કેસ સ્ટડી: પ્રશ્ન કુંડળીનો જન્મ લગ્ન કુંડળી સાથે ગોચર તરીકે ઉપયોગ :
સામાન્ય રીતે આજનાં સોફ્ટવેરનાં જમાનામાં કુંડળી તમારા હાથમાં હોય છે.
જાતક જ્યારે જ્યોતિષ પાસે પોતાની કુંડળી લઈને આવે ત્યારે સોફ્ટવેરમાં કુંડળી દેખાતી હોય એથી જુદું જન્મ લગ્ન જાતક લઈને આવે ત્યારે રીચેક મેન્યુઅલી ગણત્રી કરીને આવડવું જ્યોતિષ માટે જરૂરી છે.
તા ૯/૭/૨૦૧૭ ના રોજ જાતકની કુંડળી વોટ્સએપ મેસેજ પર આવી હતી. કુંડળી મીન લગ્નની હતી. સોફ્ટવેર માં ડેટા એન્ટ્રી કરતા કુંડળી મેષ લગ્નની એ પણ ૧૩° આગળ વધી ગયેલી જોવા મળી. માટે મેષ લગ્નની કુંડળી હતી એ નક્કી થયું પરંતુ થોડો સમય ફાળવી મેન્યુઅલી ગણત્રી કરીને મેષ લગ્નની ખાતરી કરી લીધી.
જાતકનો પ્રશ્ન હતો:
પત્ની અઢી વર્ષ થી ઘર છોડી પિયર જતી રહી છે. શું કરવું?
જાતકની માહિતી:
જન્મ તારીખ: ૫/૧/૧૯૮૧
જ્ન્મ સમય: ૧૩-૩૫
જન્મ સ્થળ અમદાવાદ.
ચાલતી દશા:
મહાદશા ચંદ્રની ,
અંતર દશા શુક્ર ની
પ્રત્યંતર દશા રાહુની છે.
પ્રશ્ન તારીખ: ૯/૭/૨૦૧૭
પ્રશ્ન સમય ૧૯-૧૮-૧૧
પ્રશ્ન સ્થળ અમદાવાદ
૧) ગોચરનો ચંદ્ર ધન લગ્નની કુંડળીમાં લગ્નમાં રહેલો હતો. માટે જાતકનો મુક પ્રશ્ન કોર્ટ કચેરી કે, બીજા લગ્ન સંબંધી હોવો જોઈએ.
પ્રશ્ન કુંડળીમાં લગ્નનાં અંશ જોતા જણાયું કે, જાતક બે ત્રણ જ્યોતિષની સલાહ લઈને પછી આવેલું હતું.
જાતકની જન્મલગ્ન કુંડળી મેષ લગ્નની ધન રાશિની હતી.
ધન રાશિનો સ્વામી ગુરૂ કન્યા રાશિમાં ગોચર કરતો હતો જે, જન્મ લગ્ન કુંડળીમાં છઠા ભાવથી ગોચર કરતો હતો, માટે પ્રશ્ન કોર્ટમાં હોવાની સંભાવના હતી.
જન્મ લગ્ન કુંડળીમાં છઠા ભાવે કન્યા રાશિમાં ગુરુ ૧૬° નો તથા શનિ ૧૬° નો હતો.
જેનાં પરથી ૨૦°ના ગુરુ નું દિપ્તાંશમાં ગોચર ચાલતું હતું. શનિ સેપરેટિવ ગ્રહ તરીકે કાર્ય કર્યું. સાથે શનિ બાધકેશ તરીકે પણ કાર્ય કર્યું હોય એમ લાગ્યું.
૨) પ્રશ્ન કુંડળી મુજબ સાતમા ભાવે મિથુન રાશિ આવે છે. જેમાં સૂર્ય ૨૩° અને મંગળ ૨૮° ( અસ્ત) નો ક્લોઝ કંજક્શનમાં છે. જે બતાવે છે કે, જાતકની પત્ની ખૂબ ગુસ્સામાં ઘર છોડીને ગયા છે. સૂર્ય સાતમે ઈગો પ્રોબ્લેમ ને કારણે સેપરેશન આપે . સાથે નવમા ભાવનો અધિપતિ થયો છે માટે કોર્ટમાં ગયેલ છે એ દેખાય છે. મંગળ સાતમા ભાવે છે જે પાંચમા અને બારમાં ભાવનો અધિપતિ થઈ પોતાના સ્થાનથી આઠમે રહેલો છે , જે દર્શાવે છે કે, જાતકને પત્ની પાછળ ઘણો આર્થિક વ્યય પણ થતો હશે.
( જાતકને પુછતા જણાયું કે, પત્નીને ખાધા ખોરાકી આપવી પડે છે )
શુક્ર નું છઠા ભાવે હોવું દાંપત્યજીવન માં તકલીફ સુચવે છે. પત્ની તરફથી પરેશાની બતાવે છે. શુક્ર પર શનિની સાતમી દ્રષ્ટિ અલગાવ બતાવે છે.
