પ્રશ્ન જ્યોતિષ માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરાય છે. એમાં થોડા ઘણાં ચેન્જ સાથે પોતાની એક પદ્ધતિ વિકસાવીને સાચા જવાબ તરફ આગળ વધાય છે. સાચા હ્રદયથી ઈશ્વરને પ્રાર્થના કરી પ્રશ્ન કુંડળી મુકો તો ઈશ્વર જરૂર સહાય કરે છે.
પ્રશ્ન : વોટ્સઅપ મેસેજ હતો.
તારીખ : ૨૩/૧૦/૨૦૧૭
સમય : ૨૦-૫૬
અમદાવાદ
પ્રશ્ન હતો : કીડનીમાં સ્ટોન હતો . અને ગાંઠ નીકળી છે. શું નીકળશે ? કેન્સર નીકળશે?
પ્રશ્ન સમયે ચોઘડિયું જોતાં ‘રોગ’ હતું. જે સાચું હતું. પ્રશ્ન રોગનો હતો.
પ્રશ્ન સમયની હોરા : ચંદ્રની હતી. પ્રશ્ન કુંડળીમાં ચંદ્રની મુલવણી કરવી પડે.
વૃષભ લગ્નની કુંડળી આવી હતી. મૃગશીર્ષ નક્ષત્ર હતું.
લગ્ન ૨૬° ૩૫’ નું હતું. ત્રીજા દ્રેષકોણનું હતું. વૃષભ રાશિમાં ત્રીજુ દ્રેષકોણ જમણાં જનનાંગો તથા ગુદાનાં રોગ નિર્દેશ કરે છે.
લગ્નેશ શુક્ર પાંચમા ભાવે , કન્યા રાશિમાં મંગળ સાથે રહેલો છે.
જ્યારે પણ રોગનો પ્રશ્ન આવે ત્યારે ; કન્યા રાશિ , વૃશ્ચિક રાશિ તથા કુંડળીમાં છઠે અને આઠમે રહેલી રાશિ તેનાં અધિપતિ તથા તે ભાવે રહેલા ગ્રહોને મુલવવા જરૂરી બને છે.
૧) આ કુંડળીમાં કન્યા રાશિમાં લગ્નેશ શુક્ર નીચનો થયો છે. સાથે મંગળ છે. મંગળ બારમા તથા સાતમા ભાવનો અધિપતિ છે. શુક્ર થી ત્રિકોણમાં કેતુ રહેલો છે. માટે ક્યાંક ને ક્યાંક ઓપરેટીવ વર્ક , હોસ્પિટલાઈઝેશન થાય એવું લાગે છે.
શુક્ર લગ્નેશ સાથે છઠા ભાવનો રોગ શત્રુ ભાવનો અધિપતિ પણ છે. પરંતુ છઠાથી બારમે મંગળ સાથે રહેલો હોઈ ઓપરેશન પછી જાતક સાજા થશે એમ પણ નિર્દેશ થાય છે.
૨) પ્રશ્ન કુંડળીનાં છઠા ભાવે તુલા રાશિ છે. તુલા રાશિ કીડની, લંબર રીજીયન, વરટીબ્રી, આંતરિક જનનાંગો, ( રીપ્રોડક્ટીવ સીસ્ટમ) પ્રોસ્ટેટ, ફિમેલમાં યુટ્રસ અને પિનલ ગ્લેન્ડ પર પ્રભુત્વ ધરાવતી રાશિ છે.
તુલા રાશિમાં છઠે ભાવે સૂર્ય, ગુરુ અસ્તનો, તથા અસ્તનો બુધ રહેલો છે. સૂર્ય તુલા રાશિમાં નીચનો થઈને રહેલો છે. સૌથી ઓછા અંશનો છે. માટે શુક્ર અહીં મંગળ અને સૂર્ય જેવા બે ક્રુર ગ્રહો વચ્ચે પાપકર્તરીમાં ફસાયેલો છે.
શુક્ર : કીડની , જનનાંગો પર પ્રભુત્વ ધરાવે છે. આ ઉપરાંત શુક્ર પુરુષ કુંડળીમાં વિર્યનો કારક છે. કફ પ્રકૃતિનો છે. શુક્રનું શનિ સાથેનું કનેક્શન દ્રષ્ટિ કે યુતિ કે પરિવર્તન સંબંધથી દેખાતું નથી.
તુલા રાશિમાં સૂર્ય કીડનીમાં સ્ટોન હોઈ શકે. પરંતુ સૂર્ય સાથે ગુરુ અને બુધ છે.
