પ્રશ્ન કુંડળી: ચાવી મળશે કે કેમ એવો પ્રશ્ન:

જ્યોતિષ શાસ્ત્રમાં પ્રશ્ન કુંડળીનું આગવું મહત્વ છે. પ્રશ્ન કુંડળી જોવા માટે જે સમયે જાતકનો ફોન આવે અને પ્રશ્ન કરે એ સમયની કુંડળી નીકાળવામાં આવે છે.
જ્યોતિષની વિવિધ શાખાઓ પોતાની રીતે પ્રશ્ન કુંડળી પરથી ઉત્તર મેળવે છે.
જ્યોતિષ એક દૈવીય વિદ્યા છે. કોઈ પણ પધ્ધતિને અનુસરો પણ ઉત્તર સચોટ મળે છે.
આજે એક કુંડળી લઈશું.
પ્રશ્ન તારીખ: ૨૪/૧૨/૨૦૧૮
પ્રશ્ન સમય : ૧૭કલાક ૧૬ મીનીટ ૧૨ સેકન્ડ
પ્રશ્ન સ્થળ : અમદાવાદ.
પ્રશ્ન : વાહનની ચાવી ખોવાઈ છે. મળશે?

એ સમયની કુંડળી જોતાં વૃષભ લગ્નની કુંડળી હતી.
લગ્ન વૃષભ, કાળપુરુષની કુંડળીમાં બીજા ભાવની રાશિ છે. કિંમત ચીજ વસ્તુઓ ની રાશિ. શુક્ર વાહનનો કારક છે.  આ લગ્નેશ શુક્ર છઠે છે. એટલે વસ્તુ ખોવાઈ છે કે મુકીને ભુલી ગયા છે. ગુરુ આ કુંડળીમાં અગિયારમાં ભાવે દ્રષ્ટિ કરે છે માટે વસ્તુ ચોરાઈ નથી , પણ મુકીને ભુલી જવાયું છે.

૫) પ્રશ્ન કુંડળી માં ચંદ્રનું પણ મહત્વ જરાય ઓછું નથી. માટે ચંદ્રને જોઈએ.
ચંદ્ર  રાહુ સાથે ક્લોઝ કંજક્શન બનાવી ને રહેલો છે. જે બતાવે છે કે, જાતકનું મન બરાબર નથી. કોઈ ચિંતા કે તકલીફમાં છે. સાથે રાહુ, ચંદ્ર, મંગળ એક સરખા અંશના છે. રાહુની મંગળ પર દ્રષ્ટિ છે. જે દર્શાવે છે કે, જાતક ચિંતા, ઉતાવળ અને ગુસ્સા વાળા મુડમાં હશે. અને ચાવી મુકાઈ ગઈ હશે.
ચંદ્ર ત્રીજે છે માટે ખબર જરુર મળશે .
૬ ) નવમાંશ જોઈએ તો, કન્યા નવમાંશ હતું . ચંદ્ર વર્ગોતમી હતો. એટલે વૃષભ રાશિ નવમે આવી હતી. માટે ચાવી મળશે એ નિશ્ચિત હતું.
ક્યારે મળે ?
૧) લગ્ન બદલાય ત્યારે મળે અથવા ચંદ્ર રાહુને મળે ત્યારે મળે.
જાતકનો એ જ દિવસે સમય :૧૮-૩૦ ફોન આવ્યો કે , ચાવી જાતક પહેરીને ગયેલ તે પેન્ટના ખિસ્સામાંથી મળી આવેલ છે.

૧) લગ્ન ૨૯° ૭ ‘૫૩” નું હતુ. મોટે ભાગે લગ્ન બદલાઈ જાય ત્યારે ચાવી મળી જાય.
૨) સ્થિર લગ્ન હતુ. માટે ચાવી જ્યાં મુકાઈ ગઈ છે ત્યાં સ્થિર છે.
૩) લગ્નેશ શુક્ર છઠે છે પરંતુ મૂળત્રિકોણ રાશિમાં છે. લગ્નેશ ચર રાશિમાં છે. માટે ચાવી જલ્દી મળી જશે.
૪)  બીજો ભાવ વેલ્યુએબલ વસ્તુનો ભાવ છે. ત્યાં મિથુન રાશિ છે. જેનો અધિપતિ બુધ, ગુરુ સાથે કેન્દ્ર માં રહી ને લગ્નને જોવે છે. પોઝિટિવ સાઈન છે.
ગુરુ અહીં અગિયારમાં , લાભ સ્થાનનો અધિપતિ પણ છે.એપણ કહે છે કે ચાવી મળશે.

