થેલેસેમીયા મેડિકલ એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ: Thalassemia in Medical astrology

થેલેસેમીયા એ લોહીનો રોગ છે. થેલેસેમીયા આનુવંશિક રોગ છે. જે માતા-પિતામાંથી ઉતરી આવે છે. લોહીનાં હિમોગ્લોબીન પાર્ટનો રોગ છે. આપણાં લોહીમાં આવેલાં રક્તકણો ઓક્સિજન શરીરનાં જુદાં જુદાં ભાગમાં પહોંચાડે છે. રક્તકણો જે બે તત્વોથી બનેલાં છે  હિમ અને ગ્લોબ્યુલીન. આ ગોબ્યુલીન એક પ્રોટિન છે . થેલેસેમીયામાં આ પ્રોટિન બનવામાં ખામી સર્જાતી હોય છે. જેને કારણે શરીરમાં લોહી ઓછું થઈ જાય અને એથી શરીરની કામગીરી ખોરવાઈ જાય છે.
આનુવંશિક રોગ છે. બાળકનાં જન્મનાં વર્ષ બેવર્ષની અંદર મોટે ભાગે ડિટેક્ટ થઈ જાય છે.
આ ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન પાંચમા મહિને પણ ગર્ભ આવા રોગ યુક્ત નથી તે પણ જાણી શકાય છે.
ગર્ભવતી માતા જો થેલેસેમીયા માઈનોર હોય તો પિતાનો ટેસ્ટ કરાય છે. બંને માયનોર હોય તો આવનાર બાળકમાં આ રોગની શક્યતા વધે છે.
રોગનાં લક્ષણો:
મોંઢાના હાડકાંનો શેઈપ બદલાવો.
ટુંકા શ્વાસ લેવાવા.
સ્કીન પીળી રહેવી.
શરીરનો ગ્રોથ ઓછો હોવો.
થેલેસેમીયા મેડિકલ એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ:
વંશપરંપરાગત રોગની વાત કરીએ તો કુંડળીમાં આઠમાં સ્થાનને  તથા વૃશ્ચિક રાશિને ધ્યાનમાં લેવી જોઈએ.
ગ્રહ:
મંગળ – લોહીમાં રહેલાં રક્તકણોનો કારક, બોનમેરો પર પ્રભુત્વ ધરાવે છે.
ચંદ્ર- લોહીમાં રહેલાં પ્રવાહીનો કારક છે. જેમકે સિરમ, પ્લાઝમા.
શનિ- લાંબા સમય સુધી ચાલનારા રોગનો કારક, અષ્ઠમ ભાવનો કારક. સંકોચન, ઓબ્સ્કસ્ટ્રન .
શુક્ર- શરીરનાં પ્રવાહીનો કારક.
ભાવ : ૬,૮,૧૨ ભાવ.
રાશિ :
કર્ક, ધન, કુંભ.
આ ઉપરાંત કન્યા રાશિ જે ત્રિદોષ કારક છે , તથા કાળ પુરુષની કુંડળીની છઠા ભાવની રાશિ છે જે રોગ શત્રુ ભાવ છે.
જુદા-જુદા ગ્રહો શરીરનાં જુદા-જુદા અંગો પર પ્રભુત્વ ધરાવે છે. એ મુજબ જોઈએ તો,
સૂર્ય : બરોળ, હ્રદય, હાડકાં.
મંગળ: લોહીનું પરિભ્રમણ, સ્નાયુઓ.
ચંદ્ર : લોહી,  હ્રદય, સ્ટમક, શરીરનાં પ્રવાહી, માઈન્ડ (માનસિકતા).
બુધ: નર્વસ સિસ્ટમ, સ્કીન, વાણી, બુધ્ધિ.
ગુરુ : ચરબી, લીવર, ગોલ બ્લેડર.
શુક્ર: હોર્મોન્સ, જનનાંગો, શરીરમાં પ્રવાહી.
શનિ: હાડકાંનાં સાંધા, દાંત .
થેલેસેમીયાનાં રોગમાં લાંબા સમયે શરીરનાં બીજા અંગોને પણ અસર થતી હોય છે.
આ રોગ જન્મથી મળતો હોવાથી જન્મ દશા અગત્યની છે.

ઉદાહરણ કુંડળી:
ઉદાહરણ કુંડળી
૧) તુલા લગ્નની કુંડળી છે. લગ્નેશ શુક્ર ની બીજી રાશિ આઠમાં ભાવે રહેલી છે. શુક્ર મારક સ્થાને પોતાની વૃષભ રાશિથી બારમે મેષ જે શત્રુ રાશિ છે તેમાં સ્થિત છે.
૨) રોગની વાત કરીએ છીએ માટે છઠા ભાવનો વિચાર કરવો જોઈએ.
છઠા સ્થાને મીન રાશિ છે. જેનો અધિપતિ ગુરુ આઠમાં ક્રોનિક રોગ, આયુષ્ય સ્થાનમાં રહેલો છે. ગુરુ મૃગશીર્ષ નક્ષત્ર મંગળનાં નક્ષત્રમાં છે.
૩) આઠમે ગુરુ સાથે સૂર્ય અંશાત્મક યુતિ બનાવે છે. સૂર્ય જીવન શક્તિ નો કારક છે. અગિયારમાં ભાવનો અધિપતિ બાધકેશ બને છે.
ગુરુ,સૂર્ય સાથે લાંબા સમયનાં રોગનો કારક શનિ છે. શનિ ગુરુ અને સૂર્યને અશુભત્વ પ્રદાન કરે છે.
સૂર્ય બ્લડ ટ્રાન્સફ્યુઝનનો કારક હોઈ આવા જાતકને બ્લડ ચડાવી જીવન શક્તિ વધારાય છે.
૪) વૃશ્ચિક રાશિમાં રહેલો પ્લુટોની આઠમાં ભાવે દ્રષ્ટિ છે.
૫) આઠમે રહેલો શનિની ત્રીજી દ્રષ્ટિ કર્ક રાશિ પર, સાતમી દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર અને દસમી દ્રષ્ટિ કુંભ રાશિ પર કરે છે.
કર્ક રાશિ જે ચંદ્રની રાશિ છે એને અશુભ કરે છે.
૬) આઠમાં ભાવથી આઠમો ભાવ ત્રીજો ભાવ છે. જ્યાં ષષ્ઠેશ ગુરુની બીજી રાશિ ધન રાશિ છે.
ધન રાશિમાં ચંદ્ર, કેતુ તથા મંગળ રહેલાં છે. રાહુ કેતુની એક્સીસમાં ચંદ્ર અને મંગળ આવ્યાં હોવાથી અશુભ ગ્રહોનાં પ્રભાવથી નબળાં બને છે.
કેતુ ને કારણે ધન રાશિ પણ નબળી બને છે.
૭) ધન રાશિમાં રહેલો મંગળ ૦૦°નો છે.સાથે વક્રી થાય છે. આ મંગળ ગંડાત નક્ષત્રમાં છે. મૂળ નક્ષત્રમાં છે. જે તિક્ષણ નક્ષત્ર છે. વક્રી છે તેથી ક્રુરતાથી અશુભ ફળ આપશે. આ મંગળ લોહીનો કારક હોઈ લોહીમાં રહેલ લોહતત્વને ઘટાડે.  (હિમોગ્લોબીન)
લોહી અશુધ્ધ કરે, લીવર બગાડે. સાથે હતાશા, ડિપ્રેશન જેવાં રોગ પણ આપે.
કેતુ , મંગળ અને ચંદ્ર સાથે હોઈ અનયુઝ્વલ રોગ આપે.
ધન રાશિ આર્ટરીઝ, પેલ્વિક બોન, હીપ બોન, સાથળનાં હાડકાં પર પ્રભુત્વ ધરાવે છે.
૮) ત્રીજે વક્રી મંગળની ત્રીજી દ્રષ્ટિ છઠે મીન તથા પાંચમે કુંભ રાશિ પર આપે છે. સાતમી દ્રષ્ટિ નવમા ભાવે તથા વક્રી હોઈ આઠમે પણ કરે છે.
આઠમી દ્રષ્ટિ કર્ક અને સિંહ રાશિ પર કરે છે.
આમ શનિ અને મંગળ ની અશુભ દ્રષ્ટિ કર્ક અને કુંભ બંને પર છે.
૯) કાળ પુરુષની કુંડળીનાં નવમે ભાવે ધન રાશિ આવે છે. આ કુંડળીમાં આ ભાવે રાહુ બુધ રહેલાં છે . રાહુએ નવમ ભાવને અશુભ બનાવ્યો છે.
૧૦) સર્વાષ્ટક વર્ગનાં શુભ બિંદુઓ લગ્ન ભાવ પર આઠમાં ભાવ કરતાં વધુ હોવાથી જાતકોની જનરલ હેલ્થ સારી છે.
૧૧) આ આનુવંશિક રોગ જન્મ સાથે મળતો હોવાથી દશા અંતર જોવા અગત્યનાં છે.
જાતક જન્મ સમયે શુક્રની એટલે કે, લગ્નેશ તથા અષ્ઠમેશ શુક્રની હતી. અંતર દશા બુધની હતી.

ઉદાહરણ કુંડળી ૨

ઉદાહરણ કુંડળી ૨
૧) મીન લગ્નની કુંડળીમાં લગ્નેશ ગુરુ બારમાં ભાવે કુંભ રાશિમાં રહેલો છે. લગ્નેશ ગુરુ પર પાંચમા ભાવે રહેલી કર્ક રાશિમાં રહેલાં મંગળ ની આઠમી દ્રષ્ટિ છે.
શનિ ચલિતમાં છઠા ભાવે રહેલો છે.  આ વક્રી શનિની  દ્રષ્ટિ છે. આમ લગ્નેશ બે અશુભ ગ્રહોથી દ્રષ્ટિથી ગ્રસ્ત છે.
૨) રોગનો વિચાર છઠે ભાવથી કરીએ તો ષષ્ઠેશ સૂર્ય લગ્ન ભાવમાં છે. જેથી જાતકનું શરીર નબળું હોય છે.
સર્વાષ્ટક વર્ગનાં શુભ બિંદુ લગ્નમાં ૨૪ છે જે પણ સામાન્યથી ઓછાં છે. આઠમાં ભાવમાં ૨૫ છે જે લગ્નથી સ્હેજ જ વધુ છે. માટે શારીરિક સ્થિતિ નબળી જરૂર કહી શકાય.
૩) આઠમાં ભાવનો અધિપતિ શુક્ર બીજા ભાવે મેષ રાશિમાં શત્રુ રાશિમાં છે. મારક ભાવમાં છે.
શુક્ર બુધ સાથે છે. બુધ સપ્તમેશ મારકનો અધિપતિ છે.
૪) લોહીનો કારક મંગળ પોતાની નીચ રાશિમાં રહેલો છે.
૫) લોહીમાં પ્રવાહી ભાગનો કારક ચંદ્ર છે. જે ધન રાશિમાં રાહુ સાથે રહેલો છે. ચંદ્ર તથા ધન રાશિ રાહુને કારણે નબળી બની છે.
૫) પાંચમા ભાવે રાહુની દ્રષ્ટિ છે. જે ચલિતમાં છઠે આવતાં શનિને પણ અસર કર્તા થાય છે.
નવમાંશ:
નવમાંશમાં મંગળ રાહુ સાથે રહી એફ્લીક્ટ થયો છે.
નિધનાંશામાં છે.
કેતકી મુનશી

રુમેટોઈડ આર્થરાઈટીસ મેડિકલ એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ:

