નવમાંશ-૨ Navmansha-2

નવમાંશ કુંડળી -૨
નવમાંશ કુંડળીને મહર્ષિ પારાશરે ઘણું મહત્વ આપ્યું છે. નવમાંશ કુંડળીમાં જો ગ્રહ શુભ રાશિમાં હોય તો શુભ ફળ આપે છે.
જન્મકુંડળીમાં કેન્દ્ર અને ત્રિકોણ ને શુભ ગણવામાં આવ્યાં છે. આ નિયમને લઈએ તો નવમાંશ કુંડળીમાં રહેલો ગ્રહ જન્મકુંડળીમાં મુકીને મુલવીએ તેને ‘ રાશિ તુલ્ય નવમાંશ ‘ કહેવાય.
નવમાંશ નાં ગ્રહો જે રાશિમાં હોય તે ગ્રહ જન્મકુંડળીમાં એ જ રાશિમાં સ્થાપિત કરે છે. અને જે કુંડળી મળે તેને રાશિ તુલ્ય નવમાંશ કહેવાય. આ કુંડળી બીજ કુંડળી પણ કહેવાય છે.
ઉદાહરણ તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીની કુંડળી લઈએ.
જન્મ તારીખ : ૧૭/૯/૧૯૫૦
જન્મ સમય :. ૧૨ : ૦૯
જન્મ સ્થળ : વડનગર ( ગુજરાત)
આ કુંડળીમાં જન્મકુંડળીમાં લગ્ન ભાવમાં જે રાશિ છે એજ રાશિ નવમાંશ માં પણ છે. માટે લગ્ન વર્ગોતમ બન્યું છે.
સૂર્ય – જન્મકુંડળીમાં ૧૧ માં ભાવે કન્યા રાશિમાં બુધ અને કેતુ સાથે યુતિમાં સ્થિત છે.
સૂર્ય મકર નવમાંશ માં છે. ત્રીજા ભાવે છે માટે સહોદરાંશે છે એમ કહેવાય. બીજું કે એ મકર રાશિમાં છે. મકર ચર રાશિ છે. તો ચરાંશે શબ્દનો ઉપયોગ પણ કરાય છે.
ઉદાહરણ નવમાંશ કુંડળીમાં ચાર ગ્રહો કેન્દ્રમાં છે. એક ગ્રહ ત્રિકોણમાં છે.
ચંદ્ર : જન્મ લગ્ન કુંડળીમાં ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આ ચંદ્ર નવમાંશ કુંડળીમાં લાભ સ્થાનમાં છે માટે ચંદ્ર લાભાંશે છે એમ કહેવાય.
મંગળ : જન્મકુંડળીમાં મંગળ વૃશ્ચિક રાશિમાં છે. નવમાંશ કુંડળીમાં મંગળ ભાગ્ય સ્થાનમાં કર્ક રાશિમાં રહેલો છે. માટે મંગળ ભાગ્યાંશામાં રહેલો છે એમ કહેવાય.
બુધ : જન્મકુંડળીમાં બુધ કન્યા રાશિમાં છે. જે પૃથ્વી તત્વની રાશિ છે. બુધ ૦૦° નો છે.  નવમાંશ મકર રાશિથી શરૂ થાય. માટે બુધ પણ મકર રાશિમાં આવે. સહોદરાંશા માં આવ્યો કહેવાય.
પરંતુ એની સાથે યુતિમાં રહેલો કેતુ ૫° નો હોવાથી નવમાંશ બદલાઈ જતાં કુંભ નવમાંશ માં આવે છે. આ કુંભ રાશિ જન્મકુંડળીમાં ચોથા સ્થાને આવે છે. ચોથા ભાવને સુખસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. માટે કેતુ સુખાંશમાં છે એમ કહેવાય.
ગુરુ નવમાંશ કુંડળીમાં લગ્નમાં હોવાથી લગ્નાંશે, શુક્ર વર્ગોતમ છે, તથા રાહુ નવમાંશ કુંડળીમાં દસમે હોવાથી કર્માંશે એમ કહેવાય.
ઉદાહરણ કુંડળીની એક ખાસિયત છે કે, જન્મકુંડળીનો કોઈ પણ ગ્રહ નવમાંશમાં ૬, ૮ કે ૧૨ સ્થાને એટલે કે દુઃસ્થાને ગયેલો નથી.
નવમાંશ કુંડળીમાં જન્મકુંડળીની ૬,૮,૧૨ રાશિમાં રહેલો ગ્રહ જીવનમાં મુશ્કેલી અને દુઃખનું કારણ બને છે.
કુંડળીમાં કોઈ પણ ગ્રહ જન્મકુંડળીમાં  આઠમાં સ્થાને રહેલી રાશિમાં નવમાંશ કુંડળીમાં ગયો હોય તો આ ગ્રહને નિધનાંશા ગ્રહ છે એમ કહે છે. અથવા રંધ્રાશા કહે છે. આ નવમાંશ માં રહેલાં ગ્રહ અશુભ ગોચરમાં અને દશામાં અશુભ ફળ આપે છે.

જેવી રીતે રાશિ તુલ્ય નવમાંશ જોવાય છે એજ પ્રમાણે નવમાંશ તુલ્ય રાશિ જોવાય છે.
મહત્વની વાત એ છે કે, જ્યારે નવમાંશ તુલ્ય રાશિ કાઢીએ ત્યારે ત્રણ રાશિ મીસીંગ થાય છે. આપણી પાસે જન્મકુંડળીમાં ૧૨ રાશિ અને નવ નવમાંશ છે.

જળ તત્વ ની રાશિમાં ગ્રહ હોય તો કર્ક નવમાંશ થી નવમાંશ ની ગણતરી થાય છે. માટે પાછલી ત્રણ રાશિ મેષ, વૃષભ અને મિથુન મીસીંગ હોય છે.

વાયુ તત્વ ની રાશિમાં તુલા નવમાંશને પ્રથમ નવમાંશ ગણી ચાલીએ છીએ . વાયુ તત્વની રાશિ માટે નવમાંશ તુલ્ય રાશિ જોવા જઈએ તો ત્રણ રાશિ કર્ક, સિંહ, કન્યા રાશિ મીસીંગ હોય છે.

પૃથ્વી તત્વની રાશિમાં મકર રાશિથી પહેલાં નવમાંશ ની ગણતરી કરીએ છીએ. માટે તુલા, વૃશ્ચિક, ધન રાશિ મીસીંગ હોય છે.

અગ્નિ તત્વની રાશિ માટે મેષ નવમાંશ થી નવમાંશ સ્ટાર્ટ કરાય છે. એ પરિસ્થિતિમાં  મકર, કુંભ,મીન રાશિ મીસીંગ મળે છે.
દા.ત મેષ રાશિમાં રહેલો ગ્રહ સૂર્ય છે. સૂર્ય ૨૩°૨૦’ થી ૨૬°૪૦ કળાની વચ્ચે છે. એટલે કે આઠમાં નવમાંશ વૃશ્ચિક નવમાંશમાં આવે છે.
જ્યારે નવમાંશ તુલ્ય રાશિ કાઢવામાં આવે ત્યારે વૃશ્ચિક રાશિ જળતત્વની રાશિ છે. એનું નવમાંશ કર્ક રાશિથી કરતાં મેષ રાશિ ઉપલબ્ધ થતી નથી. માટે સૂર્ય ની નવમાંશ તુલ્ય રાશિ મળતી નથી.
આ કારણ થી સૂર્ય નું ગોચર આ જાતકને એનાં કારકત્વ મુજબ ફળ આપવામાં ઉણું ઉતરે છે.
ગ્રહ ને નવમાંશ તુલ્ય રાશિ હોય પણ રાશિ તુલ્ય નવમાંશ ના હોય તો એ ગ્રહ પરથી ગોચર થતો ગ્રહ એનાં કારકત્વ પ્રમાણે ફળ આપતો નથી.

મેષ રાશિમાં કુલ નવ નવમાંશ હોય છે. મેષથી ધન સુધીનાં.
હવે ઉલટું ગણીએ તો , મેષ રાશિમાં મેષ નવમાંશ હોય. વૃષભ રાશિ માં મેષ નવમાંશ હોય મિથુન રાશિમાં મેષ નવમાંશ હોય. પરંતુ કર્ક રાશિમાં મેષ નવમાંશ હોતું નથી. આગળ જતાં સિંહ, કન્યા તુલા રાશિમાં મેષ નવમાંશ હોય પરંતુ વૃશ્ચિક રાશિમાં મેષ નવમાંશ હોતું નથી. ધન રાશિમાં મેષ નવમાંશ જોવાં મળે છે.
આમ કુલ છ રાશિ છે જેમા બંને વિપરીત બની શકે રાશિ તુલ્ય નવમાંશ અને નવમાંશ તુલ્ય રાશિ મળે.
નવમાંશ તુલ્ય રાશિનું મહત્વ ઘણું બતાવ્યું છે.
જ્યારે પણ ગોચરમાં શનિ જેવા અશુભ ગ્રહનું ગોચર ચંદ્ર ની નવમાંશ તુલ્ય રાશિ પરથી થતું હોય અથવા જન્મ કુંડળીનાં ચંદ્ર પરથી થતું હોય ત્યારે જાતક માનસિક પરેશાન રહે.
સિધ્ધાંત એ છે કે ગ્રહ નવમાંશ તુલ્ય રાશિ માં હોય અને શનિ ત્યાંથી પસાર થાય.
એ જ રીતે નવમાંશ તુલ્ય રાશિ કોઈ બીજા ગ્રહની સ્થિતિમાં પણ એટલું જ મહત્વ ધરાવે છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીની જન્મકુંડળીમાં ગુરુ કુંભ રાશિમાં અને વૃશ્ચિક નવમાંશ છે.
ગુરુ જ્યારે વૃશ્ચિક રાશિમાં ગોચર કરે અને એ કુંભ નવમાંશમાં આવે ત્યારે આશ્ચર્યજનક ફળ આપે છે.
આ રીતે નવમાંશમાં ગોચર જોવાની રીતને ગ્રહોની સામસામી સ્થિતિ પણ કહેવાય છે. જે મહત્ત્વની રીત છે.
કેતકી મુનશી
૮/૬/૨૦૨૦

Author: daveketaki

Always passionate to learn about new aspects of Astrology.

One thought on “નવમાંશ-૨ Navmansha-2”

  1. નવમાસની માહિતી સુંદર રીતે રજૂ કરી છે ખુબ ખુબ આભાર હવે શું કરવાનું.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s