આ લેખ વાંચતા પહેલાં મેડિકલ એસ્ટ્રોલોજી આંખ ભાગ એક અને બે જરૂરથી વાંચજો.
કેટલાંક રોગો ઘણીવાર ન સાંભળ્યાં હોય એવાં હોય છે. મારી કોશિશ હંમેશા એવી રહે છે કે, એવાં રોગની કુંડળી મળે તો તેનાં પર જ્યોતિષીય આયામથી વિચાર કરવો .
કેટલાંક કારણોસર બર્થ ડિટેલ મુકવી યોગ્ય નથી, માટે કુંડળી મુકેલી છે.
આંખોનાં રોગ માટે આગાઉ જોયું છે તેમ બીજો , બારમો ભાવ ચંદ્ર અને સૂર્ય અનુક્રમે જમણી ડાબી આંખ માટે જોવાય. જ્યારે શુક્ર દ્રષ્ટિનો કારક હોઈ એના પર પણ વિચાર કરવો જોઈએ.
સાથે સાથે કાળપુરુષની કુંડળી મુજબ બીજા ભાવે આવતી વૃષભ રાશિ, બારમા ભાવે આવતી મીન રાશિ તથા આઠમા અને છઠા ભાવને પણ ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ.
આજની આ કુંડળી માયસ્થેસીયા ગ્રેવીસની છે. જેને આપણે ‘અમિતાભ બચ્ચનનાં ‘ રોગથી ઓળખીએ છીએ. આ એક ઓટો ઈમ્યૂન રોગ છે.
આ કુંડળીમાં આ રોગ ફક્ત આંખો સુધી સિમિત થઈને રહ્યો છે, માટે માયસ્થેસીયા ગ્રેવીસ ઈન આઈ કહીશું. આ રોગમાં આપણી ઈમ્યૂન સિસ્ટમ એન્ટીબોડી બનાવે એ એન્ટીબોડી નર્વસ સિસ્ટમ પર અસર કરી નર્વસ સિગ્નલને અવરોધે જેને કારણે મસલ્સ નબળા પડે.
આંખ પુરતાં આ સિમિત રહે ત્યારે આંખનાં મસલ્સ નબળાં પડતાં ડબલ દેખાવું, આંખની પાંપણ બંધ થઈ જવી. પછી ખુલતાં તકલીફ પડવી. જેને ઓકુલર માયસ્થેસીઆ ગ્રેવીસ કહે છે.

આવો કુંડળી જોઈશું.
ઉપર મુકેલી કુંડળી સિંહ લગ્ન ઉદિત થયેલું છે . લગ્ન મઘા ગંડાતનું છે.
બીજા ભાવે કન્યા રાશિ અને બારમાં ભાવે કર્ક રાશિ છે.
બીજા ભાવે આવેલી કન્યા રાશિનો સ્વામી બુધ આઠમાં ભાવમાં પોતાની નીચની રાશિમાં છે. બુધ શરીરમાં નર્વસ સિસ્ટમનો કારક છે.
પરંતુ શુક્ર આઠમે આવેલી મીન રાશિમાં ઉચ્ચનો થયો હોઈ નીચભંગ યોગ ગણાય. સિંહ લગ્નની કુંડળીમાં શુક્રની મૂળત્રિકોણ રાશિ તુલા ત્રીજા ભાવે એટલે કે ત્રિષડાયભાવે છે. જે શુક્ર ઉચ્ચનો, વક્રી અને મજબૂત બની આઠમાં ભાવે રહેલો છે. શુક્ર અહીં દ્વીતિયેશ મારકેશ બુધ અને સૂર્ય ની વચ્ચે પાપકર્તરી નો થયો છે. આમ ડબલ વિઝનનું કારણ શુક્ર બન્યો છે.
બારમાં ભાવે કર્ક રાશિ છે. જેનો અધિપતિ ચંદ્ર દસમાં ભાવે વૃષભ રાશિમાં , મંગળ સાથે સ્થિત છે. મંગળ મસલ્સનો કારક થયો. મંગળ સિંહ લગ્નની કુંડળીમાં યોગ કારક થાય. પરંતુ બારમા ભાવનાં અધિપતિ સાથે છે. મંગળ વૃષભ રાશિમાં કૃતિકા નક્ષત્રનો છે. મંગળ પર ષષ્ઠેશ વક્રી શનિની અંશાત્મક દ્રષ્ટિ છે. શનિ ઓબ્સ્ટ્રકશન આપે. શનિ લાંબા ગાળાનાં રોગનો કારક છે. આમ શનિને કારણે વૃષભ રાશિ જે દ્રષ્ટિની કારક હોવાથી જાતકને મસલ્સના રોગ થકી અવરોધ કરે છે. આ રોગ લાંબા ગાળાનો એટલે કે લાઈફ ટાઈમ માટે જોવા મળતો રોગ છે.
આમ મંગળ શનિને કારણે મસલ્સ નબળા પડે અને પાંપણનાં મસલ્સ પર કંટ્રોલ ના રહેતાં નીચે પડી જાય.
૨) આંખ માટે ચંદ્ર સાથે સૂર્ય પણ જોવો પડે. સૂર્યને ડાબી આંખનો કારક પણ કહ્યો છે.
આ કુંડળીમાં સૂર્ય લગ્નેશ થઈ નવમા ત્રિકોણ ભાવે આવેલી મેષ રાશિમાં પોતાની ઉચ્ચ રાશિમાં છે. સૂર્ય અહીં દસ અંશનો પ્રબળ ઉચ્ચનો છે. કેતુનાં અશ્વીની નક્ષત્રનો છે. સાથે રાહુ કેતુની એક્સિસથી ગ્રસ્ત છે. રાહુને કારણે જલ્દીથી ઓળખી ન શકાય એવો રોગ થયો છે.
આ ઉપરાંત ષષ્ઠેશ શનિ વક્રી થયેલો છે જે ત્રીજા ભાવથી સૂર્ય પર વક્રી દ્રષ્ટિ કરે છે અને અવરોધ ઉભો થયો છે.
નવમા ભાવનાં સર્વાષ્ટક વર્ગ નાં શુભ બિંદુ જોઈએ તો ફક્ત ૧૭ જ છે. જેમાં સૂર્ય એ ફક્ત ૧ બિંદુ જ આપેલું છે. આમ મેષ રાશિ અને નવમો ભાવ અષ્ટકવર્ગ ની દ્રષ્ટિ એ નબળો થયો છે.
૩) છઠો ભાવ – છઠે ભાવે મકર રાશિ છે. જેનો અધિપતિ શનિ વક્રી થઈને વૃશ્ચિક રાશિમાં એટલે કે, કાળપુરુષની કુંડળી ની આઠમી રાશિમાં છે.
છઠે આઠમાં ભાવે આવેલી મીન રાશિનો સ્વામી ગુરુ છે જે પોતાની નીચની રાશિમાં છે. આમ અષ્ઠમેશ છઠે જતા વિપરીત રાજ યોગ થયો . પરંતુ નીચની રાશિમાં જતાં હેલ્થનાં પ્રશ્નો પ્રબળ બનાવ્યાં. આમ ગુરુની દશા દરમ્યાન જાતકને આવો રેર રોગ થયો.
કેતકી મુનશી