આર્થરાઈટીસ એસ્ટ્રોલોજી ની દ્રષ્ટિએ:
આર્થરાઈટીસ એટલે શરીરનાં સાંધામાં સોજો આવવો. Artharo એટલે જોઈન્ટસ, સાંધા. Itis એટલે દુખાવો. આર્થરાઈટીસ એટલે સાંધાનો દુખાવો
આ સોજાને કારણે સાંધામાં દુખાવો થાય, અકડાઈ જાય જેને કારણે સતત દુખાવો થાય. જેથી રોજબરોજના કાર્યોમાં અડચણ ઊભી થાય. આ રોગ બહુ કોમન છે. સ્ત્રીઓમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. ઉંમર વધવાની સાથે આ રોગ જોડાયેલો છે.
૧૦૦ જુદી-જુદી જાતનાં આર્થરાઈટીસ જોવા મળે છે. જેમાં ખાસ કરીને ઓસ્ટિયો આર્થરાઈટીસ કોમન છે. આ ડિજનેરેટિવ રોગ છે. હાડકાંનાં સાંધામાં વાગવાથી, ઇન્ફેક્શન કે ઉંમર વધવાને લીધે થાય છે.
બીજા કોમન આર્થરાઈટીસ છે, રુમેટોઈડ આર્થરાઈટીસ, ગાઉટ: જેમાં ખોરાકમાં રહેલાં પ્રોટિનમાંથી બનતો યુરિક એસિડ સાંધામાં ક્રીસ્ટલ બની ફસાઈ જાય છે. psoriatic arthritis : સોરિયાસિસ રોગને કારણે સાંધામાં સોજો આવે છે. સેપ્ટિક આર્થરાઈટીસ જે સાંધામાં ચેપને કારણે થાય છે.તથા બીજા ઓટોઈમ્યુન એટલે કે જેનું કારણ જાણી શકાતું નથી એવાં આર્થરાઈટીસ.
ચિન્હો :
હાડકાંનાં સાંધામાં સોજો આવવો, હલનચલન ઘટી જવું તથા સતત દુખાવો રહેવો. દાદરા ચઢવામાં મુશ્કેલી પડવી.
કેટલાક આર્થરાઈટીસમાં હાર્ટનાં આંખનાં, ફેફસાં, કીડની, અને સ્કિનનાં જોઈન્ટસમાં પણ અસર થાય છે.
સંપૂર્ણ સાજા થવું અશક્ય છે.
રુમેટોઈડ આર્થરાઈટીસ:
આયુર્વેદમાં સંધિશોથ કહેવાય છે. જેને આમવાત પણ કહે છે.
એસ્ટ્રોલોજી ની દ્રષ્ટિએ:
ગ્રહ :
શનિ – ડિજનરેશન, વૃદ્ધત્વ, હડકાંના પ્રોબ્લેમ,ફ્રેકચર
પેરાલિસિસ, ઓસ્ટિયોપોરોસિસ, સીવીયર ડિપ્રેશન.
મંગળ- સોજા આવવાં, સ્નાયુઓનું તૂટવું, ફાટવું વગેરેથી થતો દુઃખાવો.
ગુરુ – જાડાપણું, સોજા, કોષ કે ટિસ્યુમાં સોજો હોવા માટે.
શનિ- નેપ્ચ્યુન, કેતુ જે વાત રોગનાં કારણભૂત છે.
રાશિ:
મકર- સાંધાની રાશિ છે, ઘુંટણ. આ રાશિ હાડકાં પર પ્રભુત્વ ધરાવે છે.
ધન- હીપ જોઈન્ટ.
મિથુન- હાથ , ખભા.
મીન – પગનાં અંગૂઠા.
ભાવ :
૮મો ભાવ ક્રોનિક માંદગી .
૧૨ મો ભાવ પગ , અંગુઠા, થેલેમસ.
નક્ષત્ર :
અશ્વિની, આર્દ્રા, પુનર્વસુ, ઉત્તર ફાલ્ગુની, હસ્ત, જ્યેષ્ઠા, મૂળ, શતભિષા, પૂર્વ ભાદ્રપદ.
વેદિક જ્યોતિષ પ્રમાણે આર્થરાઈટીસ:
આ વાત રોગ છે. શનિ મેઈન ગ્રહ છે. ચંદ્ર,બુધ, શુક્ર, શનિ નબળાં હોય, અસ્તના હોય, અશુભ પરિસ્થિતિમાં હોય, અશુભ ગ્રહની અસર હેઠળ, દુ:સ્થાનનાં અધિપતિ સાથે હોય, છઠા ભાવ સાથે ક્યાંક ને ક્યાંક સંબંધિત હોય ત્યારે આ રોગ જોવાં મળે છે.
એસ્ટ્રોલોજી પ્રમાણે કુંડળીમાં દેખાતાં કેટલાંક કોમન કોમ્બિનેશન:
૧) શનિ અશુભ થયો હોય, મંગળ સાથે સંબધ હોય.
મંગળ+ શનિની યુતિ .
૨) શનિ+ સૂર્ય , કે શનિ સૂર્યનો સંબંધ થતો હોય ત્યારે . શનિ- સૂર્ય કે ચંદ્ર પર દ્રષ્ટિ કરતો હોય.
૩) શનિ રાહુની યુતિ ત્રીજે હાથને અસર આપે.
૪) શનિ નેપ્ચ્યુન – મંગળ સાથે હોય.
૫) કુંડળીમાં જ્યારે અશુભ દ્રષ્ટિ સંબંધ હોય, જેમાં બુધ/ મિથુન રાશિ અને શનિ/ મકર માં હોય  અને પહેલાં અને છઠા ભાવને રિલેશન થતું હોય ત્યારે શારિરીક કંપલેન હોય.
૬) સૂર્ય તુલા રાશિમાં હોય.
૭) સૂર્યનો શુક્ર, શનિ, રાહુ વચ્ચે સંબંધ થતો હોય ત્યારે ડાયજેસ્ટિવ જ્યુસ (પાચક રસો) નું ઈમ્બેલન્સ થાય અને એ આમવાત ઉત્પન્ન કરે. આ રસ ને કારણે ઓટોઈમ્યુન ડિસિસ થાય એમ મેડિકલ સાયન્સ કહે છે.
૮) સૂર્ય રાહુની યુતિ આ રોગ ભણી ખેંચવા પાંચ ગણી સમર્થ છે.
આ ઉપરાંત વિવિધ કુંડળીમાં વિવિધ કોમ્બિનેશન જોવાં મળે છે.

ઉદાહરણ કુંડળીનો રુમેટોઈડ આર્થરાઈટીસનો ટેસ્ટ પોઝિટિવ આવે છે. મીન લગ્નની કુંડળીમાં
૧) રોગ જોવા માટે છઠો ભાવ જોઈશું. રોગ ભાવે ,છઠે પાંચમી સિંહ રાશિ આવેલી છે. જેનો અધિપતિ સૂર્ય અષ્ઠમ ભાવમાં ક્રોનિક રોગનાં ભાવમાં પોતાની નીચ રાશિ એવી તુલામાં રહેલો છે.
૨) નવમ ભાવે શનિ રાહુની યુતિ છે .કાળ પુરુષ ની કુંડળીનો હીપ જોઈન્ટ, થાઈનો ભાવ છે . અહીં શનિ રાહુની યુતિ એ પગનાં મોટાં જોઈન્ટને એફ્લીક્ટ કરી પગમાં દુઃખાવો, સોજા તથા મુવમેન્ટને અસર કરી છે.
૩) શનિ રાહુની યુતિ કાળ પુરુષ ની કુંડળીની આઠમી ક્રોનિક રોગની રાશિમાં શનિ લાંબા સમયનાં રોગ આપે છે. રાહુને શનિને વધુ અશુભતા આપી આર્થરાઈટીસ આપ્યો છે.
૪) સાતમે ભાવે રહેલાં ગુરુની સાતમી દ્રષ્ટિ લગ્ન પર છે જેને કારણે જાતક જાડું છે.
૫) ગુરુ, શુક્રની આ યુતિ કાળ પુરુષની કુંડળી ની છઠી કન્યા રાશિ છે. જે રોગ અને શત્રુની રાશિ છે. આ રાશિમાં બેઠેલાં ગુરુ શુક્ર એ જાડાપણું તથા ડાયાબિટીસ જેવા રોગ પણ આપ્યાં છે.
૬) મંગળની સાતમી દ્રષ્ટિ છઠા ભાવે , આઠમી દ્રષ્ટિ સાતમે રહેલાં ગુરુ શુક્ર પર છે. એટલે કે લગ્નેશ ગુરુ પર તથા અષ્ઠમેશ શુક્ર પર હોઈ અશુભતા આપે છે.
૭) છઠા ભાવ પર શનિની અશુભ દ્રષ્ટિ છે.
૮) મંગળ પૂર્વ ભાદ્રપદ નો છે. જેને કારણે જાતકને પગે ( ફીટ પર) સોજા રહે છે.
૯) તુલામાં રહેલો સૂર્ય નવમાંશમાં ઉચ્ચની મેષ રાશિમાં આઠમે ભાવે છે. જેને કારણે જાતકને વારંવાર માથાંમાં ઈજાઓ થાય, ફ્રેકચર થતાં જોવાં મળ્યાં છે.
વધુ અભ્યાસ માટે ડી ૧ સાથે ડી૩, ડી૯, ડી૨૭,ડી ૩૦ જોવાં જોઈએ.
કેતકી મુનશી
૧૭/૭/૨૦૨૦

અલ્ઝાઈમર( Alzheimer) મેડિકલ એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ:

અલ્ઝાઈમર  જ્ઞાનતંતુનો ( ન્યુરોલોજીકલ) રોગ છે. જેમાં મગજનાં કોષો મૃત થતાં જાય છે .  જ્ઞાનતંતુઓ મૃત થાય પછી ફરી કામ આવવાની ક્ષમતા ધરાવતાં નથી. ડીજનરેટીવ રોગ છે. રોગની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે. સમય જતાં રોગ વકરતો જાય છે.
રોગનાં લક્ષણો :
જુદી-જુદી સ્ટેજમાં જોવા મળે છે.
૧) રોગની શરૂઆત યાદશક્તિ ઓછી થતી જણાય છે. વિષય વસ્તુનાં આગલાં પાછલાં કનેક્શન ભૂલી જવાય છે. જાતક કન્ફ્યુઝ રહે છે. એકની એક વાત વારંવાર બોલે છે. રસ્તા ભૂલાય છે.
૨)ડિજનરેશન આગળ વધતાં સમજશક્તિ ઓછી થતી જાય છે. પર્સનલ કેર કરવા અસમર્થ બને છે. પૈસા ગણવા, પ્લાનિંગ કરવું જેવી બાબતોમાં તકલીફ પડે છે.
૩) આંખની સમસ્યા ના હોવા છતાં , દ્રષ્ટિ દેખાતા દ્રશ્ય ને સમજી શકતી નથી.
સગા સંબંધી ને ઓળખી શકે નહીં. વસ્તુ ઓળખી શકે નહીં. કપડાં પહેરવાનું ભૂલી જાય. અને આવુ થતાં જાતક તોફાની બની જાય છે.
૪) બોલવામાં, ચાલવામાં તકલીફ થાય. દુનિયા થી વેગળો થવા લાગે. છેલ્લે પાણી ગળા નીચેથી ઉતારવું, કોળીયો ચાવવો વગેરે પણ ભૂલી જાય છે.
પથારીવશ થઈ જાય છે.
રોગનાં કારણો:
વૃદ્ધાવસ્થા ને કારણે, વારસાગત, ડીપ્રેશન, ધુમ્રપાન હિમોસીસ્ટિન હોર્મોન્સ લેવલ વધવું, હાર્ટ પ્રોબ્લેમ ને કારણે થતો જણાય છે.
એસ્ટ્રોલોજી પ્રમાણે :
ગ્રહ:
ચંદ્ર – મનનો કારક.
બુધ- બુધ્ધિ, કોમ્યુનિકેશન, નર્વસ સિસ્ટમ, તથા ત્રિદોષ વાત પિત્ત અને કફનો કારક.
શનિ- લાંબા સમય સુધી ચાલનારા રોગો, સંકોચન, ડીજનરેશન, ઓબ્સ્ટ્રકશન ટ્યુમરનો કારક.
ભાવ:
પ્રથમ ભાવ ,ચોથો , છઠો, આઠમો અને બારમો.
ત્રીજો ભાવ નાનું મગજ .
અલ્ઝાઈમરમાં કેટલાંક માનસિક રોગ, નર્વસ સિસ્ટમ નાં રોગ, ડીજનરેશનનાં રોગ કે વંશપરંપરાગત ઉતરી આવતાં રોગો જેવાં કુંડળી માં ગ્રહોનાં કોમ્બિનેશન જોવાં મળે છે.
આથી કેટલાક કોમ્બિનેશન ધ્યાનમાં લેવાં જરૂરી છે..
ચંદ્રથી થતાં કોમ્બિનેશન:
(૧) ચંદ્ર- શનિ કે કેતુ સાથે કે ચંદ્ર શનિ અને કેતુ  સાથે.
(૨) ચંદ્ર -૬,૮,૧૨ મે સ્થાને અશુભ થઈ ને સ્થિત હોય.
(૩) ચંદ્ર -૧૨માં ભાવે રાહુ/ કેતુ સાથે હોય તો મેન્ટલ ડિસઓર્ડર જોવાં મળે છે.
બુધ થી થતાં કોમ્બિનેશન:
(૧)  બુધ વક્રી કે નીચનો થયો હોય, પાપકર્તરી માં    હોય.
૨) બુધ શનિથી દ્રષ્ટ હોય કે યુરેનસ સાથે હોય .
૩) બુધ કે શનિ ત્રિકોણ સાથે સંબંધિત હોય અને ૬,૮,૧૨ મેં રહેલાં હોય.
૪) મિથુન રાશિ અને/ અથવા બુધ અશુભ ગ્રહોથી દ્રષ્ટ હોય સાથે ૬,૮,૧૨ સ્થાને રહેલાં હોય.
શનિથી થતાં કોમ્બિનેશન:
૧) શનિ – રાહુ/કેતુ સાથે સંબંધ ધરાવતો હોય. ( દ્રષ્ટિ, યુતિ, સ્થાન ) તો માનસિક ચિંતાઓ તથા વારસાગત રોગ આપે.
૨) શનિ- ચોથા ભાવ સાથે કે ત્રિકોણ સાથે સંબંધ ધરાવતો હોય અને અશુભ ગ્રહથી દ્રષ્ટ કે અશુભ ગ્રહની સાથે સંબંધિત હોય તો બ્રેઈન ની તકલીફો થાય.
૩) શનિ ચોથા ભાવે હોય અને મંગળથી દ્રષ્ટ હોય ત્યારે માનસિક રોગ થાય.

કેસ સ્ટડી:
ઉદાહરણ કુંડળીમાં 
૧) ધન ઉદિત લગ્ન છે. લગ્નમાં પંચમેશ તથા દ્વાદશેશ , મંગળ માંદી સાથે રહેલો છે. માંદી શનિનો પૂત્ર ગણવામાં આવે છે. માંદીને કારણે આ સ્થાન નબળું બને છે.
લગ્નેશ ગુરુ ત્રીજા ભાવે રહેલી કુંભ રાશિમાં છે. માત્ર
કાળપુરુષની કુંડળી માં બુધની મિથુન રાશિ આવે . ગુરુ બુધ વચ્ચે મિત્રતા નથી . એ મુજબ ગુરુ ત્રીજા ભાવે સારો ગણાતો નથી.
લગ્નેશ ગુરુ પર ૧૧ મેં રહેલા રાહુની અશુભ દ્રષ્ટિ છે.
લગ્ન પર શનિની દસમી દ્રષ્ટિ છે. અને લગ્નમાં બેઠેલાં મંગળની દ્રષ્ટિ ચોથા ભાવે રહેલા શનિ પર પડે છે. બંને અશુભ ગ્રહો પરસ્પર દ્રષ્ટિ કરતા લગ્ન ભાવ તથા ચતુર્થ ભાવને અસર થાય છે.
આમ લગ્ન અને લગ્નેશ બંને અશુભ ગ્રહની અસર હેઠળ છે.
૨) ચતુર્થ ભાવમાં મીન રાશિ રહેલી છે.
મીન રાશિમાં બુધ નીચત્વ મેળવે છે.
આ ભાવમાં સૂર્ય બુધ અને શનિ છે. સૂર્ય ક્રુર ગ્રહ અને શનિ અશુભ ગ્રહની વચ્ચે રહી બુધ પાપકર્તરી નો બન્યો છે.
ઉપરાંત બુધ શનિ અંશાત્મક પણ ઘણાં નજીક છે.
૩) શનિ ત્રીજી દ્રષ્ટિ છઠા ભાવ રોગ શત્રુ ભાવ પર છે.
શનિની સાતમી દ્રષ્ટિ કન્યા રાશિ પર છે. કન્યા રાશિ કાળ પુરુષ ની કુંડળી ની રોગની રાશિ છે. જેનાં પર ના કેવળ શનિ પણ બુધ અને સૂર્યની દ્રષ્ટિ પણ છે.
૪) ક્રોનિક રોગ માટે અષ્ઠમ સ્થાનને ધ્યાનમાં લેવું જોઈએ.
ઉદાહરણ કુંડળીમાં અષ્ઠમ સ્થાન માં કર્ક રાશિ છે.
કર્ક નો અધિપતિ ચંદ્ર પાંચમા ભાવે કેતુ અને. યુરેનસ સાથે છે. ચંદ્ર કેતુથી અશુભ થયો છે. સાથે યુરેનસ હોવાથી આ કોમ્બિનેશન મેન્ટલ ડિસઓર્ડર આપી શકે. વળી આ યુતિ કાળ પુરુષ ની કુંડળી ની પ્રથમ રાશિ મેષમાં છે. મેષ રાશિ માથું, બ્રેઈન દર્શાવે .
માટે બ્રેઈનને લગતાં ક્રોનીક રોગ થવાની શક્યતા દેખી શકાય.
૫) આઠમે રહેલી કર્ક રાશિ કાળ પુરુષ ની કુંડળી ની ચોથી રાશિ છે. જેનાં પર મંગળ ની આઠમી દ્રષ્ટિ હોઈ અશુભ બને છે.
૬) ઉદિત લગ્ન ૯° ૧૮’નું છે. જે ૦૦°થી ૧૦° માં આવે છે. માટે પ્રથમ દ્વેષકોણ માં આવે માટે માથાંને લગતાં રોગ થાય.
આ અંશના વધુ બે ભાગ કરીએ તો એક્સટરનલ કે ઈન્ટરનલ શરીરનાં અંગમાં રોગ થશે એ જણાય છે. ઉદાહરણ કુંડળીમાં લગ્નનાં અંશ ૫° થી ૧૦° ની વચ્ચે આવતાં હોવાથી માથાનાં ઈન્ટરનલ ભાગનાં રોગ થવાની શક્યતા રહે છે.
૭) સર્વાષ્ટક વર્ગનાં શુભ બિંદુ ઓ લગ્નમાં ૩૫ છે જે એવરેજ કરતાં ઘણાં સારા છે. એનાં પ્રમાણમાં અષ્ઠમ ભાવમાં ૨૬ છે જે એવરેજ કરતાં અને લગ્ન કરતાં ઘણાં ઓછાં હોઈ જાતક મોટી ઉંમર સુધી સ્વસ્થ જીવન જીવતાં હતાં. ઉપરાંત લાંબુ આયુષ્ય છે એમ કહી શકાય.
૮) શનિની મહાદશા અને અંતરમાં જાતકોને આ રોગનું ડાયગ્નોસિસ થયું હતું.

જાતક ખૂબ જ ઈન્ટલીજન્ટ અને ઘણું ભણેલા છે. ઉચ્ચ પોસ્ટ પર કાર્ય કરતા હતાં. સતત કાર્યશીલ હોવા છતાં આ રોગનાં ભોગ મોટી ઉંમરે બન્યાં છે.

મેડિકલ એસ્ટ્રોલોજી માં રોગનું ડાયગ્નોસિસ, શરીરનાં ક્યા અંગમા થશે એ, ટાઈમિંગ તથા સારું ક્યારે થશે એ જાણવાં ડી૩,ડી૬,ડી૯,ડી૨૭ તથા ડી૩૦  અને દશાનો ઉપયોગ વધુ ચોકસાઈ પૂર્વક ની માહિતી આપે છે.
કેતકી મુનશી
૮/૭/૨૦૨૦

મોટોર ન્યુરોન ડિસિસ મેડિકલ એસ્ટ્રોલોજી ની દ્રષ્ટિએ- MND:

મોટોર ન્યુરોન ડિસિસ અને મેડિકલ એસ્ટ્રોલોજી:
આ રોગમાં સ્નાયુઓનાં સ્વયં સંચાલન પર અસર થતી હોય છે.
ન્યુરોન શબ્દ વાંચીએ એટલે ન્યુરોલોજીકલ ડિસ્ઓડર છે એમ સમજાય. માટે નર્વસ સિસ્ટમ નો રોગ છે એમ સમજી શકાય.
શરીરમાં કેટલીક ક્રિયાઓ આપમેળે થતી હોય છે.  શ્વાસ લેવો, ખાવાનું ગળા નીચેથી ઉતરવું, બોલવું જેમાં મગજનું નિયંત્રણ સ્વયં સંચાલિત  હોય છે. નોર્મલી શરીરને જે મેસેજ મળે એ બ્રેઈનમાં રહેલાં નર્વસ સેલ્સ દ્વારા મગજનાં બીજા ભાગોમાં તથા સ્નાઈપર કોર્ડમાં  અને એનાં દ્વારા શરીરનાં બીજા અંગોનાં સ્નાયુઓને પહોંચે છે.
પરંતુ આ વ્યવસ્થા માં ખામી સર્જાય ત્યારે આ રોગ થતો હોય છે.
જવાબદાર ગ્રહો:
મંગળ : મેડિકલ એસ્ટ્રોલોજી માં મંગળ પિત્ત નો કારક છે. માથું , લોહીના લાલ કણો, બોન મેરો, આંતરડાં, ગરદન, કપાળ, શરીરનાં સ્નાયુઓ, તથા બાહ્યજનનાંગો પર પ્રભુત્વ ધરાવે છે.
બુધ: વાત, પિત્ત અને કફ ત્રણે નો કારક છે.
શરીરનાં વચ્ચેના ભાગ એટલે કે, આંતરડા અને કમરનો ભાગ, સ્કીન, ગાળાનો નીચેનો ભાગ, આંતરડાં, ગેસ્ટ્રીક જ્યુસ ( પાચક દ્રવ્યો) , હાથ, નર્વસ સિસ્ટમ, જીભ અને બ્રોન્કલ ટ્યુબસ તથા યુરેટર ટ્યુબસ પર પ્રભુત્વ ધરાવે છે.
શનિ: વાત પ્રકૃતિ ધરાવે છે.
નર્વસ સેલ્સ, સ્કીન, દાંત, હાડકાં, સાંધાઓ, સ્પ્લીન, ઘુટણ પર પ્રભુત્વ ધરાવે છે.
શનિ લાંબા સમય ના રોગો માટે કારણભૂત હોય છે. વૃદ્ધાવસ્થા નાં રોગો માટે પણ કારણભૂત છે.
રાશિ:
બુધની રાશિ મિથુન, કન્યા.
મંગળની રાશિ મેષ, વૃશ્ચિક.
શનિની રાશિ મકર, કુંભ.
ભાવ: પ્રથમ ભાવ, છઠો ભાવ, આઠમો ભાવ, છઠાથી છઠો અગિયારમો ભાવ.
રોગનાં લક્ષણો:
ગળાનાં સ્નાયુઓ નબળા થવાથી ખોરાક પાણી ઉતરવામાં તકલીફ, એજ પ્રમાણે જુદાં જુદાં અંગોનાં સ્નાયુઓ નબળા થવાથી અંગોને અનુલક્ષી કાર્યોમાં તકલીફ થવા લાગે છે. સ્પર્શ નો અનુભવ ઓછો થવો, સાંભળવું, દેખાવું વિગેરેની તકલીફ થતી જણાય છે.
હાથમાંથી વસ્તુ પડી જવી, ખભા થી હાથ ઉંચો કરવાની તકલીફ, ચાલતાં અચાનક પગનું અટકી જવું. ક્રોનિક કેસમાં શ્વાસ લેવામાં તકલીફ, બોલવામાં તકલીફ જણાય છે.


કેસ સ્ટડી:
(૧) રોગ જોવાં માટે કુડળીનો છઠો ભાવ જોવાય.
છઠે શનિની કુંભ રાશિ છે. શનિ આ રાશિ  ક્રોનિક રોગ , ડીજનરેશન અને વૃધ્ધત્વ સાથે સંકળાયેલા રોગ આપે.
શનિની કુંભ રાશિ સ્પાઈન કોર્ડ તેની સાથે જોડાયેલ વર્ટીબીસ, ટિબિયા ફેબ્યુલા, એન્કલ જોઈન્ટ, તથા તેને જોડતાં સ્નાયુઓ, વેઈન્સ પર પ્રભુત્વ ધરાવે છે.
૨) છઠા ભાવમાં લગ્નેશ અશુભ ગ્રહોની અસરમાં હોય તો જાતકનું સ્વાસ્થ્ય ખરાબ રહે.
લગ્નેશ બુધ ધનિષ્ઠા નક્ષત્ર માં છે.
લગ્નેશ બુધ કુંભ રાશિ માં કેતુ સાથે છે. રાહુ કેતુ ની સાથે રહેલો લગ્નેશ નિર્બળ બન્યો છે. અશુભ થયેલો બુધ ધનિષ્ઠા નક્ષત્ર માં છે.
ધનિષ્ઠા નક્ષત્ર આર્થરાઈટીસ, પીઠનાં, સ્પાઈનના તથા એકંલ જોઈન્ટ નાં રોગો આપે છે.
૩) લગ્નેશ બુધ , ૧૧ માં હાલનાં અધિપતિ ચંદ્ર સાથે છે. ચંદ્ર પોતાની રાશિથી આઠમે છે.

૪) ષષ્ઠેશ શનિ નવમા ભાવે  રહી છઠા ભાવ પર દસમી દ્રષ્ટિ કરે છે.
૫)  છઠા ભાવના કારક મંગળ સાથે શનિ સ્થિત છે. મંગળ જે બ્રેઈન, સ્નાયુનો કારક હોઈ શનિ એ ઓબ્સ્કસ્ટ્રન ઉભું કર્યુ છે . આ યુતિએ સૌથી વધુ ડિસ્ટ્રક્શન આ કુંડળીમાં કર્યું છે.
કૃતિકા નક્ષત્ર (સૂર્ય ના ) નક્ષત્ર માં રહેલાં શનિ એ બ્રેઈનમાંથી નીકળતાં સિગ્નલો ને સ્નાયુઓ સુધી પહોંચવા માં અડચણ ઉભી કરી છે.

૬) શુક્ર અને ગુરુ જેવાં શુભ ગ્રહો ત્રિકોણ માં હોવાથી લાંબુ આયુષ્ય આપ્યું છે. ઉપરાંત શનિ ચલિતમા આઠમા ભાવે આવતો હોવાને કારણે આયુષ્ય સારું છે.

સામાન્ય રીતે આપણે યુરેનસ તરફ પર્સનલ કુંડળીમાં ઓછું ધ્યાન આપીએ છીએ. આ કુંડળીમાં યુરેનસ શનિ મંગળ વચ્ચે રહી બંને વચ્ચે થતી ઈલેક્ટ્રીક જેવા જોડાણને તોડવાનું કાર્ય કરે છે.

છઠો ભાવ રોગ પોતાની રહેણીકરણી અને જીવનશૈલી ને કારણે થાય એ છે. આઠમો ભાવ ક્રોનિક રોગ, લાંબાં સમય સુધી ચાલનારા રોગ, વંશપરંપરાગત રોગ માટે જવાબદાર છે. બારમો ભાવથી હોસ્પિટલાઈઝેશન, લાંબો સમય કે મરણપર્યંત પથારીવશ રહે એની વિચારણા કરાય છે.

ઉપરોક્ત કુંડળીમાં બારમાં ભાવમાં રાહુ છે. અષ્ઠમેશ મંગળની ચોથી દ્રષ્ટિ છે. દ્વાદશેશ સૂર્ય પોતાનાં સ્થાનથી આઠમે છે. તથા ચલિત કુંડળી માં આ સૂર્ય છઠે કેતુ સાથે રહી અશુભ બને છે. આમ કુંડળી માં સૂર્ય અને ચંદ્ર બંને પણ અશુભ બને છે.

.

નવમાંશ-૨ Navmansha-2

નવમાંશ કુંડળી -૨
નવમાંશ કુંડળીને મહર્ષિ પારાશરે ઘણું મહત્વ આપ્યું છે. નવમાંશ કુંડળીમાં જો ગ્રહ શુભ રાશિમાં હોય તો શુભ ફળ આપે છે.
જન્મકુંડળીમાં કેન્દ્ર અને ત્રિકોણ ને શુભ ગણવામાં આવ્યાં છે. આ નિયમને લઈએ તો નવમાંશ કુંડળીમાં રહેલો ગ્રહ જન્મકુંડળીમાં મુકીને મુલવીએ તેને ‘ રાશિ તુલ્ય નવમાંશ ‘ કહેવાય.
નવમાંશ નાં ગ્રહો જે રાશિમાં હોય તે ગ્રહ જન્મકુંડળીમાં એ જ રાશિમાં સ્થાપિત કરે છે. અને જે કુંડળી મળે તેને રાશિ તુલ્ય નવમાંશ કહેવાય. આ કુંડળી બીજ કુંડળી પણ કહેવાય છે.
ઉદાહરણ તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીની કુંડળી લઈએ.
જન્મ તારીખ : ૧૭/૯/૧૯૫૦
જન્મ સમય :. ૧૨ : ૦૯
જન્મ સ્થળ : વડનગર ( ગુજરાત)
આ કુંડળીમાં જન્મકુંડળીમાં લગ્ન ભાવમાં જે રાશિ છે એજ રાશિ નવમાંશ માં પણ છે. માટે લગ્ન વર્ગોતમ બન્યું છે.
સૂર્ય – જન્મકુંડળીમાં ૧૧ માં ભાવે કન્યા રાશિમાં બુધ અને કેતુ સાથે યુતિમાં સ્થિત છે.
સૂર્ય મકર નવમાંશ માં છે. ત્રીજા ભાવે છે માટે સહોદરાંશે છે એમ કહેવાય. બીજું કે એ મકર રાશિમાં છે. મકર ચર રાશિ છે. તો ચરાંશે શબ્દનો ઉપયોગ પણ કરાય છે.
ઉદાહરણ નવમાંશ કુંડળીમાં ચાર ગ્રહો કેન્દ્રમાં છે. એક ગ્રહ ત્રિકોણમાં છે.
ચંદ્ર : જન્મ લગ્ન કુંડળીમાં ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આ ચંદ્ર નવમાંશ કુંડળીમાં લાભ સ્થાનમાં છે માટે ચંદ્ર લાભાંશે છે એમ કહેવાય.
મંગળ : જન્મકુંડળીમાં મંગળ વૃશ્ચિક રાશિમાં છે. નવમાંશ કુંડળીમાં મંગળ ભાગ્ય સ્થાનમાં કર્ક રાશિમાં રહેલો છે. માટે મંગળ ભાગ્યાંશામાં રહેલો છે એમ કહેવાય.
બુધ : જન્મકુંડળીમાં બુધ કન્યા રાશિમાં છે. જે પૃથ્વી તત્વની રાશિ છે. બુધ ૦૦° નો છે.  નવમાંશ મકર રાશિથી શરૂ થાય. માટે બુધ પણ મકર રાશિમાં આવે. સહોદરાંશા માં આવ્યો કહેવાય.
પરંતુ એની સાથે યુતિમાં રહેલો કેતુ ૫° નો હોવાથી નવમાંશ બદલાઈ જતાં કુંભ નવમાંશ માં આવે છે. આ કુંભ રાશિ જન્મકુંડળીમાં ચોથા સ્થાને આવે છે. ચોથા ભાવને સુખસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. માટે કેતુ સુખાંશમાં છે એમ કહેવાય.
ગુરુ નવમાંશ કુંડળીમાં લગ્નમાં હોવાથી લગ્નાંશે, શુક્ર વર્ગોતમ છે, તથા રાહુ નવમાંશ કુંડળીમાં દસમે હોવાથી કર્માંશે એમ કહેવાય.
ઉદાહરણ કુંડળીની એક ખાસિયત છે કે, જન્મકુંડળીનો કોઈ પણ ગ્રહ નવમાંશમાં ૬, ૮ કે ૧૨ સ્થાને એટલે કે દુઃસ્થાને ગયેલો નથી.
નવમાંશ કુંડળીમાં જન્મકુંડળીની ૬,૮,૧૨ રાશિમાં રહેલો ગ્રહ જીવનમાં મુશ્કેલી અને દુઃખનું કારણ બને છે.
કુંડળીમાં કોઈ પણ ગ્રહ જન્મકુંડળીમાં  આઠમાં સ્થાને રહેલી રાશિમાં નવમાંશ કુંડળીમાં ગયો હોય તો આ ગ્રહને નિધનાંશા ગ્રહ છે એમ કહે છે. અથવા રંધ્રાશા કહે છે. આ નવમાંશ માં રહેલાં ગ્રહ અશુભ ગોચરમાં અને દશામાં અશુભ ફળ આપે છે.

જેવી રીતે રાશિ તુલ્ય નવમાંશ જોવાય છે એજ પ્રમાણે નવમાંશ તુલ્ય રાશિ જોવાય છે.
મહત્વની વાત એ છે કે, જ્યારે નવમાંશ તુલ્ય રાશિ કાઢીએ ત્યારે ત્રણ રાશિ મીસીંગ થાય છે. આપણી પાસે જન્મકુંડળીમાં ૧૨ રાશિ અને નવ નવમાંશ છે.

જળ તત્વ ની રાશિમાં ગ્રહ હોય તો કર્ક નવમાંશ થી નવમાંશ ની ગણતરી થાય છે. માટે પાછલી ત્રણ રાશિ મેષ, વૃષભ અને મિથુન મીસીંગ હોય છે.

વાયુ તત્વ ની રાશિમાં તુલા નવમાંશને પ્રથમ નવમાંશ ગણી ચાલીએ છીએ . વાયુ તત્વની રાશિ માટે નવમાંશ તુલ્ય રાશિ જોવા જઈએ તો ત્રણ રાશિ કર્ક, સિંહ, કન્યા રાશિ મીસીંગ હોય છે.

પૃથ્વી તત્વની રાશિમાં મકર રાશિથી પહેલાં નવમાંશ ની ગણતરી કરીએ છીએ. માટે તુલા, વૃશ્ચિક, ધન રાશિ મીસીંગ હોય છે.

અગ્નિ તત્વની રાશિ માટે મેષ નવમાંશ થી નવમાંશ સ્ટાર્ટ કરાય છે. એ પરિસ્થિતિમાં  મકર, કુંભ,મીન રાશિ મીસીંગ મળે છે.
દા.ત મેષ રાશિમાં રહેલો ગ્રહ સૂર્ય છે. સૂર્ય ૨૩°૨૦’ થી ૨૬°૪૦ કળાની વચ્ચે છે. એટલે કે આઠમાં નવમાંશ વૃશ્ચિક નવમાંશમાં આવે છે.
જ્યારે નવમાંશ તુલ્ય રાશિ કાઢવામાં આવે ત્યારે વૃશ્ચિક રાશિ જળતત્વની રાશિ છે. એનું નવમાંશ કર્ક રાશિથી કરતાં મેષ રાશિ ઉપલબ્ધ થતી નથી. માટે સૂર્ય ની નવમાંશ તુલ્ય રાશિ મળતી નથી.
આ કારણ થી સૂર્ય નું ગોચર આ જાતકને એનાં કારકત્વ મુજબ ફળ આપવામાં ઉણું ઉતરે છે.
ગ્રહ ને નવમાંશ તુલ્ય રાશિ હોય પણ રાશિ તુલ્ય નવમાંશ ના હોય તો એ ગ્રહ પરથી ગોચર થતો ગ્રહ એનાં કારકત્વ પ્રમાણે ફળ આપતો નથી.

મેષ રાશિમાં કુલ નવ નવમાંશ હોય છે. મેષથી ધન સુધીનાં.
હવે ઉલટું ગણીએ તો , મેષ રાશિમાં મેષ નવમાંશ હોય. વૃષભ રાશિ માં મેષ નવમાંશ હોય મિથુન રાશિમાં મેષ નવમાંશ હોય. પરંતુ કર્ક રાશિમાં મેષ નવમાંશ હોતું નથી. આગળ જતાં સિંહ, કન્યા તુલા રાશિમાં મેષ નવમાંશ હોય પરંતુ વૃશ્ચિક રાશિમાં મેષ નવમાંશ હોતું નથી. ધન રાશિમાં મેષ નવમાંશ જોવાં મળે છે.
આમ કુલ છ રાશિ છે જેમા બંને વિપરીત બની શકે રાશિ તુલ્ય નવમાંશ અને નવમાંશ તુલ્ય રાશિ મળે.
નવમાંશ તુલ્ય રાશિનું મહત્વ ઘણું બતાવ્યું છે.
જ્યારે પણ ગોચરમાં શનિ જેવા અશુભ ગ્રહનું ગોચર ચંદ્ર ની નવમાંશ તુલ્ય રાશિ પરથી થતું હોય અથવા જન્મ કુંડળીનાં ચંદ્ર પરથી થતું હોય ત્યારે જાતક માનસિક પરેશાન રહે.
સિધ્ધાંત એ છે કે ગ્રહ નવમાંશ તુલ્ય રાશિ માં હોય અને શનિ ત્યાંથી પસાર થાય.
એ જ રીતે નવમાંશ તુલ્ય રાશિ કોઈ બીજા ગ્રહની સ્થિતિમાં પણ એટલું જ મહત્વ ધરાવે છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીની જન્મકુંડળીમાં ગુરુ કુંભ રાશિમાં અને વૃશ્ચિક નવમાંશ છે.
ગુરુ જ્યારે વૃશ્ચિક રાશિમાં ગોચર કરે અને એ કુંભ નવમાંશમાં આવે ત્યારે આશ્ચર્યજનક ફળ આપે છે.
આ રીતે નવમાંશમાં ગોચર જોવાની રીતને ગ્રહોની સામસામી સ્થિતિ પણ કહેવાય છે. જે મહત્ત્વની રીત છે.
કેતકી મુનશી
૮/૬/૨૦૨૦

જન્મકુંડળીનો નવમો ભાવ :

જન્મકુંડળીમાં નવમો ભાવ : ધર્મસ્થાન , ભાગ્ય સ્થાન.
નવમ ભાવ  ધર્મ ત્રિકોણનો ભાવ છે. આઠમાં ભાવનો વિચાર કર્યા પછી જીવનમાં ભૌતિકતાથી ઉપર ઉઠીને ઉચ્ચ લેવલ સુધી પહોંચવાની વાત નવમ ભાવ કરે છે. શરીરથી ઉપર ઉઠી ધર્મ, આધ્યાત્મ જર્નીની વાત કરે છે. આમ આ ભાવ સામાન્ય શબ્દોમાં  લાંબી યાત્રા, ઉચ્ચ શિક્ષણ, તીર્થ યાત્રાનું સ્થાન ગણાય છે. મરણ પછીનાં જીવનની વાત કરે છે.  આગળ વધવાનાં રસ્તા બંધ થયાં હોય એવી પરિસ્થિતિ નવમ ભાવથી જોવાતી હોય છે. સાથે સાથે ભાગ્યનો ઉદય પણ આ ભાવથી જોવાય છે. માટે આ ભાવને ભાગ્ય ભાવ પણ કહે છે.
નૈસર્ગિક કુંડળીમાં આ ભાવમાં ધન રાશિ આવે છે. જેનો અધિપતિ ગુરુ છે.
પર્યાયવાચી નામ : ગુરુ, તપ, ત્રિકોણ, ધર્મ, શુભ, નવ, ભાગ્ય.
બૃહદ પારાશર હોરા શાસ્ત્રમાં મહર્ષિ પારાશર કહે છે કે,
ભાગ્યં શ્યાલં છ ધર્મ છે  ભ્રાતૃપત્ન્યાદિકાંસ્તથા |
તીર્થયાત્રાદિકં સર્વ ધર્મસ્થાન્નિરીક્ષયેત ||૯
અર્થાત આ ભાવથી
ભાગ્ય, સાળો, ધર્મ, ભાઈની પત્ની, તીર્થયાત્રા નવમા ભાવથી જોવાય છે.

ઉત્તર કાલામૃત મુજબ નવમ ભાવથી નીચેની બાબતો જોવાય છે. :
દાનં ધર્મસુતીર્થં સેવન તપોગુર્વાદિ ભક્ત્યૌષધા
ચારાશ્ચિત્ત વિશુદ્ધિ દેવભજને વિદ્યાશ્રમો વૈભવ: ||
યાનં ભાગ્ય નયપ્રતાપ સુકથા યાત્રા ભિષેકાદયઃ
પૃષ્ટિ સજ્જનસંગતિઃ શુભપિતૃસ્વ પુત્ર પત્ર્યસ્તથા
અષ્ટૈશ્વર્ય તુરંગનાગમહિષાઃ પટ્ટાભિષેકાલય
બ્રહ્મ સ્થાપન વૈદિક ક્રતુ ધનપેક્ષાઃ સ્યુરંકર્ક્ષતઃ ||
અર્થાત : નવમા ભાવથી નીચેની બાબતો જોવાય છે.
૧)દાન  (૨) પુણ્ય (૩) તીર્થયાત્રામાં પવિત્ર સ્નાન કે નિવાસ  (૪) તપસ્યા (૫) ગુરુજનોંની સેવા કે ભક્તિ(૬) ઔષધિ માટે ઉપયોગી જડીબુટ્ટી (૭)ચારિત્ર , આચરણ  (૮) મનની પવિત્રતા, નિષ્કપટતા કે પવિત્ર મન (૯) દેવ ઉપાસના, પૂજા (૧૦) વિદ્યા પ્રાપ્તિ માટે પરિશ્રમ (૧૧) ધન, વૈભવ (૧૨) વાહન (૧૩) અનેક પ્રકારનું સુખ વૈભવ  (૧૪ )નીતિ-નિયમ  (૧૫) ગૌરવ (૧૬) વિનમ્રતા (૧૭) પ્રતાપ (૧૮) ધાર્મિક પુણ્ય કથાઓ (૧૯) યાત્રા , પર્યટન (૨૦) અભિ‌ષેક કે ધાર્મિક સ્નાન
(૨૧) પુષ્ટિ ,પૌષ્ટિકતા (૨૨) સત્સંગ , શ્રેષ્ઠ અને ગુણીજનને મળવું  (૨૩) સુખ, આનંદ ની પ્રાપ્તિ (૨૪) પિતાનો ધન વૈભવ (૨૫) સંતાન સુખ (૨૬ ) બધા પ્રકારનું સુખ,  ઐશ્વર્ય કે સુખનાં સાધન (૨૭)હાથી ,ઘોડા , ભેંસ કે વાહન સુખ (૨૮) રાજ્યાભિષેક નો સભા મંડપ (૨૯) બ્રહ્મ જ્ઞાનની સ્થાપના (૩૦) વૈદિક યજ્ઞ (૩૧) ધનનું દાન કે ધનનો પ્રવાહ.
ફલદીપિકા અનુસાર
ગુરુ, ઈષ્ટ કે આરાધ્ય દેવતા, પૂજા, ઉપાસના,ધાર્મિક કાર્યો, પિતા, પૂત્ર, પૂર્વ ભાગ્ય, ઉત્તમ વંશ, રાજ્ય કૃપા વગેરેનો વિચાર કરાય છે.
આ ભાવને શુભ, ધર્મ અને ભાગ્ય ભાવ કહે છે.
સવાર્થ ચિંતામણિ મુજબ નવમા ભાવથી નીચેની  વિગતોનો વિચાર કરાય.
શુભભવનાદ્ ગુરુભાગ્યં પિતૃ પૌત્ર દયા તપઃ પ્રાપ્તિમ્
ઉરુસ્થાનં સ્વાંતં સહભોક્તૃન્દાન યોગમપિ વિદ્યાત્ ||
ચિંતનીયા ગુરુ સ્વામિપિતૃ ભાગ્યાદિ માતુલાઃ
નવમે સ્વામિસૌમ્યાઢ્ યે શુભા એતેન્યથા (આ) શુભા ||
નવમા કે શુભ ભાવથી ગુરુ, પિતા, પૌત્ર, દયા, (સંવેદના, સાહનુભૂતિ ) તપ ( દોષો કે નબળાઈઓ દુર કરી સમાજ કલ્યાણ કરવું) , કૃપા પ્રાપ્તિ, ઘુટણ, મન, સમુહમાં ભોજનનો આનંદ, દાન કે સેવા, સહાયતા માટે ધન આપવું, ગુરુ, સ્વામી, ઉચ્ચ અધિકારી, પિતા,  સુખ, વૈભવ, ઐશ્વર્ય, મામાનાં સુખનો વિચાર નવમાં ભાવથી કરાય છે.
નવમો ભાવ લાભ ભાવનો ( ૧૧માં ભાવ) લાભ ભાવ છે.માટે ધર્મ જ ભાગ્ય બની શુભતા , કલ્યાણ અને લાભ આપે છે.
વ્યાવહારિક જ્યોતિષ પ્રમાણે :
દાનં, ધર્મ, પિતા, યજ્ઞ, ધ્યાન, જપ,તપ, ભાગ્ય, સંપદા, ઈષ્ટ દેવતા, વિદેશ યાત્રા, યશ, ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ અધિકારી, શોધ , અનુસંધાન, ખોજ, પ્રતિભા, પ્રજ્ઞા, સદાચાર, નૈતિકતા, ધાર્મિક સંસ્થા, મઠ , મંદિરમાં સેવા, ભવિષ્ય માટે પૂર્વાનુમાન , રાજ્યાભિષેક, આધ્યાત્મિક જ્ઞાન , સંન્યાસ, પિતાનું મૃત્યું,  પિતા પર આવતી ઘાત, ગુરુ નો વિયોગ,માતાના રોગ, મોટી ઉંમરે થતાં લગ્ન, બીજું લગ્ન, ધર્મત્યાગ, દરિયાઈ મુસાફરી, પરદેશ ગમન, સંચિત કર્મો, પૂર્વ જન્મના પાપ પુણ્ય.
પતિ/ પત્ની ની લેખન ક્ષમતા આ ભાવથી જજ કરી શકાય.
પ્રશ્ન કુંડળી માં ખોવાયેલી વ્યક્તિ કે મુસાફરે પાછા ફરવા કેટલો માર્ગ કાપ્યો છે તે જાણવા.
મેડિકલ એસ્ટ્રોલોજી મુજબ આ ભાવથી નીચેનાં અંગોનો વિચાર કરાય.
નિતંબ, જાંઘ કે સાથળ, આર્ટ્રિયલ સિસ્ટમ, નર્વસ સિસ્ટમનો વિચાર કરાય છે.
મેદનીય જ્યોતિષ પ્રમાણે નવમો ભાવ ન્યાયીક સિસ્ટમ દર્શાવે છે. જેમકે  કોર્ટ, હાઈકોર્ટ, કાનૂન, વકીલ, જજ, આંતરરાષ્ટ્રીય ન્યાયનો પણ વિચાર કરાય છે. આ ઉપરાંત ધર્મ, નૈતિકતા, રાજદ્વારી બાબતો, વિદેશી મિશન જેવી બાબતો જોવામાં આવે છે.
બધા જ ધર્મોનાં ધર્માલયો, તથા ધર્મગ્રંથો પણ આ ભાવથી જોવાય છે.
લાંબી યાત્રા સંબંધિત સાધનો જેમકે પ્લેન, શીપ, દરિયાઈ મુસાફરી, દરિયાઈ ટ્રાફીક, દરિયાઈ આબોહવા , એક્સપોર્ટ ઈમ્પોર્ટ , ફોરેન એક્સચેન્જ વગેરે.
આ ઉપરાંત યુનાઈટેડ નેશન, વલ્ડ ઓર્ગેનાઈઝેશન, વિદેશી મુદ્રા, રાજદ્વારી બાબતો અને સંબંધો, નેવી, નેવી ને લગતી બાબતો, માનવ અધિકાર પંચ, બંદરોને લગતી બાબતો.
ઉપરાંત પબ્લીસીંગ ઈન્ડસ્ટ્રીઝ, એડવર્ટાઈઝમેન્ટ તથા પબ્લીક રિલેશન જેવી બાબતો જોવામાં આવે છે.
લાંબા અંતરનું વ્યાવસાયિક કોમ્યુનિકેશન તથા તે અંગેનાં સાધનો જેમકે રેડિયો, ટેલિવિઝન વગેરે નો સમાવેશ થાય છે.
આ ભાવ વિષ્ણુ સ્થાન તરીકે ઓળખાય છે.
આ ભાવના કારક ગ્રહો સૂર્ય તથા ગુરુ છે.
આ ભાવમાં રહેલાં સૂર્ય અને ગુરુ ભાવને બગાડતાં નથી. કારકો ભાવ નાશાય નો નિયમ અહી કામ કરતો નથી.
કેતકી મુનશી
૬/૬/૨૦૨૦


જન્મકુંડળી નો આઠમો ભાવ :-

જન્મકુંડળી નો આઠમો ભાવ :-


જન્મ કુંડળી માં 6,8,12 માં ભાવને ત્રિક ભાવ, દુ: સ્થાનો તરીકે ઓળખી એ છીએ. તેમાં છઠા ભાવ ને વધુ અશુભ ગણીએ છીએ. છઠો ભાવ કર્મ સાથે જોડાયેલો છે. સજાગતા થી જીવવાનું શિખવે છે.
અષ્ઠમ ભાવ મૃત્યુ નો ભાવ છે. આયુષ્ય ભાવ કહે છે.
જીવન માં સૌથી વધુ ભય મૃત્યુ નો હોય છે. માટે આ ભાવ ને અશુભ ભાવ કહ્યો છે. આઠમા ભાવને અંધકાર નો ભાવ કહ્યો છે. કેટલીક ના સારી કહેવાય એવી બાબતો આપણી અંદર રહેલી હોય છે. જેને આપણે બીજા સમક્ષ ઉજાગર નથી કરતા, છુપાવીએ છીએ. જેમ કે ગુસ્સો, કેટલીક લાગણીઓ, મનોવ્યથા, આંતરિક યુદ્ધ, સેક્સ વગેરે . આંતરિક કચરો દુર કરવાનું કે, આંતરિક રીતે બદલાવવાનો ભાવ છે. આઠમો ભાવ ટ્રાન્સ્ફરમેશન નો ભાવ છે માટે એ અગત્યનો ભાવ છે. પુર્નજન્મ નો ભાવ છે. બુરાઈ ને સાફ કરી નવા ક્લેવર સાથે ઉભા થવાનો ભાવ છે. માટે મૃત્યુ ભાવ કહ્યો છે.
નૈસર્ગિક કુંડળી માં આઠમાં ભાવમાં વૃશ્ચિક રાશિ આવે છે જળતત્વની, બેકી રાશિ, સ્ત્રી  રાશિ છે. વૃશ્ચિક રાશિ નો અધિપતિ ગ્રહ મંગળ છે. મોક્ષ ત્રિકોણ નો ભાવ છે. પણફર ભાવ છે.
પર્યાય :-
વિનાશ, દેહવિવર, છિદ્ર, ચતુરસ્ત્ર, રન્ધ્ર, આયુ.

બૃહદ્ પારાશર હોરા શાસ્ત્ર મુજબ :-
આયૂરણં રિપું ચાપિ દુર્ગ મૃતધનં તથા |
ગત્યનૂકાદિકં સર્વ પશ્યેદ્ રન્ધ્રાદ્ વિચક્ષણ: ||

આયુ, યુધ્ધ, શત્રુ, કિલ્લો, ડુબી ગયેલું ધન તથા મૃત્યુ પછી ની ગતિ નો વિચાર આઠમા ભાવથી કરાય છે.

ઉત્તર કાલામૃત મુજબ નીચેની બાબતો નો વિચાર કરાય :-
આયુ: સૌખ્યપરાભવૌ મૃતધનં સંક્લેશવક્ત્રં મૃતિ
ક્લેશો મારણ કારણાન્નકલહો તન્મેહજાડ્ યં વિપત્ ||
ભ્રાતુ:  શત્રુકલત્ર  પીડનકલાપા:  શત્રુદુર્ગસ્થલં
ક્લેશ્શચાલ સરાજદંડન ભય દ્રવ્યક્ષયર્ણપ્રદા: |
અજ્ઞાનાપ્ત પરં  ધનં  ચિરધનં  દુર્માર્ગમત્યાર્ગમ:
પાપં જીવવધોંગહીન કશિરચ્છેદોગ્ર દુ:ખાનિ ચ ||
ચિત્તાસ્વાસ્થ્ય કથોપસર્ગ પરિવારોગ્ર ક્રિયા સૂદ્યમો
યુદ્ધાત્યંત મનોવ્યથે ચ સતતં ભાવાદ્ વદેદષ્ટમાત્ ||
અર્થાત્
(1)  આયુષ્ય (2) સુખ, પ્રસન્નતા (3) અપમાન, અસફળતા, પરાજય (4) વસિયત, વીમા ના પૈસા, કે મૃત વ્યક્તિ નું ધન (5) વિકૃત ચહેરો (6)મૃત્યુ નો ભય, સંબંધી ના મૃત્યુ ને કારણે થતું દુખ કે ક્લેશ (7)  તાંત્રિક પ્રયોગ, મારણ – જારણ સબંધી તંત્ર પ્રયોગ (8) ખેત પેદાશ ને કારણે ઉભા થતા ઝઘડા (9)મૂત્ર રોગ (10)વિપત્તિ (11)ભાઈ કે શત્રુ ( ત્રીજા ભાવનો છઠો ભાવ, ભાઈ ના રોગ શત્રુ તકલીફ નો વિચાર) (12) પત્ની નો રોગ (13)શત્રુ નો ગઢ (14) ચિંતા, ક્લેશ (15)  આળસ, બેકારી, અકર્મણ્યતા (16) રાજ્ય દંડ નો ભય (17) ધન હાનિ, આર્થિક સ્થિતિ (18) ઋણ આપવું, ઉધાર પૈસા આપવા (19)  આકસ્મિક બીજા નું ધન મળવું (લોટરી, દટાયેલું ધન મળવું, શરત જીતવી) (20)  લાંબા સમય થી ફસાયેલું ધન કે જમીન (21)  દુષ્ટ વ્યક્તિ નું મળવું (22)પાપકર્મ (23) જીવ હત્યા (24) અંગ હાનિ, કે અપંગતા (25) ઉગ્ર કષ્ટ, સંતાપ, દુખ થવું (26) મનને ક્લેશ આપનારી દુખદાયક વ્યથા (27) નિરન્તર કષ્ટ મળ્યાં કરવું (28)  ક્રુર કર્મ માં શક્તિ નો અપવ્યય (29) યુધ્ધ
(3) માનસિક તણાવ, ઉદ્વેગ કે સંતાપ.
ફળદિપિકા :-
સ્ત્રીનું સૌભાગ્ય, માંગલ્ય, રંધ્ર – આ ભાવ ને રંધ્ર એટલે કે છિદ્ર ભાવ કહે છે. માનસિક રોગ, ચિંતા, ભય, આયુષ્ય, મૃત્યુ, અપમાન, કલંક, પરાજય, પદચ્યુતિ એટલે કે પદ પર થી ઉતારી દેવું, સૂતક, મળ-મૂત્ર વિસર્જન થાય એ ગુપ્ત અંગ વગેરે ની વિચારણા કરાય છે.
વ્યાવહારિક જ્યોતિષ મુજબ :-
અપમાન, અવનતિ, દુઃખ, વસિયત, વારસો, બીજાનું ધન, ખજાનો, ભેટ – સોગાદ, ઋણ આપવા કે લેવાથી ધન હાની, રાજ્ય દંડ, વિવિધ ટેક્સ, ભય, મૂત્ર રોગ, પતિ કે પત્ની નું કુટુંબ, સ્ત્રી ધન ( સાતમાં થી બીજો) ભાઈ નો વિચાર ( ત્રીજા થી છઠો) દુર્ઘટના, અકસ્માત, ઓપરેશન, જીવહત્યા, લાંબી માંદગી, પત્ની ની પીડા, તંત્ર શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, ગૂઢ વિદ્યા, પરાવિદ્યા, ગૂઢ રહસ્ય, વૈધવ્ય, ભાગીદાર નું ધન (સાતમા થી બીજો ભાવ), અશોભનીય વ્યવહાર, ધીમું મોત વગેરે નો વિચાર આઠમા ભાવથી કરાય છે.
સાયન્ટિફિક રિસર્ચ આઠમાં ભાવથી જોવાય છે.
સ્પિરીચ્યુઅલ રીતે જોઈએ તો શરીરનાં સાત ચક્ર માં નું સૌથી પ્રથમ  ચક્ર મૂલાધાર ચક્ર નું સ્થાન ગણાય છે. ધ્યાન સમાધી નું સ્થાન ગણાય છે. આથી જ ટ્રાસ્ફરમેશનનું પુનર્જન્મનું સ્થાન છે.


મેડિકલ એસ્ટ્રોલોજી મુજબ :-

ગુપ્તાંગ, ગુદા, રંધ્ર (યોની), તથા તે સંબંધી રોગો નો વિચાર કરાય છે.
કે. પી એસ્ટ્રોલોજી મુજબ, પોલિસ વિભાગ, અગ્નિ શામક દળ, ઓડિટ વિભાગ, ટેક્સ વિભાગ, વીમા વિભાગ, જન્મ મૃત્યુ નોંધણી વિભાગ આ ભાવ થી વિચારાય છે.
ઝેર, ઝેરી પદાર્થ, ફુડ પોઈઝનિંગ નો વિચાર આઠમા ભાવથી કરાય છે.
ધંધા વ્યવસાય માટે કરાતી યાત્રા આ ભાવથી જોવાય છે.
કુંડળી મેળાપક માટે આઠમાં ભાવને વિશિષ્ટ મહત્વ અપાયું છે. જેમાં શારીરિક તથા વૈવાહિક માંગલ્ય ને જોવામાં આવે છે.
કેતકી મુનશી
21/2/2020

જન્મકુંડળી નો સાતમો ભાવ :-

જન્મકુંડળી નો સાતમો ભાવ :-
જન્મ કુંડળી નાં છઠ્ઠા ભાવ સુધી પોતાની જાત ની વાત થઈ.  સાતમો ભાવ થી હવે પોતાની જાત સિવાય બીજા નો પ્રવેશ. પ્રથમ ભાવ નો બિલકુલ સામેનો, વિરુદ્ધ ભાવ. પ્રથમ ભાવ એટલે સ્વ. સાતમો એટલે પાર્ટનર. પાર્ટનર લાઈફ પાર્ટનર હોય કે, પછી બિઝનેસ પાર્ટનર.
કામ ત્રિકોણમાં આવતો ભાવ છે. નૈસર્ગિક કુંડળી માં તુલા રાશિ આવે છે. વાયુ તત્વની, એકી રાશિ, ચર રાશિ છે. શુક્ર તેનો અધિપતિ છે. તુલા રાશિ નું અહીં હોવું બેલેન્સ. શુક્ર આ ભાવનો નૈસર્ગિક કારક છે. ઈન્ડિકેટ કરે છે. ચાઈનીઝ સિમ્બોલ યીન યાન સાથે જોડાયેલું સ્થાન છે. વેદિક સંસ્કૃતિ મુજબ પુરુષ અને પ્રકૃતિ નું સ્થાન છે. સ્ત્રી પુરુષ ની મિક્સ એનર્જી. અપોઝીટ સેક્સ તરફ નું આકર્ષણ આ ભાવથી જોઈ શકાય છે.
સાતમા ભાવને કલત્ર ભાવ તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતી માં ‘કલત્ર’ એટલે સ્ત્રી, પત્ની.

પર્યાય શબ્દો :-
કામ, દ્યૂન, જાયા, અસ્તમય, જામિત્ર,  ગમન,  સમ્પત,  અસ્ત, મદ, કલત્ર.

બૃહદ પારાશર હોરા શાસ્ત્ર મુજબ :-
જાયામધ્વપ્રયાણં ચ વાણિજ્ય નષ્ટવીક્ષણમ્ |
મરણં ચ સર્વદેહસ્ય જાયા ભાવાન્નિરીક્ષયેત્ ||7||

સ્ત્રી, યાત્રા, વ્યાપાર, ડૂબા, ધન, નષ્ટ, વસ્તુ,  પોતાના મૃત્યુ નો વિચાર સાતમાં ભાવ થી કરાય છે.

ઉત્તર કાલામૃત મુજબ :-
ઉદ્ધાહ વ્યભિચાર કામુક જ્યા નષ્ટાંગના દ્વેષતા
માર્ગભ્રંશસુગંધગીત કુસુમા ભૃષ્ટાન્નપાનાદિકમ્||
તાંબુલં ચ પ્રયાણભંગદધિ વિસ્મૃત્યંબરાદ્યાગમો
રેતો ભર્તુ પવિત્રદાર યુગલં ગુહ્ યં ચ મૂત્રગુદ:
વાણિજયં ચ તથા પયોમધુરસૌધ: સૂપકાજ્યાશનં
દાનં શૌર્ય વિનષ્ટ શત્રુ વિજયા સ્થાનાન્તરસ્થં ધનમ્ ||
વાદૌ  મૈથુન  દત્ત  પુત્ર  ધૃતજાસ્વીયાન્યદેશે  તથા
જાયા  માન્મથજં રહસ્યમખિલં ચોર્યં વદેત્સપ્તમાત્ ||

(1)વિવાહ (2) વ્યભિચાર (3) અનૈતિક યૌન સંબંધ (4)દુરાચારણી સ્ત્રી (5) જવું હોય તે જગ્યાને બદલે બીજે પહોંચી જવું, રસ્તો બદલાઈ જવો (6) સુગંધ (7) સંગીત (8)પુષ્પ (9) સ્વાદિષ્ટ અને ઉત્તમ ભોજન (10) પાન ખાવું (11) યાત્રા અધુરી રહેવી (12) દહી (13)  સ્મરણ શક્તિ ઓછી હોવી, ભૂલી જવા નો રોગ, ભૂલકણાંપણું 
(14) વસ્ત્ર વગેરે પ્રાપ્ત થવું (15) વીર્ય, પુંસત્વશક્તિ
(16)  પતિ કે પત્ની નું ચરિત્ર કે સ્વભાવ ( 17) બીજી સ્ત્રી ની સંભાવના (18) સ્ત્રી પુરુષ ના ગુપ્તાંગ (19) મૂત્ર (20)ગુદા, મળદ્વાર (21) વ્યાપાર, વાણિજય (22) શરબત,  મીઠું પીણું વગેરે (23) અમૃત, દૂધ, દહીં, ઘી, પૌષ્ટિક ભોજન (24) દાન, ઉપહાર (25) બળ, પરાક્રમ, શૌર્ય (26) શત્રુ નો પરાજય કે નાશ (27) બીજા પાસે રાખેલું ધન, બીજે રાખેલા ધનની પ્રાપ્તિ (28)  વિવાદ (29) મૈથુન,  સંભોગ ક્રિયા (30) ગોદ લીધેલ પૂત્ર (31) મિષ્ઠાન, ઘી થી બનેલી મિઠાઈ  (32) પરદેશ, વિદેશ (33) પત્ની  (34) અનૈતિક સંબંધ (35) ચોરી.