ગુરુ એક્સપાન્સનનો કારક થયો. ગુરુ આ કુંડળીમાં અષ્ઠમેશ થઈને છઠે રહેલો છે . આઠમા ભાવે આવતા અંગનાં કોષોમાં વધારો કરી ગાંઠ બનાવી હોય એવું લાગે છે. ગુરુ અને બુધ બંને રાહુનાં નક્ષત્રમાં છે. માટે કેન્સરની શક્યતા હોય.
૩) પ્રશ્ન કુંડળીનો ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. ચંદ્ર જોડે શનિ છે. અંશાત્મક યુતિ બનેલી છે. વૃશ્ચિક રાશિ ગુપ્તભાગ, જનનાંગો બતાવે. ચંદ્ર સાથે શનિ હોવાથી પેશાબ રોકાઈ ગયો હોય. ઓબ્સ્ટ્રકશન હોય. જે છે જ કે ગાંઠ છે. પણ વૃશ્ચિક રાશિ હોવાથી પ્રોસ્ટેટની ગાંઠની શક્યતા વધુ જણાઈ. ચંદ્ર શનિની યુતિ શંકા કુશંકા દર્શાવે છે.
જેનો મેસેજ હતો એ બહેનને ફોન કરી પુછતાં કન્ફર્મ થયું કે, પ્રોસ્ટેટ એનલાર્જ થયું હતું. (બહેન પ્રોસ્ટેટ શું હોય એ તરફથી અજ્ઞાત હતા.)
એ પછી પેશન્ટની કુંડળી મળી. પ્રશ્ન કુંડળીને ગોચર બનાવીને લગ્ન કુંડળી સાથે જોઈ.
જન્મ તારીખ: ૧૯/૧૦/૧૯૫૭
જન્મ સમય ૨૩-૧૫
અમદાવાદ
ચાલતી દશા ગુરુની મહાદશા માં ગુરુનું અંતર ચાલતું હતુ. ગુરૂ સાતમા તથા દસમા ભાવનો અધિપતિ છે. સાતમા મારકનો અધિપતિ હોવા છતાં ગુરુની મહાદશામાં અંતરદશા પણ ગુરુની જ છે. પરંતુ એ મારક તરીકે ન વર્તે. એ માટે પ્રત્યંતર દશા જોવી જરૂરી છે. પ્રત્યંતર દશા શુક્રની હતી. શુક્ર પાંચમા અને બારમાં ભાવનો અધિપતિ છે. અને જન્મ લગ્ન કુંડળીમાં શુક્ર છઠા ભાવે આવતી વૃશ્ચિક રાશિમાં શનિ સાથે સ્થિત છે. બંને ક્લોઝ કંજક્શનમાં છે. ગોચરનો ચંદ્ર અંશાત્મક થઈને શુક્ર શનિ પરથી પસાર થાય છે. જે કન્ફર્મેશન આપે છે કે, વૃશ્ચિક રાશિનાં પ્રભુત્વ માં આવતા અંગમાં રોગ છે.
જન્મ કુંડળીમાં પાંચમા ભાવે તુલા રાશિમાં સૂર્ય અને રાહુ છે. જેનાં પરથી સૂર્ય, ગુરુ અને બુધનું ગોચર થાય છે.
ચોથે આવેલી કન્યા રાશિમાં મંગળ, બુધ અને ગુરુ છે. જેનાં પરથી ગોચરનો શુક્ર મંગળ પસાર થાય છે. શુક્ર જન્મનાં ગુરુનાં દિપ્તાંશમાથી ગોચર કરે છે. જન્મનાં મંગળ પરથી મંગળનું ગોચર ઓપરેશન નો નિર્દેશ કરે છે. ગોચર નો કેતુ આઠમાં ભાવેથી પસાર થતો હોવાથી એ ભાવમાં આવતા અંગનુ ઓપરેશન થયું એમ કહેવાય.
જાતકની કુંડળીમાં કેતુ લગ્ન ભાવથી આઠમે થી ગોચર કરે છે જે ઓપરેશનના યોગો બતાવે છે. બહેનનો બીજો પ્રશ્ન હતો કેન્સર નીકળશે?
આ પ્રશ્નનાં જવાબમાં શક્યતા જણાતી હતી. પરંતુ શનિ પરથી રાહુનું ગોચર જણાયું નહોતુ માટે ‘મોટેભાગે કેન્સર નહીં નીકળે એમ કહ્યું હતું.