કેસ ૨

પ્રશ્ન કુંડળી: તિજોરીની ચાવી ખોવાઈ છે મળશે કે કેમ? પ્રશ્ન.
પ્રશ્ન જ્યોતિષ ઘણું સચોટ હોય છે. પ્રશ્ન કર્તાની શ્રધ્ધા અને જ્યોતિષની ગણત્રી ઘણાં પ્રશ્નોનો ઉકેલ લાવી શકે છે.
ફિમેલ જાતકનો પ્રશ્ન હતો કે, તિજોરીની ચાવી આડા હાથે મુકાઈ ગઈ છે. ચાવી ક્યારે ખોવાઈ એની જાણ નહતી . પણ પ્રશ્ન હતો , ચાવી મળતી નથી. મળશે?
પ્રશ્ન તારીખ: ૨૧/૧૨૨૦૧૮
સમય ૧૩-૪૫
અમદાવાદ.

મીન લગ્નની કુંડળી મુકાઈ હતી. લગ્ન ૨૭°૧૮’૦૪” હતું.
ચંદ્ર વૃષભ રાશિમાં ત્રીજા ભાવે રહેલો હતો. રોહિણી નક્ષત્રમાં હતો.
નવમા ત્રિકોણમાં શુભ ગ્રહો હતા. મળવાની સંભાવના હતી. લગ્નેશ ગુરુ નવમા ભાવે સ્થિર રાશિમાં હતો. એટલે ચાવી જ્યાં મુકાઈ હતી ત્યાં સ્થિર હતી.
ચંદ્ર વૃષભ રાશિમાં હતો. વૃષભ રાશિ કાળપુરુષની બીજા ભાવે આવતી રાશિ , જેમાં તીજોરી , ઘરેણાં પૈસા વેલ્યુએબલ ચીજ વસ્તુઓનો વિચાર કરી શકાય. ત્રીજો ભાવ ડોક્યુમેન્ટનો પણ થાય માટે તિજોરીમાં ખાસ કરીને અગત્યનાં કાગળો એમાં પરિક્ષા લેવા માટેનાં પેપરો હતા. વૃષભ રાશિ નો અધિપતિ શુક્ર પોતાની બીજી રાશિ તુલામાં હતો જે આઠમા સ્થાને હતી.
લગ્નેશ કાળપુરુષની કુંડળીની આઠમી રાશિમાં અને ચંદ્રાધિપતિ આઠમે હતો. માટે જાતકને કહ્યું કે, અંધારી જગ્યામાં ,પાણી ભરેલું રાખતા હોવ કે, પીપડા રાખતા હોવ એવી જગ્યાએ શોધો. આ ઉપરાંત ખાસ તો કોઠારમાં શોધવા જણાવ્યું જ્યાં ખાવાની ચીજો રહેતી હોય.
પરંતુ મનમાં એક આશંકા હતી કે, ચંદ્ર રાહુને મળવા જાય છે. માટે કોઈ ગડબડ ચાવી મળે તે પહેલાં ઉભી થશે. અને ચંદ્ર પર મંગળની ચોથી દ્રષ્ટિ હતી. એ પણ તોડફોડની આશંકા બતાવતી હતી.
જાતકનાં કહેવા મુજબ સસરાને મળી હતી એ ક્યાંક મૂકીને ભૂલી ગયા છે. પણ ચાવી બે દિવસ સુધી મળી નહીં.
અહીં એક વસ્તુ નોંધવા જેવી હતી કે, ચંદ્ર રાહુને મળવા જતો હતો. વચ્ચે કોઈ ગ્રહ નહતો. ચંદ્ર એકલો હતો. ચંદ્ર પર લગ્નેશની શુભ દ્રષ્ટિ હતી. પણ ચંદ્ર જેવો રાહુને મળવા આગળ વધ્યો એ સમયે પેપર્સ ની જરૂર પડી .ને તિજોરી તોડવાનો નિર્ણય લેવો પડ્યો. ચાવી મળે એવી શક્યતા છતાં તિજોરી તોડી.
બરાબર એક મહિના પછી જ્યારે લગ્નેશ ગુરુને ચંદ્રાધિપતિ શુક્રનું મિલન થયું ત્યારે ચાવી મળી. ચાવી સ્ટોરરૂમમાં ચણાની દાળનાં સ્ટિલના ડબ્બામાં હતી.
ચાવી મળ્યા તારીખ ૨૧/૧/૨૦૧૯
૨૨-૧૫ થી ૨૨- ૩૦ના સમય ગાળા દરમ્યાન મળી એ પછી જાતકે મળ્યાનો ફોન કર્યો.

Author: daveketaki

Always passionate to learn about new aspects of Astrology.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: