સોરિયાસીસ એ ચામડીનો રોગ છે. જેમાં ચામડી લાલ થઈ જાય, પેચીસ પડે .આ પેચીસ એકથી અડધા ઈંચ જેટલા હોય. સીલ્વર કલરનાં દેખાય. એટલે કે ચામડી શુષ્ક થાય એટલે ઉપરનો રંગ બદલાઈ જાય. ચામડી પર બળતરા થાય જ્યાં થયું હોય ત્યાં સોજો આવે. . ચામડી એકદમ સુકી થઈ જાય. આ રોગનું ઇન્ફેક્શન બીજાને લગભગ લાગતું નથી.
સોરિયાસીસ ઓટો ઇમ્યુન ડિસિસ છે. જેમાં રોગનું કારણ જાણવા મળતું નથી. ખુબ જ લાંબો ચાલતો રોગ છે. ખાસ કરીને ચયાપચયની પ્રક્રિયામાં એમિનો એસિડમાં એબનોર્માલીટીથી ઉત્તપન્ન થતો રોગ છે. આપણાં શરીરમાં લોહીમાં રહેલાં સફેદ કણો શરીરને બેક્ટેરિયા, વાયરસ જેવી બહારની ચીજોથી રક્ષણ કરે છે. બહારની ચીજો સામે લડાઈ કરી શરીરને બચાવે છે. પરંતુ આ જ સફેદ કણો જ્યારે શરીરનાં ભાગને ઓળખવામાં ભૂલ કરે અને એનાં પર જ એટેક કરે ત્યારે ઓટોઈમ્યુન ડિસિસ થાય છે.
સોરિયાસીસ માં પણ લોહીનાં સફેદ કણ ચામડીનાં કોષો પર એટેક કરે છે. ચામડીનાં નવા ઉત્પન્ન થતા કોષો ઉપરની સરફેસ તરફ ધકેલાતા જાય છે. અને આ કંડિશનને સોરિયાસીસ કહે છે.
સોરિયાસીસ ગ્રીક શબ્દ છે , અર્થ થાય છે ‘ખણવું’ .
મોટે ભાગે કોણી અને ઘૂંટણ પર જોવા મળે છે. આ જોઈન્ટસનાં બહારનાં ભાગે જોવા મળે છે. ઘણી વખત માથામાં કે શરીરનાં બીજા અંગો પર પણ હોય છે. જેમ જેમ રોગ જુનો થાય એમ શરીરનાં ઘણાં ભાગે થવા લાગે છે.
એસ્ટ્રોલોજી અને સોરીયાસીસ :
ગ્રહ :
ચંદ્ર – લોહીમાં રહેલા પ્રવાહી પદાર્થ નો કારક ચંદ્ર છે. માટે લોહીમાં રહેલાં ખરાબ ઈમ્પ્યોરીટીને કારણે ત્વચાનાં રોગ માટે ચંદ્ર જોવો જરૂરી બને.
બુધ : ત્વચા નો કારક .
શનિ : ઠંડો, શુષ્ક ગ્રહ છે. ડીજનરેશનનો કારક છે. રીસ્ટ્રીકશન, ઓબ્સ્ટ્રકશન માટે જવાબદાર છે. લાંબા સમયનાં રોગ માટે જવાબદાર ગ્રહ છે.
શુક્ર : સુંદરતા માટે નો ગ્રહ છે. ખાસ કરીને ત્વચાનાં રોગ અન્વયે વિચારીએ ત્યારે શુક્ર પણ જવાબદાર બને.
મંગળ : સોજા , ગડગુમડ, રેસીસ, એનર્જી વગેરે માટે જવાબદાર ગ્રહ છે.
કેતુ : શુષ્કતા માટે જવાબદાર ગ્રહ છે.
નેપ્ચ્યુન : ઓટોઈમ્યુન ડિસિસનો કારક છે.
ગુરુ : એક્સપાનશન .
રાશિ : મકર રાશિ ત્વચાની કારક રાશિ.
ભાવ :
છઠો ભાવ – રોગનો ભાવ.
આઠમો ભાવ- ક્રોનિક રોગ
૧૧ મો ભાવ – મલ્ટીપીસીટી માટેનો ભાવ.
નક્ષત્ર :
ઉતરાષાઢા ( મકર રાશિમાં આવતા પદ)- ખાસ કરીને એક્ઝીમા જેવા ત્વચાનાં રોગ , લેપ્રસી વગેરે.
શ્રવણ – એક્ઝમા જેવા રોગ, ફાઈલેરીયા ( હાથીપગો)
પુષ્ય, સ્વાતી, અનુરાધા, શતભિષા.
સોરીયાસીસ માટે મોટે ભાગે કુંડળીમાં નીચેનાં કોમ્બિનેશન જોવા મળે છે.
મંગળ મકરમાં ,
શુક્ર નેપ્ચ્યુન અશુભ ગ્રહથી દ્રષ્ટ,
બુધ- રાહુ આઠમે હોવું કે બુધનું અશુભ ગ્રહોની દ્રષ્ટિ કે યુતિમાં હોવું.
રાહુ ઇમ્યુન સિસ્ટમને ધીમી કરી દે એટલે રોગ ઝડપ પકડે. અહીં ચામડીનાં કોષોમાં વધારો થાય છે , જેના માટે ગુરુ ગ્રહ જવાબદાર છે. એક્સપાન્શન માટે ગુરુ કે ૧૧ ભાવ /૧૧ માં ભાવનો અધિપતિ જવાબદાર બને છે. ૧૧ના અધિપતિ કે ૧૧ માં ભાવ સાથે ગુરુનો સંબંધ થતો હોય ત્યારે સોરિયાસીસ થતો જોવા મળે છે.
