યોગ
સંસ્કૃત શબ્દ છે યોગ એટલે જોડાવું. પતંજલિ યોગ સુત્રમાં આવતો યોગ શબ્દ જેનો સામાન્ય રીતે વિવિધ આસનો કરીએ એ માનીએ છીએ. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર યોગ એટલે ગ્રહો વચ્ચેનું એવું જોડાણ જેનાં થકી કુંડળીનું ફળાદેશ બદલાઈ જાય. કુંડળીમાં કેટલાંક ચોક્કસ યોગો વ્યક્તિની જીંદગી બદલી નાખવા માટે શક્તિમાન હોય છે.
જ્યોતિષ માં હજારથી પણ વધુ યોગો હોય છે. પારાશર મુનીએ પ્રકરણ ૩૨,૩૩ ,૩૪ વિવિધ યોગો પર જણાવ્યું છે. યોગો શુભ ફળદાયી અને અશુભફળદાયી પણ હોય છે. જે અશુભ ફળ આપે એને અરિષ્ટ યોગ કહે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં શરૂઆતનાં અભ્યાસુઓ માટે યોગ કુંડળીમાં સરળતાથી કેવીરીતે શોધાય એ આજે જોઈશું.
યોગો મેઈન બે રીતે બનેલા હોય છે.
૧) ભાવને અનુલક્ષીને
૨) બે કે તેથી વધુ ગ્રહોનાં સંબધ થી.
ભાવને અનુલક્ષીને બનેલા યોગોમાં પણ ગ્રહોનો ફાળો તો હોય જ છે. પરંતુ સમજવું સરળ બને માટે ભાગ પાડીએ.
૧) ભાવને અનુલક્ષીને બનતા યોગમાં પ્રથમ ભાવ જેને લગ્ન ભાવ કહીએ છીએ તેનાથી બનતા યોગો જેમ કે અધિ યોગ ,અમલ યોગ.
૨) કેન્દ્રાધિપતિ અને ત્રિકોણાધિપતિનો સંબંધ કેન્દ્ર કે ત્રિકોણ ભાવમાં હોય તો ધનયોગ કહે છે. ગયા બે
૩) ધર્માધિપતિ કર્માધિપતિ નો સંબંધ રાજયોગ બનાવે છે. જેમાં નવમેશ અને દશમેશની યુતિ સંબધ હોય અને નવમ કે દસમ ભાવમાં સ્થિત હોય ત્યારે આ યોગ બને છે.
૪) કેટલીક કુંડળીમાં કેન્દ્ર અને ત્રિકોણનો અધિપતિ ગ્રહ એકજ થતો હોય એવા ગ્રહને યોગકારક ગ્રહ કહે છે. આ ગ્રહ તેની દશા અંતર દશા માં શુભ ફળ આપે છે.
વૃષભ અને તુલા લગ્નની કુંડળીમાં શનિ યોગકારક ગ્રહ છે. જ્યારે કર્ક સિંહ લગ્નની કુંડળીમાં મંગળ યોગકારક ગ્રહ છે.
૫) વિપરીત રાજયોગ
કુંડળીમાં ૬,૮,૧૨ માં ભાવને દુ:સ્થાન કે ત્રિક ભાવ કહે છે. આ ભાવના અધિપતિ પરસ્પર ભાવોમાં સ્થિત હોય એને વિપરીત રાજયોગ કહેવાય છે. દાખલા તરીકે છઠ્ઠા ભાવનો અધિપતિ આઠમે કે બારમે કે છઠે હોય એજ રીતે આઠમાં ભાવનો અધિપતિ છઠે બારમે કે આઠમે હોય અને બારમાનો અધિપતિ છઠે આઠમે કે બારમે હોય તો વિપરીત રાજયોગ બને છે.
ચંદ્ર અને સૂર્યથી કેટલાંક યોગો બને છે .
જેમ લગ્ન ભાવથી અધિયોગ બને છે એમ ચંદ્રથી પણ આધિયોગ, અમલ યોગ, સુનફા અનફા દુર્ધરા જેવા યોગો બને છે.