વ્યવહારિક જ્યોતિષ પ્રમાણે :-
પતિ કે પત્ની, કામ ઈચ્છા, વિવાહ, વિદેશ યાત્રા, સામાન્ય સુખ, મૃત્યુ, વ્યાપાર માં ભાગીદારી, રોગ નો ઉપચાર, લોક સંપર્ક, પારિવારિક સંબંધ, આરોપ, ખોવાયેલી વસ્તુ મળવી, પુંસત્વ બળ, હર્નિયા, યૌન રોગ, કામ વાસના, વિદેશ માં સન્માન, વ્યાપાર,  દાંપત્ય સુખ, વ્યાપાર કુશળતા, પ્રશ્ન કુંડળી માં ચોરનું વર્ણન, વિદેશ સંબંધી બાબતો. આંતરિક જનનાંગો, જાહેર વિરોધો, સામો પક્ષ, પ્રશ્ન કુંડળી માં મુસાફર અંગે જાણકારી, જાહેર સામાજીક જીવન, ખુલ્લા દુશ્મનો.
મેડિકલ એસ્ટ્રોલોજી પ્રમાણે સાતમા ભાવે આવતા અંગો :-
આંતરિક જનનાંગો, કીડની, કમર, મૂત્રાશય.
પ્રશ્ન કુંડળી માં સાતમા ભાવનું આગવું મહત્વ છે. એ મુજબ જો તમે ડૉક્ટર તો સાતમો ભાવ પેશન્ટ નો હોય.
જો તમે જોબ નો પ્રશ્ન મૂકો તો તમારા કલીગસ સાતમે આવે.

સાતમો ભાવ તમારી મિરર ઈમેજ તરીકે ઓળખાય છે. તમારા માં જે કંઈ ખૂટે છે એવું લાગે તે સાતમાં ભાવ થી મળી જાય છે.
માતાની માતા, તથા પિતા ના પિતા નો વિચાર સાતમાં ભાવથી કરાય. સાતમા ભાવની રાશિ ને અસ્ત રાશિ કહે છે.  તમે જ્યારે જન્મ્યાં ત્યારે સાતમાં ભાવે રહેલી રાશિ ક્ષિતિજ માં નીચે જતી રહી હતી. એમાં રહેલા ગ્રહો પણ. થોડી હિડન રહે છે એ રાશિ. સાતમે રહેલી રાશિના કારકત્વ માં સમાવેશ થતી વસ્તુ ઓ ની તમને સતત ખોજ રહે છે.


કારક :-
શુક્ર પુરુષ માટે કારક ગ્રહ છે. સ્ત્રી માટે ગુરુ ને કારક ગણવામાં આવે છે. (પહેલા ના સમય માં પિતા નું ઘર છોડ્યા પછી સ્ત્રી ને પતિ દ્વારા સ્પિરીચ્યુઅલ જ્ઞાન મળતું)
કેતકી મુનશી
17/2/2020

જન્મકુંડળી નો છઠ્ઠો ભાવ :-

જન્મકુંડળી નો છઠ્ઠો ભાવ :-
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર માં જીવનની સ્પષ્ટ રૂપરેખા પ્રમાણે જન્મ કુંડળી માં સ્પેસિફિક ભાવ નક્કી કરાયા છે. છઠો ભાવ જીવનમાં આવતી તકલીફો, અડચણો નો ભાવ કહ્યો છે. એનો અર્થ એવો નથી કે, આ ભાવ તકલીફો જ દર્શાવે છે.
જન્મ કુંડળી ના છઠા ભાવને રોગ ભાવ, શત્રુ ભાવ.
પર્યાય :-
અંગ, અરિ, વ્રણ, ષટકોણ, શસ્ત્ર, ક્ષત, ભય, રિપુ.
આપણે કર્મ ની થિયરી ને સંપૂર્ણપણે માની એ છીએ. આ ભાવ કાર્મિક લેસન નો ભાવ છે. ઈશ્વરે આપણને કંઈક શિખવા માટે મોકલ્યા છે. આ ભાવ થકી જીવનમાં ઉંચે ઉઠવા, સારા મનુષ્ય બનવા માટે પાઠ ભણવા મળે છે.
જીવન માં ત્રણ ટાઈપની તકલીફો આવે છે.
1) શત્રુ, 2) રોગ, 3) ઋણ, દેવું.
રોગ શારીરિક તથા માનસિક હોય. સાયકોસોમેટિક પણ હોય છે. આયુર્વેદ મોટાભાગના રોગો નું મૂળ પાચનતંત્ર ને જવાબદાર છે એમ કહે છે. જન્મ કુંડળી નો છઠો ભાવ પાચન ક્રિયા અને રોજબરોજ નું કાર્ય (કામ) દર્શાવે છે.
છઠો ભાવ પાંચમાં ભાવ પછી નો ભાવ છે. પાંચમો ભાવ  મનની વૃત્તિ ઓ, માનસિકતા દર્શાવે છે. બીજા માટે ની લાગણી ઓને કેવી રીતે વ્યક્ત કરીએ છીએ તે જોવાય છે.
છઠો ભાવ કાર્મિક તકલીફો નો છે. શત્રુઓ કે રોજબરોજ ના કામ કે, સેવાના કાર્યો માં આવતી અડચણો નો ભાવ છે.
પાંચમો ભાવ સંતાન નો, છઠો સંતાનને રોજીંદા કાર્યો સાથે અડચણો સાથે ઉછેરવાનો ભાવ.
પાંચમો ભાવ ક્રિએટિવીટી નો છઠો ભાવ એ નો કેવી રીતે ઉપયોગ કરવો, રોજીંદી લાઈફ માં વણી લેવાનો ભાવ. આંતરિક સ્કીલ નો ડેઈલી કાર્ય માં ઉપયોગ નો ભાવ છઠો ભાવ છે.
નવમ ભાવ સંચિત કર્મો નો. નવમાથી દસમો એટલેકે નવમ ભાવનો કર્મ ભાવ એ છઠો ભાવ.  છઠા ભાવ ને પ્રારબ્ધ ભાવ કહે છે. જે ભોગવવાનું નિશ્ચિત હોય છે.
નૈસર્ગિક કુંડળી માં છઠે ભાવે કન્યા રાશિ, સ્ત્રી રાશિ, પૃથ્વી તત્વની રાશિ, દ્વીસ્વભાવ રાશિ છે. અર્થ ત્રિકોણ નો ભાવ છે. ઉપચય ભાવ છે. કુંડળીમાં છઠા, આઠમાં તથા, બારમાં ભાવને ત્રિક ભાવ કહે છે. ત્રિક ભાવ અશુભ ભાવ ગણાય છે.
કન્યા રાશિ નો અધિપતિ બુધ છે. બુધ અહીં પોતાની રાશિ માં ઉચ્ચ નો થાય છે.

બૃહદ્ પારાશર હોરા શાસ્ત્ર મુજબ :-
માતુલાતંકશંકાનાં શત્રૂંશ્ચૈવ વ્રણાદિકાન્ |
સપત્નીમાતરં ચાપિ ષષ્ઠભાવાન્નિરીક્ષયેત્ ||
મામા, આતંક, ડર,  આશંકા, શત્રુ, વાગ્યા નો ઘા, શોક્ય, સાસુ વગેરે નો વિચાર છઠા ભાવથી કરાય છે.

ઉત્તર કાલામૃત મુજબ :-
રોગો વિઘ્નરણાપ્તિમાતુલ કફ ગ્રંથ્યુગ્રકર્મણિ ચો –
ન્માદસ્ફોટક શત્રુ વૈર કૃપણત્વા સ્વાસ્થ્ય મેહવ્રણા :||10
અન્નાયાસરુણાપવાદ   રિપુ   સંતોષક્ષયોષ્ણક્ષતા –
શિચ્ત્ત ક્લેશ બહુ વ્યયે બહુજન દ્વેષોઽનિશં નેત્ર રુક |
ભિક્ષાદાનમ  કાલ ભોજન  કલા ભુંશા:  સંપિડારિભિ
ર્લાભાયાસ વિષાતિશૂલ  નિગલા  સ્વીયં યશોરક્ષણમ્ ||11
મૂત્ર વ્યાધિ અતિસાર ષડ્સવિનિન્દા દાસ ચોરાવિપત્
કારાગેહ સહોદરાદિકલહા: સ્યુ: ષષ્ઠભાવાદિમે|| 11-1/2
છઠા ભાવ થી નીચેની બાબતો નો વિચાર કરાય છે.
(1) રોગ, વ્યાધિ (2)  વિઘ્ન, અડચણ, તકલીફ (3)  સંઘર્ષ, સ્પર્ધા, યુદ્ધ, લડાઈ, ઝઘડા (4)  મામા (5) કફ, ગળફો (6) શરીર પર નાં સોજા (7) ક્રુર કર્મ (8) પાગલપન ઉન્માદ (9) ગડ- ગુમડ (10) શત્રુતા, પ્રતિસ્પર્ધા (11) કંજૂસાઈ, કૃપણતા (12)  બિમારી, અસ્વસ્થતા (13) યૌન રોગ (14) ભોજન, પકવાન (15) થાક (16)  દેવુ, કર્જ, ઋણ (17)  ક્લંક, અપયશ, બદનામી (18) શત્રુ ને સંતોષ (19) ક્ષય રોગ, ટ્યુબરક્યુલોસીસ (20) ગરમી, ઉષ્ણતા (21) ઘા, વ્રણ, વાગવા કે દાઝવા થી થતો ઘા(22)  ચિંતા ક્લેશ (23) માનસિક અવસાદ, ડીપ્રેશન, સંતાપ, ઉંડું દુ:ખ (24) અનેક સાથે શત્રુતા (25)  દ્રષ્ટિ દોષ, લાંબા સમય નો આંખનો રોગ (26)ભિક્ષા લેવી, તકલીફ માં મદદ લેવી (27)  કસમય નું ભોજન, અનિયમિત ખાન-પાન (28) યોગ્યતા માં નીચે ઉતરવું, કલા થી સ્થાન ભ્રષ્ટ કે સ્થાન ભંગ થવાથી માન – પ્રતિષ્ઠા માં ઘટાડો (29)  જાતિ બંધુ કે કાકા ના પુત્ર થી ભય, (30) લાભ પ્રાપ્તિ (31)  પ્રયાસ, પ્રયત્ન, પરિશ્રમ (32)  વિષ (33)  તીવ્ર વેદના, પીડા (34)બંધન, પ્રતિબંધ (35)  પોતાના માન સન્માન ની અને યશ ની રક્ષા કરવી (36)  મૂત્ર રોગ (37) અપચો (38) ષડરસ : છ પ્રકારનાં રસ જેમકે ખાટું, મીઠું, કડવું, તિખું, ખારું, તુરું (39)  અપયશ, લોકનિંદા (40) દાસત્વ (41) ચોરી (42) વિપત્તિ (43)  જેલ, બંદીગૃહ (44) અંદરો અંદર સમજફેર ને કારણે ભાઈ ઓ સાથે અણબનાવ કે વેર-વિરોધ.

