કોરોના : એક અભ્યાસ
સામાન્ય રીતે જોઈએ તો આપણાં દેશમાં ઋતુ બદલાય એનાં ચાર સંધિકાળ જોવા મળે છે. આ ચાર સંધીકાળ દરમ્યાન આપણી ચાર નવરાત્રિ આવે છે.
આ સંધીકાળ દરમ્યાન શરદી, ઉધરસ, કફ થવો કે હોળીની આસપાસ બાળકોમાં ઓરી,અછબડાં જેવાં વાયરસથી થતાં રોગો પણ જોવાં મળે છે. આજનાં સમયમાં બાળકોમાં ઓરી અછબડાં વાયરસથી ફેલાતાં રોગોનું થવાનું પ્રમાણ ઘટ્યું છે અને જો થાય તો, તેની તિવ્રતા ઓછી થતી હોય એમ દેખાય છે. જેનું કારણ રસી એટલે કે, વેક્સિન છે.
કોરોના પણ વાયરસથી થતો રોગ છે. શરદી ઉધરસ જેવાં સામાન્ય લક્ષણોમાંથી એકદમ એગ્રેસીવ થઈ વ્યક્તિનું મૃત્યુ પણ કરી શકે એવી તિવ્રતા આપણે સહુએ અનુભવી.
એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો, મોટા ભાગે કોરોના ઇન્ફેક્શન લાગ્યું હોય એવી વ્યક્તિની કુંડળીમાં દશા લેવલે મહાદશા ,અંતર દશા કે પ્રત્યંતર દશા લેવલે રાહુની અસર જોવા મળી છે. ગોચર તો જોવું જ પડે.
થોડી કુંડળી એવી પણ છે, જેમાં દશા લેવલે રાહુનો કોઈ રોલ હોતો નથી. આવી કુંડળીમાં ષષ્ઠેશ અષ્ઠમેશ કે મારકેશની દશાએ ભાગ ભજવ્યો છે. સાથે સાથે ગોચરે.
જન્મનાં ગ્રહો વધુ અશુભ થયા હોય તો આ રોગે બીજા અંગો ને પણ હાની પહોંચાડી છે.
કેટલીક કુંડળી મારાં મિત્ર કે સંબંધીની છે. કોઈ મેગેઝિનમાંથી લીધેલી છે, તો કોઈ ફેસબુક પરથી લીધેલી છે. આ ફક્ત અભ્યાસ હેતુથી ભેગી કરી છે. કોઈની કુંડળીની ડિટેલ લખી નથી.
આ જાતકને ૫/૪/૨૦૨૧ની આસપાસ કોરોના થયો હતો. જ્યારે જાતકની પત્નીનો ફોન આવ્યો ત્યારે જીવ કારક ગુરુ રાશિ બદલવાની તૈયારીમાં હતો.
ધન લગ્નની કુંડળીમાં મકર રાશિમાં ચંદ્ર ગુરુ ની યુતિ છે. કોવિડ ડીટેક્ટ થયો એ સમયે જાતકની શનિની મહાદશા, અંતરદશા બુધની અને પ્રત્યંતર દશા શુક્ર ની ચાલતી હતી.
શનિ: બીજા ત્રીજા ભાવનો અધિપતિ થઈને સાતમે રહેલી મિથુન રાશિમાં કેતુ સાથે અંશાત્મક યુતિમાં છે. શનિ આ કુંડળીમાં દ્વિતિયેશ મારકેશ છે.
બીજો ભાવ નાક, ગળાનો થયો. ત્રીજો ભાવ શ્વસન તંત્ર નો છે.
ગોચરમાં આ શનિ બીજા ભાવ પરથી પસાર થાય, છે. એ સમયે બીજા ભાવે રહેલ ચંદ્રના લગભગ સમાન અંશેથી ગોચર કરે છે.
ચંદ્ર એ જળતત્વનો કફ પ્રકૃતિનો કારક છે. શનિને કારણે ચંદ્ર દુષિત થયો સાથે સાથે બીજા ભાવે આવતાં અંગો નાક ગળું વગેરે અંગોના આંતરિક અંગમાં રહેલ જળતત્વ પણ દુષિત થયું.
શનિ જન્મ લગ્ન કુંડળીનાં શનિથી ષડાષ્ટકમાં ગોચર કરે છે. ઉપરાંત ગોચરનો શનિ જન્મલગ્ન કુંડળીમાં આઠમાં ભાવે રહેલ કર્ક રાશિ અને તેમાં રહેલા સૂર્ય અને બુધ પર દ્રષ્ટિ કરે છે.
સૂર્ય જીવનશક્તિ વાઈટાલીટીનો કારક છે. બુધ વાયુ તત્વનો કારક, બુધ કાળપુરુષની કુંડળીમાં ત્રીજા ભાવે આવતી મિથુન રાશિ નો સ્વામી હોવાથી ત્રીજા ભાવે આવતાં અંગો પર પ્રભૂત્વ ધરાવે છે. જે શ્વસનતંત્ર પર પ્રભૂત્વ ધરાવે છે .
શનિ નું ગોચર આ બંને ગ્રહ પર પણ અશુભ દ્રષ્ટિ આપે છે.
નવમાંશ પર ધ્યાન આપીએ તો જ.લ.કુ.નો ચંદ્ર મિથુન નવમાંશ માં છે. જેના પરથી ગોચર નવમાંશ નો શનિરાહુ પસાર થાય છે . આમ નવમાંશમાં પણ ચંદ્ર લાંબા સમય સુધી દુષિત રહ્યો.
જન્મ લગ્ન કુંડળીમાં રહેલો જીવકારક ગુરુ પરથી પણ શનિ નું ગોચર દિપ્તાંશમાંથી થતું હતુ. જ્યારે ગોચરનો ગુરુ રાશિ સંધી પર રહી નિર્બળ બન્યો હતો. જેને કારણે જાતકને ઓક્સિજન માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
અંતરદશા: બુધની અંતરદશા ચાલતી હતી. બુધ જન્મ લગ્ન કુંડળીમાં સપ્તમેશ મારકેશ બન્યો. સપ્તમેશ આઠમે રહેલો છે જેનાં પર ગોચરનાં શનિની દ્રષ્ટિ છે.
સાથે કર્ક રાશિમાં બુધ કંફર્ટેબલ નથી. કારણ મિત્ર નથી.
પ્રત્યંતર દશા: શુક્ર નું પ્રત્યંતર હતું. શુક્ર ધન લગ્નની કુંડળીમાં છઠ્ઠા અને અગિયારમાં ભાવનો અધિપતિ છે. જે રોગ સ્થાનનો સ્વામી થઈને રોગ આપ્યો.
ગોચરમાં પણ છઠે બેઠેલી વૃષભ રાશિ પરથી મંગળ રાહુ પસાર થતાં હતાં. જેને કારણે પણ કોરોનાનાં ઇન્ફેક્શન ને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.
કુંડળી-૨
કુંડળી 2
આ જાતકને ૨૦/૩/૨૦૨૧ ની આસપાસ કોવિડ ડીટેક્ટ થયો. આ સમયે જાતકની શુકની દશા ચાલતી હતી એમાં રાહુની અંતર દશા ચાલતી હતી.
શુક્ર: શુક્ર પાંચમા અને બારમાં ભાવનો અધિપતિ થઈ સાતમા ભાવે બુધ સાથે રહેલો છે.
શુક્ર બારમા ભાવના અધિપતિ તરીકે મારકેશ બન્યો છે.
રાહુ: આગળ જણાવ્યા મુજબ રાહુની મહાદશા કે અંતર દશા ચાલતી હોય એવાં જાતકો કોરોના નાં ભોગ વધુ થયા છે. રાહુ આ કુંડળીમાં બીજે મંગળ સાથે છે. બીજો ભાવ ગળુ, નાક જેવા અંગો દર્શાવે છે.
ગોચર: ગોચરનો શનિ આઠમાં ભાવ પરથી થતો હતો. જે શનિ ,કેતુ અને સૂર્ય પરથી પસાર થતો હતો અને તેની સાતમી દ્રષ્ટિ બીજે રહેલા મંગળ અને રાહુ પર પડતી હતી. ગોચરનો શનિ અને જ.લ.કુ.નાં મંગળ પર અંશાત્મક દ્રષ્ટિ હતી. બારમે ભાવેથી થતાં રાહુ મંગળ નું ગોચર પણ કોવિડનો પ્રોબ્લેમ આપી દીધો.
કુંડળી-૩
કુંડળી ૩:
તુલા લગ્નની કુંડળીમાં કોવિડ સમયે ગુરુની મહાદશા , બુધનું અંતર ચાલતું હતું અને રાહુની પ્રત્યંતર દશા ચાલતી હતી. આ લેડીને પ્રેગ્નન્સી હતી.કોવિડ દરમિયાન લેડીનું નાની ઉંમરે અવસાન થયું.
સામાન્ય રીતે તુલા લગ્નની કુંડળીમાં ગુરુની દશા અશુભ ફળ આપતી જોવા મળે છે. પરંતુ આવું અસામાન્ય ફળ જોવા મળે એ દુઃખદ લાગે.
બુધ: અંતરદશા બુધની હતી. બુધ ભાગ્યેશ ઉપરાંત બારમા ભાવનો અધિપતિ પણ થાય છે. બુધ બારમા નાં અધિપતિ થઈ ને મારકેશનું કામ કર્યુ.
બુધ જ.લ.કુ.માં આઠમાં ભાવે રહેલો છે. બુધ સાથે બાધકેશ સૂર્ય અને ચંદ્ર પણ રહેલા છે. અમાવસ્યા યોગ થયો છે.
પ્રત્યંતર દશા રાહુની છે. રાહુ ત્રીજા ભાવે છે. કાળપુરુષની કુંડળીમાં ત્રીજો ભાવ શ્વસનતંત્રનાં અંગો દર્શાવે છે. જ્યાં રાહુ પોતાની નીચે રાશિમાં છે.
ગોચર: શનિનું ગોચર જન્મનાં શનિ પરથી દીપ્તાંશમાં થતું હતું. જેની અશુભ દ્રષ્ટિ કર્કમાં રહેલાં મંગળ શુક્ર અને ગુરુ પર થયું. અને કર્ક રાશિ જે કાળપુરુષની કુંડળીમાં છાતી ફેફસાં દર્શાવે છે , જળતત્વની રાશિ છે એનાં પર કરે છે.
રાહુનું ગોચર આઠમે રહેલી વૃષભ રાશિ પરથી થતું હતું. જ્યાં જીવનશક્તિનો કારક સૂર્ય અગ્નિ તત્વનો , ચંદ્ર કફ પ્રકૃતિ, તથા બુધ વાયુ પ્રકૃતિ નાં ગ્રહો રહેલા છે. રાહુ સાથે મંગળનાં અશુભ ગોચરને કારણે પણ કોવિડની માત્રા વધારે અસર કરી .
હજુ કેટલાંક પોઈન્ટસ્ મળી શકે એમ છે.