ચંદ્ર નો બીજા ગ્રહ સાથેનાં સંબંધ થી પણ યોગ બનતા હોય છે. જેમકે ચંદ્ર નો ગુરુ સાથેનો કેન્દ્ર સંબંધ થી ગજકેસરી યોગ, ચંદ્ર મંગળ થી લક્ષ્મી યોગ જે શુભ ફળ આપે છે.
ચંદ્ર ગુરુ થી બનતો શકટ યોગ, ચંદ્ર શનિની વિષ યોગ અશુભ ફળ આપે છે. ચંદ્ર જ્યારે એકલો હોય આસપાસનાં ભાવમાં બીજા ગ્રહો ના હોય એને કેન્દ્રુમ યોગ કહે છે જે અશુભ ફળ આપે છે.
હવે સૂર્ય થી બનતા યોગો જોઈશું.
સૂર્ય થતાં યોગમાં વેશી યોગ, વશી યોગ, ઉભયાચારી યોગ, સૂર્ય બુધની યુતિ સંબંધ ને બુધાદિત્ય યોગ કહે છે. સૂર્ય ગુરુ ના યુતિ સંબંધને રાજરાજેશ્વરી યોગ કહે છે શુભ યોગો છે.
આ ઉપરાંત પાંચ બાકીનાં ગ્રહો જેવાકે મંગળ, બુધ, ગુરુ, શુક્ર શનિથી થતા યોગો જેને પંચમહાભૂતમાં યોગ કહે છે જે ખુબ પ્રચલિત છે. ગ્રહ પોતાની સ્વરાશિ કે ઉચ્ચ રાશિમાં હોય અને એ રાશિ કેન્દ્ર માં સ્થિત હોય ત્યારે આવા યોગ બને છે. જેમકે
મંગળથી રૂચક યોગ
બુધથી ભદ્ર યોગ
ગુરુ થી હંસ યોગ
શુક્થી માલવ્ય યોગ
શનિથી શશ યોગ
કુંડળી જોવા બેસીએ ત્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન પણ જોવું જોઈએ. જેને પરિવર્તન યોગ કહે છે. આવી જ રીતે નક્ષત્ર પરિવર્તન યોગ પણ હોય છે. જેમાં ગ્રહ સ્વરાશિ નો હોય એ રીતે ફળ આપે છે. દાખલા તરીકે મેષ રાશિમાં શનિ હોય અને મકર રાશિમાં મંગળ હોય જેને પરિવર્તન યોગ કહે છે.
હવે વાત કરીશું નીચે ભંગ રાજયોગની.
આ યોગમાં કોઈ એક ગ્રહ નીચની રાશિમાં રહેલો છે. એની સાથે જો એ રાશિનો અધિપતિ રહેલો હોય કે દ્રષ્ટિ કરતો હોય કે એ રાશિમાં ઉચ્ચત્વ પામતો ગ્રહ સાથે હોય તો નીચભંગ રાજયોગ બને છે.
આપણે જોઈએ છીએ કે ઘણી કુંડળીમાં શુભયોગો જોવા મળે છે પણ શુભ ફળ આપતા જોવા મળતા નથી. પરાશર મુનિ કહે છે કે લગ્ન અને ચંદ્ર જો મજબૂત બનેલાં હોય તો જ યોગો ફળ આપે છે. બીજું કે યોગો એની દશા કે ખાસ કરીને અંતરદશામાં ફળ આપતા જોવા મળે છે.
ત્રીજુ અને અગત્યનું એ જોવું જરૂરી છે કે, ગ્રહો કંઈ રાશિમાં છે, એ રાશિ કુંડળીમાં કયા ભાવમાં છે અને ગ્રહનું બળાબળ પણ જોવું અગત્યનું છે.
આ તમામ બાબતોને સારા જ્યોતિષે ધ્યાનમાં રાખીને યોગ માટે ફળાદેશ કરવું જોઈએ.
ધન્યવાદ