કાનનાં રોગ : મેડિકલ એસ્ટ્રોલોજી અનુસાર
આપણે બે કાન ધરાવીએ છીએ. ડાબો અને જમણો કાન. કાન મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. બાહ્ય કાન, મધ્ય આંતરિક કાન.
બાહ્ય કાન બીજા ભાવ અને બારમા ભાવથી જોવાય છે. બાહ્ય કાન બધા પ્રાણીઓ માં જોવા મળે.
મધ્ય કાનમાં હવા ભરેલી ચેમ્બર હોય છે.મધ્ય કાનમાં ત્રણ નાના હાડકા હોય છે. જે શરીરમાં રહેલાં સૌથી નાના હાડકા છે. જે હવામાંના અવાજનાં તરંગોને પ્રવાહી ભરેલા Cochlea દ્વારા આંતરિક કાન સુધી પહોંચાડે છે.
આ હાડકામાં તકલીફ હોય તો સાંભળવાનું ઓછું થઈ જાય છે. આ ઉપરાંત પ્રવાહીનું સુકાઈ જવું પણ સાંભળવાની પ્રક્રિયા બંધ કરી દે છે.
મધ્ય કાન નાક અને ગળા સાથે જોડાયેલો હોય છે. માટે ગળામાં ઇન્ફેક્શન હોય તો કાન સુધી ઇન્ફેક્શન પહોંચતું હોય છે.
આંતરિક કાન: આ ભાગમાં નાની નાની જગ્યાઓ હોય છે. જેમાં ત્રણ ચેનલો (નળીઓ) હોય છે. જે પ્રવાહીથી ભરેલી હોય છે. Cochlea જે સાંભળવા માટેનું આવશ્યક અંગ છે. જે ગુચળાકારે છે. અને સાંભળવાની ચેતાઓ સાથે જોડાયેલ હોય છે. અહીં આખીયે પ્રક્રિયા દરમિયાન અવાજનાં તરંગો નું ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગોમાં રૂપાંતરણ થાય છે . આ તરંગો
ચેતાઓ દ્વારા મગજ સુધી પહોંચે છે. આ ચેતાઓમાં કે ચેતા સુધી તરંગો પહોંચવામાં જે વિભાગમાં તકલીફ થાય, કે ઇન્ફેક્શન થાય તેને કારણે કાનનાં રોગ થાય અને અંતે સાંભળવામાં તકલીફ પડે છે. કેટલાક કાનનાં પ્રોબ્લેમ થી શરીરનું ઈમ્બેલન્સ થવું , ચક્કર આવવા વગેરે પ્રોબ્લેમ પણ ઉભા થતા જોવા મળે છે.
કાળપુરુષની કુંડળી અનુસાર ત્રીજો ભાવ કાન નો ભાગ દર્શાવે છે. વધુ ડિટેલ જોઈએ તો ત્રીજો ભાવ જમણો અને અગિયારમાં ભાવથી ડાબા કાનનો વિચાર કરાય.
ત્રીજા ભાવે આવતી મિથુન રાશિ , અધિપતિ બુધને વિચારણામાં લેવો આવશ્યક બને છે.
બુધ વાયુ તત્વનો ગ્રહ છે. કોમ્યુનિકેશન નો કારક છે.
માટે સાંભળવા માટે બુધ , બુધની રાશિઓ, ખાસ કરીને મિથુન રાશિ અને ત્રીજો ભાવ જોવા જોઈએ.
આ ઉપરાંત ગુરુ સાંભળવાનો મેઈન કારક ગ્રહ ગણાય છે. ગુરુ આકાશ તત્વનો ગ્રહ છે. ગુરુ બીજા ભાવ તથા સાંભળવાનો બંને નો કારક છે.બોબડાપણું અને બહેરાપણું ગુરુને જવાબદાર છે.
નક્ષત્ર : પુનર્વસુ, મૃગશીર્ષ,પુષ્ય. આ નક્ષત્ર પર અશુભ ગ્રહની અસર હોય તો કાન ખરાબ થાય છે.
ત્રીજા, અગિયારમાં ભાવમાં અશુભ ગ્રહ હોય , બુધ ,ગુરૂ કે મિથુન રાશિ છઠા કે આઠમાં ભાવમાં અધિપતિથી અશુભ થયેલી હોય , શનિ, મંગળ રાહુ કેતુ જેવા ગ્રહોથી અશુભ થયેલ હોય તો કાનનાં રોગ થાય.