લગ્ન કુંડળીમાં શુક્ર આઠમા ભાવે વૃશ્ચિક રાશિમાં ૨૮° નો છે. જેનાં પરથી ગોચરમાં શનિ એક્ઝેટ ૨૮° એ પસાર થાય છે. જેણે દાંપત્યજીવનનો કારક શુક્ર ને અશુભ કરી પોતાની અલગાવવાદી પ્રવૃત્તિ દાખવી દાંપત્યજીવન બગાડ્યું છે.
ઉપરાંત ગોચરનો શુક્ર જન્મ લગ્ન કુંડળીનાં બીજા ભાવેથી પસાર થાય છે. એટલે કે, જન્મનાં શુક્ર થી સાતમેથી પસાર થાય છે. સપ્તમ સ્થાનથી આઠમેથી સપ્તમેશ શુક્રનું ગોચર છે. જે પણ ડિવોર્સ જેવી સ્થિતિ નું નિર્દેશન કરે છે.
આ ઉપરાંત જન્મ લગ્ન કુંડળીમાં ચંદ્ર ધન રાશિનો છે. શનિ એનાં બારમાં ભાવથી ગોચર કરી રહ્યો છે. માટે જાતક શનિની સાડાસાતીમાં છે. સર્વાષ્ટક વર્ગનાં શુભ બિંદુ વૃશ્ચિક રાશિમાં ફક્ત ૨૨ છે. અને શનિનાં બિંદુ ફક્ત ૩( ૪થી ઓછાં) હોઈ શનિનું આ ગોચર જાતકની મુશ્કેલી વધારી છે.
૩) પ્રશ્ન કુંડળીમાં નવમ ભાવ અને ત્રીજા ભાવે રાહુ કેતુ એક્સિસ જોઈ.
ચંદ્રનું ગોચરમાં નવમ ભાવ પરથી થાય છે જે નવમ ભાવમાં સૂર્ય અને તૃતીએશ બુધ અસ્તનો છે . એ જોતાં જાતકનાં ભાઈ બહેન સાથે પત્નીને મન મોટાવ જેવું જણાયું .વધુ ડિટેલ જોતા , નવમાંશ કુંડળીમાં વૃશ્ચિક નવમાંશ માં બુધ રહેલો છે. માટે આ બુધ ક્યાંક સેપરેશન માટે કારણભૂત લાગતાં ભાઈનું ઈન્વોલમેન્ટ લાગ્યું.
જાતકને પુછતાં જણાયું કે, પત્ની ને જેઠ સાથે ફાવતું નથી.
આજ વસ્તુ જન્મ લગ્ન કુંડળીમાં જોઈએ તો , ગોચરમાં કુંભ રાશિમાં કેતુ આવે છે સાથે જન્મ લગ્ન કુંડળીમાં કુંભ રાશિનો અધિપતિ બાધકેશ થઈ પોતાના સ્થાનથી આઠમે રહેલો છે.
૪) દશાની દ્રષ્ટિથી વિચાર:
તારીખ ૯/૭/૨૦૧૭ ના રોજ ચંદ્ર ની દશા ચાલતી હતી. ચંદ્ર ચોથા સ્થાનનો માલિક થઈ ને પોતાના થી આઠમે અસ્તનો થઈને રહેલો છે. ચંદ્ર કેતુનાં મુળ નક્ષત્રનો છે.
જન્મ લગ્ન કુંડળીમાં ગુરુ, શનિ ચંદ્રના હસ્ત નક્ષત્રમાં છે. સાથે મકર રાશિમાં રહેલ મંગળ કેતુ ચંદ્રનાં શ્રવણ નક્ષત્રમાં છે. ચંદ્રની મહાદશા ચાલે છે . માટે ૯,૪,૬, ૧૦,૧૧,૧૨ માં ભાવ પર અસર થાય.
શુક્ર નું અંતર છે . શુક્ર ૮,૭, ૨, ૯ ભાવ અસર કરે. અને રાહુનું પ્રત્યંતર છે. રાહુ ૪ સુખ સ્થાનને અસર કરે છે.
આમ આ ચંદ્રની બાકી રહેલી દશા વાદવિવાદ કોર્ટ કચેરી યુક્ત જાય એવું જણાય છે.
શું સમાધાન થાય એવું છે ? મારા મનમાં પ્રશ્ન થયો. હા, પત્ની કારક શુક્ર સૂર્ય ને મળવા જાય છે. એ પછી પતિ કારક મંગળ ને મળે. માટે કોર્ટ દ્વારા સમાધાન થાય પછી બેન રાજી થાય. પરંતુ જાતકે બાંહેધરી કોઈ લખી આપવી પડશે.
જાતકની કુંડળીમાં ચોથે રાહુ જોતાં જાતકને કહ્યું જો દાંપત્યજીવન ટકાવવું હોય તો, કુટુંબથી દુર એટલે કે, છુટા થવું યોગ્ય છે. અને દેવીશપ્તશતીનાં શ્લોકની માળા કરવાની સલાહ આપી.