હમણાં કોરોનાએ ભરડો લીધો છે. આ વાયરસની નવી સ્ટ્રેઈન ને કારણે ફૂગ થકી થતો રોગ થતો જોવા મળ્યો છે. આ ફૂગનો રંગ કાળો હોય છે. આ ફૂગ માટી, વનસ્પતિ, તથા ખરાબ થયેલા ફળો પર વધુ જોવા મળે છે. હવામાં પણ એનાં કણો હોવાને કારણે હેલ્થી માણસનાં નાકમાં પણ ક્યારેક મળે છે. ભેજવાળુ વાતાવરણ તેને અનુકૂળ હોય છે. કોવિડનું ઇન્ફેક્શન લાગ્યું હોય, હોસ્પિટલમાં ઓક્સિજન લેવો પડ્યો હોય જેને કારણે નાકમાં સતત ભેજ રહ્યો હોય તથા વધુ સ્ટિરોઇડ આપ્યા હોય એવા લોકોની ચેપ અવરોધક શક્તિ (ઈમ્યુનીટી) ઓછી થતી હોય છે. તેવાં પેશન્ટમાં આ ફૂગનાં લક્ષણો જણાયા છે.
ડોક્ટરોનાં કહેવા મુજબ આવા કેસો સામાન્ય સંજોગોમાં દેખાતા હોતા નથી. કેટલીક વાર દસકામાં બે-ત્રણ કેસ જોવા મળતાં હોય છે.
કોવિડ ઇન્ફેક્શન હોય અને ડાયાબિટીસનાં દર્દી હોવ તો આ રોગની શક્યતા વધી જાય છે.
લક્ષણો: આ રોગમાં કાળા ચાઠાં પડે છે. જ્યાં સોજો આવે છે.
સાઈનસ થાય છે. એટલે કે નાક બંધાઈ જવું જેવું પ્રથમ લક્ષણ લાગે છે. નાકમાંથી કાળો પડેલું લોહીનો ગંઠાઈ ગયેલ ક્લોટ આવે છે.
ચહેરાની એક બાજુ દુખાવો થાય છે. જેમાં નાક, ગાલનો ભાગ દુખે છે. થોડું સેન્શેસન ઓછું થતું જણાય છે. સોજો દેખાય છે.
ત્યારબાદ કાળાશ બહારની બાજુ એક બાજુ થી નાક પર બીજી બાજુ નાક પર દેખાય છે.એક પુલ જેવું દેખાય છે.
દાંત દુઃખવા લાગે છે. આંખે ધૂંધળું દેખાય, ડબલ વિઝન આવે. ચાઠાં દેખાય. લોહી જામી ગયું હોય એવાં ચાઠાં પડે છે. આ ઇન્ફેક્શન મગજ સુધી પહોચી શકે છે. આંખ કાઢવાની નોબત પણ આવે છે.
અત્યારે ભારતમાં ધૂળની ડમરી ઉડવાનું પ્રમાણ વધું જોવાં મળે છે. ઉપરાંત વધું કામનાં ભારણને લીધે ઓક્સિજન સિલીન્ડર વાપરતી વખતે વપરાતુ પાણી લાંબા સમય સુધી બદલાયું ન હોય એવાં કારણો પણ જવાબદાર બન્યાં છે.
આવું હાલનાં સંજોગોમાં શાં માટે થયું એનાં જ્યોતિષિય કારણોનો વિચાર કરીએ.
પ્રથમ કેસ ક્યારે આવ્યો હશે એની જાણ નથી. પરંતુ ૯/૫/૨૦૨૧ ના રોજ આ કેસની ચર્ચા સપાટી પર આવી. આ પહેલાં ૧૮/૧૨/૨૦૨૦ કોવિડની પ્રથમ વેવ
સમયે પણ કેસ નોંધાયા હતાં. પરંતુ હાલમાં કેસ વધું અને ભયજનક વધું જોવાં મળ્યાં એનાં જ્યોતિષિય કારણો જોઈએ.
કાળપુરુષની કુંડળીમાં બીજો ભાવે વૃષભ રાશિ આવે.
વૃષભ રાશિ પૃથ્વી તત્વની રાશિ છે. જેનો અધિપતિ શુક્ર છે. જે દ્રષ્ટિનો કારક છે. વૃષભ રાશિમાં ત્રણ નક્ષત્ર છે. કૃતિકા- સૂર્ય અધિપતિ છે. રોહિણી – ચંદ્ર અધિપતિ છે. મૃગશીર્ષ- મંગળ અધિપતિ છે. શુક્ર કફનો કારક છે.
બીજા ભાવે આવતાં શરીરનાં અંગો જોઈએ તો તે, નાક, જડબાનાં હાડકાં , હોઠ, મોઢું, મોઢાનો આંતરિક ભાગ,જમણી આંખ ( સૂર્ય ચંદ્ર આંખો છે. ) ગળાનો ભાગ, સ્વરપેટી છે. વૃષભ રાશિ આ અંગો પર પ્રભૂત્વ ધરાવે છે.
આ આંખોમાં દ્રષ્ટિનો કારક શુક્ર પોતે છે. નાકનો કારક બુધ છે.
ગોચરમાં વૃષભ રાશિમાં અત્યારે રાહુ ગોચર કરી રહ્યો છે. રાહુને કારણે વૃષભ રાશિ અશુભત્વની ભોગ થી છે. આ રાહુ રોહિણી નક્ષત્ર માં છે. જે ચંદ્રનું નક્ષત્ર છે. ચંદ્ર કફજ પ્રકૃતિ નું છે, આંખ પણ છે. તા ૨/૫/૨૦૨૧ પછી નાકનો કારક બુધ વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે. બુધ એ વાયુ તત્વનો ગ્રહ છે. બુધ ચામડીનો કારક પણ છે. અહીં બુધ રાહુ સાથે આવીને અશુભ બને છે. જેમ જેમ બુધ રાહુની નજીક (દીપ્તાંશમાં) આવતો ગયો તેમ આ કેસ વધતાં જોવાં મળ્યાં. ત્યારબાદ શુક્ર પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે. આમ રાહુ વડે શુક્ર, બુધ અને વૃષભ રાશિ પર પર ખરાબ અસર થાય છે.
સાથે જોઈએ તો શનિ અને રાહુ લગભગ સરખાં અંશના એકબીજાથી ત્રિકોણમાં રહેલાં છે. શનિ પણ ચંદ્રનાં શ્રવણ નક્ષત્રમાં છે. શ્રવણ નક્ષત્રમાં રહેલો શનિ ધીમું પરિણામ આપે પણ વધુ નુકશાન પહોંચાડી રહ્યું છે.
આ ઉપરાંત આજે જ્યારે લખું છું ત્યારે સૂર્ય પણ પોતાની ઉચ્ચની રાશિ છોડી રાહુ સાથે વૃષભ રાશિમાં આવી પહોંચ્યો છે. જે વધું અશુભ અસરો આપે એમ જણાય છે. પૃથ્વી તત્વની ત્રણે રાશિઓ રાહુ, શનિની અશુભત્વની અસર હેઠળ આવી ગઈ છે.
આ રોગની દવાની અછત પણ સર્જાઈ રહી છે. આ આખીય પરિસ્થિતિમાં મંગળ નો રોલ પણ ઘણો છે. મંગળ પણ રાહુનાં આર્દ્રા નક્ષત્રમાં , પોતાની શત્રુ રાશિમાં , કેતુ સાથે ષડાષ્ટકમાં રહેલો છે. મંગળ પણ રાહુ, શનિનાં અંશ જેટલો જ લગભગ થયો છે. મંગળની શનિ પર આઠમી દ્રષ્ટિ પણ તકલીફ દર્શાવે છે.
અત્યારનાં સમયમાં આપણાં દેશ સિવાય દુનિયામાં પણ જમીની વિવાદો ,સરહદ પર યુધ્ધની પરિસ્થિતિ, ખાતરનાં ભાવમાં વધારો, અનાજનાં ભાવમાં વધારો, ખેત પેદાશોમાં ઘટાડો વગેરે જોવા મળશે અને મળે છે. ચોપગા પ્રાણીઓ માં પણ રોગચાળો થવાની સંભાવના નકારી શકાય નહીં.