વાયુ તત્વની રાશિ જેવી કે, મિથુન ,તુલા, કુંભ રાશિ અશુભ થયેલી હોય કે અશુભ બને ત્યારે કાનનાં રોગ થાય છે.
શનિ બેહરાપણા નો કારક ગ્રહ છે. મંગળ ત્રીજા ભાવનો કારક છે. અશુભ થયેલો મંગળ ત્રીજે હોય કે ત્રીજા ભાવને અશુભ કરે તો કાનમાં ગાંઠ થવાની સંભાવના રહે છે. રાહુ આંતરિક કાનમાં પ્રોબ્લેમ આપે અને એનું ડાયગ્નોસીસ કરવું મુશ્કેલ બની જાય એવી શક્યતા આપે છે. ક્યારેક આ રાહુ કાનમાં ચેપને કારણે રસી થવા માટે પણ જવાબદાર બને છે.
ભાવાત હાલનાં નિયમ મુજબ ત્રીજાથી ત્રીજો ભાવ એટલે કે, પાંચમો ભાવ અને નવમ ભાવને પણ કાનનાં રોગ માટે ધ્યાનમાં લેવો જોઈએ.
કાનનાં રોગ માટે કેટલાક જ્યોતિષીય કોમ્બિનેશન :
૧) ૩,૫,૯,૧૧ મેં ભાવે અશુભ ગ્રહો હોય અને શુભ ગ્રહની દૃષ્ટિ ન હોય તો.
૨) બુધ કુંડળીમાં શનિથી ૬,૮,૧૨ મેં સ્થાને હોય.
૩) ૩,૪,૬ ભાવનાં અધિપતિ કુંભ રાશિમાં હોય.
૪) છઠ્ઠા ભાવનો અધિપતિ અને બુધ બંને છઠ્ઠે હોય સાથે શનિથી દ્રષ્ટ હોય.
૫) બુધ અને અષ્ઠમેશ સાથે ચોથા ભાવે હોય, શનિ લગ્નમાં હોય ત્યારે આંતરિક કાનની તકલીફ હોય.
૬) ચંદ્ર અને બુધ ત્રીજે કે અગિયારમેં મંગળ અથવા શનિ સાથે હોય તો સાંભળવામાં તકલીફ હોય છે. જો શુભ ગ્રહની દૃષ્ટિ હોય તો તકલીફ ઓછી હોવાની સંભાવના રહે છે.
૭) બુધ ચંદ્ર ત્રીજે અગિયારમે હોય અને મિથુન કે કન્યા રાશિમાં હોય તો કાનમાંથી ડિસ્ચાર્જ ( રસી) નીકળતો હોય પણ દુખાવો ન પણ હોય.
મેષ કે વૃશ્ચિક રાશિમાં હોય તો રસી દુખાવા સાથે નીકળતી હોય.
૮) ચંદ્ર +બુધ +મંગળ ત્રીજે અગિયારમે રાહુ કેતુની એક્સીસમાં હોય તો. અથવા કેતુ સાતમે હોય તો સર્જરી જરૂરી બને છે.
૯) મંગળ ઈન્ફ્લીમેશનનો કારક છે. મંગળ -ચંદ્ર ૩,૧૧,૫,૯,૬,૧૨ માં ભાવે હોય તો .
૧૦) મંગળ શનિ ૩,૧૧ માં ભાવે હોય મિથુન/કન્યા રાશિમાં હોય તો મિડલ કાનમાં તકલીફ હોય. લગ્નથી અને ચંદ્રથી પણ આ કોમ્બિનેશન જોઈ શકાય.
૧૧) છઠા કે આઠમાનો અધિપતિ મંગળ થતો હોય , એની સાથે સૂર્ય હોય એ બંને ૩, ૯,૧૧,૬,૧૨ માં ભાવે હોય અને કોઈપણ શુભ ગ્રહની દૃષ્ટિ ન હોય.
૧૨) ત્રીજે શનિ ગુલિકા સાથે હોય તો નર્વસ ટ્રબલ આપે છે.
૧૩) બુધ-સૂર્ય અંશાત્મક યુતિમાં હોય, અને મંગળ કે શનિ તેનાથી સાતમે હોય તો ઈન્ટરનલ કાનની સર્જરી થાય.
સૂર્ય અહી અગત્યનો ભાગ ભજવે છે. ઈન્ટરનલ હાડકાં રિલેટેડ પ્રોબ્લેમ માટે સૂર્ય જોવાય.

કાનનાં રોગની વ્યક્તિની કુંડળીનું વિશ્લેષણ:
ઉપરોકત વૃષભ લગ્નની કુંડળીમાં લગ્નેશ શુક્ર છઠા ભાવે રહેલો છે. લગ્નેશ સાથે માંદી છે. જેને કારણે લગ્નેશ નબળો બન્યો છે.
૧) ત્રીજા ભાવે આવેલી કર્ક રાશિમાં મંગળ અને રાહુ છે.
મંગળ તથા રાહુ પુષ્ય નક્ષત્રમાં છે. મંગળ બારમે રહેલી મેષ રાશિ તથા સાતમે રહેલી વૃશ્ચિક રાશિનો અધિપતિ થઈ ને ત્રીજે કર્ક રાશિમાં નીચની રાશિમાં રાહુ સાથે રહેલો છે. નવમા ભાવે ચંદ્ર સાથે કેતુ અંશાત્મક યુતિ બનાવે છે. સાથે સાથે ચંદ્ર અને મંગળ પણ અંશાત્મક રીતે સરખા અંશો ધરાવે છે.
આ જાતકને કાનમાં સર્જરી ડોક્ટરે સજેસ્ટ કરી હતી. પરંતુ સર્જરી પછી કાનમાં સંભાળાતુ સંપૂર્ણ બંધ થયું
૨) ત્રીજા ભાવનો અધિપતિ ચંદ્ર નવમા ભાવે રહેલો છે. ચંદ્ર શ્રવણ નક્ષત્ર નો છે. શ્રવણ નક્ષત્ર સાંભળવાનું નક્ષત્ર છે. ચંદ્ર સાથે રહેલા કેતુએ તૃતિએશ ચંદ્ર ને અશુભ બનાવી સાંભળવાની પ્રક્રિયા માં વિક્ષેપ આપ્યો છે. કેતુ સર્જરીનો કારક બન્યો . સર્જરી પછી એ કાને સાંભળવાનું સંપૂર્ણ બંધ થયું.
૨) ભાવાત ભાવના નિયમથી જોઈએ તો ત્રીજાથી ત્રીજો પાંચમો ભાવ આવે છે. જ્યાં કાળ પુરુષ ની કુંડળી મુજબ રોગ અને શત્રુની રાશિ કન્યા છે. બુધની મૂળત્રિકોણ રાશિ છે. બુધ સાથે શનિ તથા ગુરુ રહેલા છે. બુધ શનિ ગુરુની અંશાત્મક યુતિ પણ છે.
બુધ સાથે અષ્ઠમેશ ગુરુની યુતિ છે. અષ્ઠમેશ ગુરુ વારસાગત રોગ તથા ક્રોનિક રોગ માટે કારણભૂત બન્યો જ્યારે શનિએ લાંબાગાળાનો રોગ આપ્યો.
શનિએ સાંભળવાની શક્તિ પર અડચણ આપી. શનિ અહીં દસમેશ થઈ પોતાના સ્થાનથી આઠમે રહેલો છે. જે પણ રોગનું કારણ બન્યો છે.
શનિએ આંતરિક કાનમાં આવેલાં પ્રવાહીને સુકવી થઈ ને ચેતાઓ (બુધ) સુધી તરંગો પહોંચવામાં અડચણ ઉભી કરી બહેરાશ આપી છે.
મંગળ કેતુ વાઢકાપનું નિર્દેશન કરે છે. ગુરુની દશામાં શનિની અંતરદશામાં ઓપરેશન કરાવ્યું પરંતુ નિષ્ફળ ગયું . ત્રીજે મંગળ સાથે રહેલા રાહુને કારણે યાંત્રિક સંસાધનનો એટલે કે મશિનનો ઉપયોગ કરવો પડે છે.
આ ઉપરાંત વર્ગચાર્ટ ડી૬, ડી૩૦ થી પણ કાનની તકલીફ નિર્દેશ કરે છે.
કેપી એસ્ટ્રોલોજી મુજબ બીજા અને ત્રીજા ભાવમાં કસ્પ લોર્ડ વચ્ચે કનેક્શન હોય, મેલીફીકસ હોય તો, મ્યુટ રાશિ હોય, ૬,૮,૧૨ મો ભાવ સાથે સંકળાયેલા હોય તો જાતક બહેરું મુંગુ હોય.