સિંહ લગ્ન, વૃશ્ચિક લગ્નમાં અને કુંભ લગ્ન ધરાવતા જાતકોમાં વધુ જોવા મળે છે.
સિહ લગ્નમાં ૧૧મા ભાવનો અધિપતિ બુધ ગ્રહ છે. ગુરુ આઠમાં ભાવનો અધિપતિ ગ્રહ છે. આ બંનેનાં ઈન્વોલમેન્ટ થી આ રોગ થતો હોય છે.
વૃશ્ચિક લગ્નમાં બુધ આઠમા અને અગિયારમાં ભાવનો અધિપતિ છે. ક્રોનિક કંડિશન અને મલ્ટીપીસીટી ફેક્ટર માટે ગુરુ ને જોવો પડશે.
કુંભ લગ્નની કુંડળીમાં ગુરુ ૧૧મા ભાવનો અધિપતિ થાય અને બુધ આઠમા . આ બંનેની યુતિ આ રોગ તરફ લઈ જાય.
પરંતુ એનો અર્થ એમ નથી કે બીજા લગ્નો ધરાવતી કુંડળીમાં સોરિયાસીસ ન થાય. ગુરુ બુધ આઠમા અગિયારમાં ભાવના અધિપતિ ન હોય તો પણ આ બંને ગ્રહો આ ભાવ સાથે કે તેનાં અધિપતિ સાથે સંબંધ ધરાવતા હોય તો પણ આ રોગ હોઈ શકે.
ઉદાહરણ કુંડળી:
કુંડળી-૧
૧) સિંહ લગ્નની કુંડળીમાં પ્રથમ ભાવમાં શનિ રાહુ ની અંશાત્મક છે. બંને વચ્ચે આશરે છ અંશનો ફેર છે. શનિ ષષ્ઠેશ છે. જેની સાથે રાહુ છે. શનિ ષષ્ઠેશ થઈ ને પ્રથમ ભાવમાં હેલ્થ ઈસ્યુ આપે. શનિ છે માટે લાંબા સમય સુધી ચાલે એવા રોગ પણ હોઈ શકે.
સિંહ રાશિ અગ્નિ તત્વની રાશિમાં વાયુ તત્વનો શનિ રાહુ રહેલા હોઈ આમવાત આપી શકે. જેથી જાતકને સોરયાસીસ માંથી આગળ વધી ને સોરીયોટીક આર્થરાઈટીસની સંભાવના હોવાની પૂર્ણ શક્યતા જણાય છે.
૨) ઉપર જણાવ્યા મુજબ સિંહ લગ્નની કુંડળીમાં અગિયારમાં ભાવે બુધની મિથુન રાશિ આવે . આઠમો ભાવે ગુરુની મીન રાશિ આવે છે.
ઉદાહરણ કુંડળી માં ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચનો થઈને બારમે ભાવે વક્રી થયેલો છે. આ વક્રી ગુરુ અગિયારમાં ભાવ સાથે સંબંધિત થાય છે. સાથે સાથે પાંચમા ભાવે રહેલ બુધ સાથે સમસપ્તક દ્રષ્ટિ માં પણ આવે છે.
આ કારણ સોરિયાસીસનું મેજર કારણ બની ગયું છે.
ગુરુ શનિનાં પુષ્ય નક્ષત્રમાં છે.
૩) શુક્ર સાથે નેપ્ચ્યુનની યુતિ છે. શુક્ર અનુરાધા નક્ષત્રમાં છે.
નેપ્ચ્યુન શનિ સાથે ૯૦° એ રહેલો છે.
૪) ત્વચાનો કારક બુધ મૂળ ગંડાતમાં હોઈ રોગની ઈન્ટેનસીટી વધારવાનું કાર્ય કર્યું છે. બુધ કેતુનાં નક્ષત્ર નો હોઈ ત્વચા પર શુષ્કતાની અસર થઈ છે.
બુધ પર રાહુની શનિની એનર્જી યુક્ત પાંચમી દ્રષ્ટિ છે.
૫) ચંદ્ર મેષ રાશિમાં અશ્વિની નક્ષત્રનો છે. જે પણ કેતુનાં નક્ષત્ર નો છે. ચંદ્ર કેમદ્રુમ યોગમાં છે. જેથી જાતક આ રોગને કારણે એકલતાનો અનુભવ કરે છે.
૬) ધન રાશિમાં બે અગ્નિ તત્વના ગ્રહો છે . ધન રાશિ પાંચમે રહેલી છે. અગ્નિ તત્વની ધન રાશિમાં બે અગ્નિ તત્વના ગ્રહની સાથે વાયુ તત્વનો બુધ હોઈ અહીં વાયુ તત્વ અસંતુલિત થયો છે. એજ રીતે અગ્નિ તત્વની સિંહ રાશિમાં બે વાયુ તત્વના ગ્રહ છે.
ગુરુ કર્ક રાશિમાં પ્રબળ કફ પ્રકૃતિ પણ બને છે.
આમ કફ અને વાત બંને અસંતુલિત બનતાં આ રોગ જાતકમાં વધુ પ્રમાણમાં હોય તેમ જણાય છે.
ષડબળ જોતાં બુધનું ષડબળ સૌથી ઓછું છે. સાથે સાથે ૧૧ ભાવનું ભાવબળ પણ ઓછું છે.
સૂર્ય નું ષડબળ પણ ઓછું છે. સાથે સાથે પ્રથમ ભાવનું ભાવબળ સૌથી ઓછું છે.
સર્વાષ્ટક વર્ગનાં શુભ બિંદુ પ્રથમ ભાવમાં ૨૬ છે જે મીનીમમ કરતાં ઓછાં છે.
કેતકી મુનશી