વ્યાવહારિક જ્યોતિષ માં છઠા ભાવ થી જોવાતી બાબત :-
શત્રુ, રોગ, વાગવું, વિપદા, ક્લેશ, દુર્ઘટના, વિઘ્ન, અડચણ, ષડયંત્ર, ગોટાળા, બંધન, ખરાબ કર્મ, લાભ, નોકરી, અભાવ, માનસિક સંતુલન, પત્થર, ઔજાર, હોસ્પિટલ, દંડ, જેલ, સ્પર્ધા માં વિજય, કોમ્પીટેટિવ એક્ઝામ માં સફળતા, જનવિરોધ, આતંક, સમાજ વિરોધી કામ, ષડરિપુ : આપણી અંદર રહેલા છ શત્રુ 1) કામ 2) ક્રોધ, 3) લોભ, 4) મોહ, 5) અહંકાર, 6) ઈર્ષા. પૈસા ના રોકાણમાં હાનિ, ભાગીદારી માં કરેલી ખરીદી, સુખ, હલકુ કામ કરનાર માણસ, નોકર.
મોસાળ, બેંકિંગ નો ધંધો, શેરમાં ઈન્વેસ્ટમેન્ટ, જોબ વર્ક, દૈનિક કાર્ય, ભાડુઆત,   આંતરડા, વ્યાજ ની આવક, નોકરીમાં હેરાનગતિ, શરાફી નો ધંધો, કાકી, ફુઆ.
આજકાલ ડાયટિંગ નો જમાનો છે. તો ડાયટિંગ માટે છઠો ભાવ જોવાય.
રોજબરોજ ના કામમાં સ્વીપરનું કામ આ ભાવથી જોવાય.
છઠો ભાવ અર્થ ત્રિકોણ નો ભાવ છે. બીજું, છઠુ અને દસમું સ્થાન અર્થ ત્રિકોણ માં આવે છે.
બીજો ભાવ અર્થ ત્રિકોણ નો પ્રથમ ભાવ ધન ભાવ. છઠો ભાવ દૈનિક કાર્ય નો ભાવ. જે બતાવે છે કે, કામ અને એફર્ટ માં વધારો કરીએ તો જ જોઈતી વસ્તુ મેળવી શકાય.
છઠો ભાવ બતાવે છે કે, વય વધવા સાથે જીવન માં કેટલી રિસ્પોન્સિબિલિટી આવે અને એને  ડિસિપ્લિન સાથે પરફેક્ટ રીતે મેઈનટેઈન કરવી જોઈએ.
મેડિકલ એસ્ટ્રોલોજી મુજબ નીચેના અંગો છઠા ભાવમાં આવે છે.  નાનું આંતરડું, મોટું આંતરડું, કીડની, કમર નો સ્પાઈનલ કોર્ડ વાળો ભાગ.
મંડન જ્યોતિષ મુજબ છઠા સ્થાનમાં પબ્લિક હેલ્થ, સેફ્ટી, સેનીટેશન, હાઈજીન આવે છે. ઉપરાંત  એમ્પ્લોયમેન્ટ સંબંધી જોઈએ તો, કામદાર, લેબર વર્ગ, કાયદો અને હ્યુમન રિસોર્સિસ વગેરે વિષયો ની વિચારણા કરાય.
છઠો ભાવ આપણને કેટલીક વાત શિખવે છે.
જીવનમાં સહનશિલતા અને ધૈર્ય અપનાવવા જોઈએ.
દૈનિક કાર્યો માં ડિસિપ્લિન મેઈનટેઈન કરવી જોઈએ.
એક્સાઈઝ કરવી અને ખાવામાં ધ્યાન આપવું. પેટ ને અનુકૂળ એટલું ખાવું જોઈએ. જેથી રોગ થી બચાય.
કારક :-
મંગળ અને શનિ કારક ગ્રહ છે.

કેતકી મુનશી
14/2/2020

જન્મકુંડળી નો પાંચમો ભાવ :-

જન્મકુંડળી નો પાંચમો ભાવ :-
જન્મ કુંડળી નો ચતુર્થ ભાવ મન દર્શાવે છે, તો પાંચમો ભાવ મન ની વૃત્તિ નો છે. માનસિકતા નો છે.
નૈસર્ગિક કુંડળી માં પાંચમા ભાવે સિંહ રાશિ આવે છે. જેનો અધિપતિ સૂર્ય હોય છે. અગ્નિ તત્વ ની રાશિ આવે છે.
જન્મ કુંડળી માં પ્રથમ ભાવમાં જે તત્વની રાશિ હોય તે તત્વ તેના ત્રિકોણ ભાવમાં આવે.
પંચમ ભાવ સંતાન ભાવ, વિદ્યા ભાવ કહેવાય છે.
પાંચમા ભાવ ના બીજા પર્યાયી નામ નીચે મુજબ છે.

પર્યાય :- પ્રતિભા, ત્રિકોણ, ધી, દેવ, રાજ, પિતૃ, નન્દન, પંચક.

બૃહદ્ પારાશર હોરા શાસ્ત્ર માં મહર્ષિ કહે છે કે,
યન્ત્રમન્ત્રૌ  તથા વિદ્યાં  બુદ્ ધેશ્ચૈવ પ્રબન્ધકમ્ |
પુત્રરાજ્યાપભ્રંશાદીન્  પશ્યેત્યુત્રાયલાદ્  બુધ: ||
અર્થાત્
યન્ત્ર, મંત્ર, વિદ્યા, બુદ્ધિ, પ્રબન્ધ  શક્તિ, પુત્ર, રાજ્ય ની હાનિ, પદ પરથી નીચે ઉતરવું વગેરે નો વિચાર પંચમ ભાવ થી કરાય છે.

ઉત્તર કાલામૃત માં પંચમ ભાવ ના કારકત્વ નીચે મુજબ છે:-
સંતાનં  પિતૃપુણ્યરાજસચિવા સૌશીલ્ય શિલ્પે  મનો
વિદ્યા ગર્ભ  વિવેક   છત્ર  સુકથા  માંગલ્ય  પત્રાંબરે
નાનાકામ્ય  મહાપ્રયોગ  પિતૃ વિત્તે  દૂર  ચિંતા  ક્રમાત્
કાન્તામૂલક લબ્ધ ભાગ્ય વિમવો વારાંગના આલિંગનમ્ || 8
ગામ્ભીર્યં  ઘનતા  રહસ્ય  વિનયા  વૃતાન્ત  સંલેખનમ્
ક્ષેમ   સ્નેહ  પ્રબન્ધ – કાવ્ય – રચના  કાર્ય પ્રવેશોદરા: |
મંત્રોપાસના સુપ્રસન્ન   વિભાવશચાન્ન  પ્રદાનં  ચ  તત્
પુણ્ય  સત્પ્રવિચાર  મંત્ર. જપકા: પ્રજ્ઞા  સમાલોચને ||9
વિત્તોપાય  મૃદંગ  વાદ્ય  સુમહત્સંતોષ  પાંડિત્યયકા:
પારંપર્ય  સમાગતં  તુ  સચિવસ્થાનં  ભવેત્પંચમાત્ ||9 1/2

1) સંતાન સુખ (2) પિતા નું પુણ્ય કે પિતા નું સત્કર્મ (3) રાજા કે સર્વોચ્ચ અધિકારી, અધ્યક્ષ (4) મંત્રી (5) સુશીલતા, પવિત્ર આચરણ (6) શિલ્પ કાર્ય, યાંત્રિક કળા (7) મન, બુદ્ધિ, વિચાર (8) વિદ્યા (9) ગર્ભ સ્થિતિ (10) વિવેક, કે નિશ્ચિયાત્મક બુદ્ધિ (11) છત્ર, છત્રિ (12) ધર્મ તથા નીતિ કથાઓ (13) માંગલિક પ્રસંગ માટે નો સુચના પત્ર (14) વસ્ત્ર (15) કોઈ મોટું ઈષ્ટ કાર્ય, લાભ, યશ કે માન વધારે તેવો ઉત્કૃષ્ટ પ્રયોગ (16) પિતાની ધન સંપત્તિ (17) દુરંદેશી (18) પત્ની ના ભાગ્યથી મળેલ ધન વૈભવ ( સાતમાં ભાવથી આગિયારમો, પત્ની થી લાભ)

(19) રાજનર્તકી કે મહેલની દાસી ઓ સાથે સંબંધ (20)ગંભીરતા,  બુદ્ધિ પ્રતિભાવાન ( 21) દ્રઢતા (22) રહસ્ય (23) વિનમ્રતા (24) કોઈ ઘટના કે સમાચાર નું વિસ્તૃત વર્ણન (25) કુશળતા, સારી રીતે સંભાળવું, સંરક્ષણ આપવું (26) મૈત્રી, સ્નેહ પૂર્વક નો વ્યવહાર  (27) નાટક  ઉપન્યાસ, કે કાવ્ય ગ્રંથ ની રચના, સાહિત્ય સૃજન (28) કાર્યનો આરંભ કરવો, નવા કાર્યક્ષેત્ર માં પ્રવેશ કરવો (29) પેટ, ઉદર, પાચનતંત્ર (30) મંત્રો દ્વારા દેવતાઓ ની પૂજા અર્ચના (31) વિપુલ ધન સંપદા, સુખ વૈભવ (32)  અન્નદાન, ભંડારો (33) પાપ પુણ્ય માં ભેદ કરી શકવાની ક્ષમતા (34) વેદ મંત્રો નો પાઠ કે ઈષ્ટ મંત્ર નો જાપ નું પુનશ્ચરણ કરવું (35) વિવેક બુદ્ધિ, વિદ્વતા (36) સમાલોચના કરવાની યોગ્યતા (37) ધન કમાવાનાં ઉપાય કે જીવન નિર્વાહ નું સાધન (38) માંગલિક પ્રસંગો જેમાં વાદ્યોં નો અવાજ ગુંજે (39) પરમ સંતોષ (40) ગહન અભ્યાસ કે શોધખોળ કરવા ચિંતન મનન (41) વંશ
પરંપરાગત થી પ્રાપ્ત મંત્રી, સચિવ કે મુનીમ નું પદ.
પાંચમા ભાવ માં વિદ્યા, બુદ્ધિ, વિચાર શક્તિ, મંત્ર, મંત્રી, મંત્રણા, સાથે સાથે ધન, સંપદા વૈભવ ની વાત પણ કરી છે.
એટલું તો સ્પષ્ટ છે કે, પંચમ ભાવ બુદ્ધિબળ નો ભાવ હોવાથી વિદ્વાન વ્યક્તિ, સાતમે અગિયાર મો ભાવ હોવાથી ધન, માન, યશ પામે છે.

ફળદીપિકા બતાવે છે કે,
અનુમતિ કે સ્વીકૃતિ દર્શાવતી સરકારી મ્હોર, કર, આત્મા, બુદ્ધિ, ભવિષ્ય જ્ઞાન, શ્રુતિ, સ્મૃતિ, જ્ઞાન, ચિંતન, મનન વગેરે નો પાંચમાં ભાવની વિચારણીય બાબતો માં સમાવેશ કરાય.
વ્યવહારિક વૈદિક જ્યોતિષ મુજબ નીચેની બાબતો નો પાંચમા ભાવથી વિચાર કરવો જોઈએ. :-

સંતાન, બુદ્ધિ, વિદ્વતા, જુગાર, સટ્ટો, લોટરી, યશ, જીવનસ્તર,  મનોભાવ,  વિચાર,  પ્રથમ ગર્ભ,  અચાનક ધન પ્રાપ્તિ, નૈતિક આચરણ,  દુરંદેશી, પિતામહ, સ્મરણ શક્તિ,  મનોરંજન, પ્રેમ સંબંધ, ક્રીડા,  અનૈતિક યૌન સંબંધ,  દેવ અર્ચના,  ભક્તિ, ભવિષ્ય નું જ્ઞાન, ગૌરવ,  સરકારી અનુદાન,  પુસ્તક પ્રકાશન,  પત્ની થી લાભ, મંગલ ઉત્સવ,  નાટક, ખેલકૂદ, નૃત્ય, શરત મારવી, રેસ, શેર બજાર,  પત્તા રમવા, ક્રોસવર્ડ જેવી રમત, ભ્રષ્ટાચાર, બળાત્કાર, અપહરણ, ધાર્મિક બુદ્ધિ,  આધ્યાત્મિક ક્રિયાઓ, મંત્ર સિદ્ધિ.
પાંચમો ભાવ  સ્થુળ રૂપે સંતાન, સૂક્ષ્મ રૂપે બુદ્ધિ બળ દર્શાવે છે.
આ ઉપરાંત શિષ્ય નો વિચાર કરાય છે. રાજ્ય કે અધિકારો ની હાનિ નો વિચાર કરાય છે. પૂર્વ પુણ્ય કે પૂર્વ જન્મ ના પૂણ્ય કે પિતા ના પુણ્ય નો વિચાર કરાય છે.
મેડિકલ એસ્ટ્રોલોજી મુજબ પંચમ ભાવ થી
હાર્ટ, પેટ , બરોળ, સ્ટમક, ડાયાફાર્મ, લીવર, સ્પ્લીન, સ્પાઇનલ કોર્ડ, માનસિક શક્તિ નો વિચાર કરાય છે.
સાત ચક્ર માં મણિપુર ચક્ર જે નાભી ની નજીક છે તે દર્શાવે છે. અગ્નિ તત્વ ની, સ્થિર રાશિ નૈસર્ગિક કુંડળી માં રહેલી છે. પાચનતંત્ર પર સંપૂર્ણ પ્રભાવ ધરાવતું સ્થાન છે.
જીવન શક્તિ, ઉર્જા નું સ્થાન છે.

લગ્ન સ્થાન ભૌતિક તત્વ છે. પંચમ આત્મ તત્વ અને નવમ ભાવ પરમાત્મા તત્વ છે. નૈસર્ગિક કુંડળી માં ત્રણે ભાવ અગ્નિ તત્વ ના છે. વૈદિક સંસ્કૃતિ માં અગ્નિ ને દેવ ગણ્યા છે. પરમ શુધ્ધ નો દરજ્જો આપ્યો છે.
કેતકી મુનશી
13/2/2020