Author: daveketaki

Always passionate to learn about new aspects of Astrology.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s